• Home
  • News
  • અબુ ધાબીમાં કોરોના સંક્રમણ:IPLની શરૂઆતની 20 મેચ દુબઈમાં રમાઈ શકે છે, 6 ટીમ દુબઈમાં ટ્રેનિંગ લઈ રહી છે, ચેન્નાઈ હવે ઓપનિંગ મેચ નહીં રમે
post

લીગમાં ત્રણ સપ્તાહ બાકી, હજુ સુધી શિડ્યુલ બહાર પડાયું નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 09:50:51

IPLની વર્તમાન સીઝન શરૂ થવામાં 3 સપ્તાહનો સમય છે. જોકે, અત્યાર સુધી ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થયો નથી. અબુ ધાબીમાં કોરોનાના વધતા કેસને જોતાં ટી20 લીગની પ્રથમ 20 મેચ દુબઈમાં જ રમાઈ શકે છે. 8માંથી 6 ટીમો દુબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અબુ ધાબીમાં તૈયારી કરે છે. અબુ ધાબી જવા માટે 48 કલાક પહેલા ટેસ્ટ જરૂરી છે. આથી સમય વધુ લાગી શકે છે.

બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, આપણે જોઈ રહ્યા છીએ કે ટૂર્નામેન્ટ સમયસર શરૂ થઈ શકે છે. આ લાંબી ટૂર્નામેન્ટ છે. આશા છે કે, બધું જ સારી રીતે પતી જશે. આ ઉપરાંત ક્લસ્ટરમાં મેચ રમાડી શકાય છે. ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે. આથી કોઈ ટીમનો ખેલાડી પોઝિટિવ આવે તો 1 ગ્રૂપની મેચ ચાલતી રહે. ખેલાડીના પોઝિટિવ આવતાં તેણે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

ચેન્નાઈ હવે ઓપનિંગ મેચ નહીં રમે
ચેન્નાઈ સુપરકિંગ્સના 2 ખેલાડી સહિત 13 સભ્યો પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત રૈના પણ અંગત કારણોસર લીગથી ખસી ગયો છે. આથી ટીમ અત્યાર સુધી પ્રેક્ટિસ કરી શકી નથી. હવે ચેન્નાઈ અને મુંબઈ ઓપનિંગ મેચ રમી શકશે નહીં. રૈનાના પારિવારિક મિત્રએ પુષ્ટિ કરી છે કે, રૈના ચેન્નઈ સુપરકિંગ્સમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોઝિટિવ આવ્યા પછી ચિંતિત હતો. આથી, તેણે લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.