• Home
  • News
  • ખેલાડી વેન્યૂ પર ત્યારે જ આવી શકશે જ્યારે તેણે માસ્ક પહેર્યું હશે અને સાથે સેનિટાઈઝર પણ હોય
post

વૉર્મઅપ અને ઈવેન્ટ દરમિયાન માસ્ક પહેરવા પર છૂટ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 09:52:01

મોનાકો: વર્લ્ડ એથ્લેટિક્સે કોરોનાને જોતા સ્વાસ્થ્ય અને સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં પ્રી-ઈવેન્ટ, સ્ટેડિયમ, કોમ્પિટિશન અને ખેલાડીઓ માટે વિશેષ ઉપાય સામેલ છે. ખેલાડીઓને કોમ્પિટિશન દરમિયાન ત્યારે જ એન્ટ્રી મળશે જ્યારે તેમે માસ્ક પહેર્યું હશે અને તેની પાસે સેનિટાઈઝર હોય. ગાઈડલાઈનની મુખ્ય વાતો આ પ્રમાણે છે:
પ્રી-ઈવેન્ટ

·         આયોજન કમિટી ખેલાડીને વેલકમ કિટ આપશે. જેમાં દરરોજના 3 માસ્ક, સેનિટાઈઝર, સંક્રમણ અટકાવતા કપડા, તેમની ઈવેન્ટમાં સુરક્ષા સંબંધિત પ્રોટોકોલની માહિતી આપનાર બુકલેટ રહેશે.

·         એરપોર્ટ કે સ્ટેશનથી હોટલ આવતા સમયે તમામે માસ્ક પહેરવું જરૂરી છે. તમામ વચ્ચે ડિસ્ટન્સ હોવું જરૂરી છે. 

·         કમિટી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ થકી ખેલાડીઓની ઓળખ કરશે.

સ્ટેડિયમમાં

·         ફેન્સ અને કોમ્પિટિશન સંબંધિત લોકોના આવવા-જવા માટે અલગ ગેટ રહેશે. ખેલાડીઓ ત્યારે જ વેન્યૂ પર પહોંચી શકશે જ્યારે તેમની પાસે સેનિટાઈઝર પણ હોય. 

·         સ્ટેડિયમમાં તમામને માસ્ક પહેરવો પડશે. વોર્મઅપ અને ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓને છૂટ મળશે.

·         વોર્મઅપ ઝોનમાં ઓપન એરિયા જરૂરી રહેશે, આ ઈવેન્ટના સ્ટેડિયમથી નજીક હોવું જોઈએ. ખેલાડીઓને જુદા-જુદા સમયે બોલાવવા.

·         આઉટડોરના સ્થાને લોક રુમ હોય, અહીં પણ ખેલાડીઓ માટે માસ્ક જરૂરી. દરેક ખેલાડીના ઉપયોગ બાદ રૂમને સેનિટાઈઝ કરાશે.

કોમ્પિટિશન

·         મેદાન પર ઓછામાં ઓછી સંખ્યામાં ખેલાડી રહે. ઓફિશિયલ્સ ખેલાડીઓના સંપર્કમાં રહે. એવામાં તેમણે માસ્ક ઉપરાંત પ્રોટેક્ટિવ ગ્લવ્સ પણ પહેરવા.

·         ફિનિશ લાઈન ક્રોસ કર્યા બાદ ખેલાડીઓએ લોકો અને ઓફિશિયલ્સથી દૂર રહેવું.

કોમ્પિટિશન બાદ

·         મીડિયા ઝોન સ્ટેડિયમની બહાર રહે. ઓછામાં ઓછા લોકો તેમાં રહે. મીડિયા અને ખેલાડીઓ વચ્ચે પાતળું ગ્લાસ રહે અને દરેક વાર કોન્ફરન્સ બાદ તે સ્થળને સેનિટાઈઝ કરવામાં આવે.

·         મેદાન પર મોટાભાગના લોકો ખેલાડીઓ જ હોય. લાઈવ એવોર્ડ સેરેમની ના યોજવી. આ માટે ડિજિટલ વ્યવસ્થા કરવી.

·         એક કોમ્પિટિશન બાદ સંપૂર્ણ એરિયા સેનિટાઈઝ કરવામાં આવે.

અન્ય મહત્ત્વપૂર્ણ ઉપાય

·         દરેક રેસ બાદ સ્ટાર્ટિંગ બ્લોક સેનિટાઈઝ કરવું.

·         સ્ટીપલચેઝ રેસ દરમિયાન જે પાણીનો ઉપયોગ કરવામાં આવે તેમાં ક્લોરિન મિક્સ કરવું,

·         રિલે રેસ દરમિયાન બેટનને દરેક વખતના ઉપયોગ બાદ સેનિટાઈઝ કરવું જરૂરી. રિલે ટીમને રેસ બાદ ભેગા થતા કે ગળે મળવાથી બચવું જોઈએ.

·         વર્ટિકલ જમ્પ દરમિયાન દરેક અટેમ્પટ બાદ સેનિટાઈઝરનો ઉપયોગ થાય.

·         દરેક જમ્પ બાદ લેન્ડિંગ મેટને સાફ કરવામાં આવે. રિસાઈકલ પ્લાસ્ટિક અથવા ટિશૂની એક પાતળી લેયર જમ્પિંગ મેટ પર રાખવી જોઈએ, જમ્પિંગવાળી માટીમાં કેમિકલ મિક્સ કરવું, જેથી સંક્રમણ ના ફેલાય.

·         થ્રોઈંગ ઈવેન્ટ દરમિયાન ઓફિશિયલ દરેક હેન્ડલિંગ બાદ હાથ સાફ કરે અને ડિસ્પોજેબલ ગ્લવ્ઝનો ઉપયોગ કરવો.

·         કમ્બાઈન્ડ ઈવેન્ટ દરમિયાન ખેલાડી જે રૂમનો ઉપયોગ કરે શક્ય હોય તો તેને ઓપન એરિયામાં જ બનાવવું. કોચ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ થકી તેની સાથે ચર્ચા કરી શકે છે.