• Home
  • News
  • ગુજરાતમાં શિક્ષણના ડોક્ટર વધવા લાગ્યા, રાજ્યની યુનિવર્સિટીમાં પીએચડી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
post

છેલ્લા વર્ષે પીએચડીમાં નામાંકન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 5917 જોવા મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-15 10:59:48

ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી બનવા માટે યુવાનોને સંશોધનો પર ધ્યાન કેન્દ્રિત કરવા નરેન્દ્ર મોદીએ આપેલી સલાહને પગલે રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં પીએચડીના વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, એટલે કે ગુજરાતમાં શિક્ષણના ડોકટરો વધવા લાગ્યા છે.

છ વર્ષની તુલનામાં આ વધારો 17 ટકા જેટલો
ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પીએચડીની ડીગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો નોંધાયો છે. છેલ્લાં છ વર્ષની તુલના કરવામાં આવે તો આ વધારો 17 ટકા જેટલો છે. છેલ્લા વર્ષે પીએચડીમાં નામાંકન કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 5917 જોવા મળી છે, જે 2011-12માં માત્ર 2270 હતી.

પીએચડીની ડીગ્રી માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
ગુજરાતમાં વિભિન્ન ક્ષેત્રોમાં પી.એસ.ડી અધ્યયનને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. તેવી માન્યતા ખોટી પડી રહી છે, કારણ કે હવે વધુ ને વધુ વિદ્યાર્થીઓ પીએચડીની પદવી લઇ રહ્યા છે. ભારત સરકારના એચઆરડી મંત્રાલયે પ્રકાશિત કરેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીએચડીની ડીગ્રી લેવા માટે ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંશોધન ગાઇડમાં સુધારા થયા
રાજ્યના શિક્ષણ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોથી એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના અનુભવી લોકોને ગુજરાતની યુનિવર્સિટીઓમાં લાવવામાં આવ્યા હતા અને શોધ તથા અભ્યાસને ઉત્તેજન આપવા માટે વિદ્યાર્થીઓ સાથે મંત્રણા કરાવવામાં આવતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંશોધન ગાઇડમાં સુધારા થયા છે.

2011-12માં આ સંખ્યા 22 હતી, જે વધીને 44 થઇ ગઈ
ગુજરાતમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો તફાવત 27.1 હતો, એ ઘટીને હવે 24.1 થયો છે. છેલ્લાં આઠ વર્ષમાં રાજ્યમાં પીએચડી કાર્યક્રમોમાં આપનારી યુનિવર્સિટીની સંખ્યા પણ બમણી થઇ ચૂકી છે. 2011-12માં આ સંખ્યા 22 હતી, જે વધીને 44 થઇ ગઇ છે. આ તમામ યુનિવર્સિટીઓ પીએચડીની ડીગ્રી એનાયત કરે છે. આ વર્ષે પીએચડી ઉમેદવારોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ એ સાબિત કરે છે કે ગુજરાતમાં યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થીઓ શોધ અને સંધોધનમાં વધારે રસ લઇ રહી છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે.

ગુજરાતમાં પીએચડીના વધતા વિદ્યાર્થીઓ....

વર્ષ

વિદ્યાર્થીઓની સંખ્યા

2011-12

2270

2012-13

2435

2013-14

3181

2014-15

3697

2015-16

5169

2016-17

4988

2017-18

5251

2018-19

5917

 

adv

Related News

post
post
post
post
post
post
post