• Home
  • News
  • મંદિરનો વેરો ભરવા પૂજારીએ 1700નું પરચૂરણ આપ્યું, મનપાએ પહેલાં ના પાડી પછી સ્વીકાર્યું
post

પૂજારીએ 2500માંથી રૂ.1700ના 50 પૈસા, 1 રૂપિયા, 2 રૂપિયાના સિક્કા આપ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 10:28:27

રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મિલકતવેરાની રકમ જમા કરાવવા માટે એક મંદિરના પૂજારી પહોંચ્યા હતા. વેરાની રકમ રૂ.2700 હતી, એમાંથી મંદિરના પૂજારીને દાનમાં મળેલા 50 પૈસા, રૂ.1, 2 અને રૂ.5ના 1700 રૂપિયાના સિક્કા હતા. મનપાના સિટી સિવિક સેન્ટરમાં વેરા વસૂલાત કરતા કર્મચારીના ટેબલ પર આ પરચૂરણ મૂકતાં કર્મચારી પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને કહ્યું, આટલી રકમના સિક્કા નહીં ચાલે. મનપાના કર્મચારીઓને અંતે રજૂઆત બાદ પૂજારીનું પરચૂરણ સહિતની રકમ સ્વીકારવામાં આવી હતી.

કર્મચારીએ સિક્કા લેવાનો ઇનકાર કર્યો હતો
રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરવા માટે કોઠારિયા મેઇન રોડ હુડકો પોલીસ ચોકી પાછળ મારુતિનંદન મંદિરના પૂજારી હેમેન્દ્ર ભટ્ટ સોમવારે સવારે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સિટી સિવિક સેન્ટરમાં મિલકત વેરાની રકમ જમા કરાવવા પહોંચ્યા હતા. 2700 રૂપિયાના મિલકત વેરાની રકમ જમામાંથી 1700 રૂપિયાનું પચૂરણ હતું. મનપાની વેરા વસૂલાત બારી પર બેઠેલા કર્મચારી 1700 રૂપિયાની પરચૂરણની રકમ જોઈને એને લેવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં હેમેન્દ્ર ભટ્ટે કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટનો સંપર્ક કરી મનપાના અધિકારીઓને રજૂઆત કરી હતી. વિરલ ભટ્ટે વેરા વિભાગના અધિકારીઓને રજૂઆત કરી. અંતે, પૂજારીનું પરચૂરણ સહિતની રકમ મિલકત વેરા વિભાગમાં જમા કરાવી હતી.

વેરો કોઈપણ રીતે જમા કરાવી શકાય છે
રાજકોટ મહાનગરપાલિકાએ મિલકત વેરાની વસૂલાત કરવા માટે ડિમાન્ડ નોટિસ આપવાનું શરૂ કર્યું છે. જ્યારે બીજી તરફ મિલકતધારકોએ સ્વેચ્છાએ વેરાની રકમ જમા કરાવવા આવે ત્યારે પરચૂરણ લેવા મનપાના કર્મચારીઓ આનાકાની કરી રહ્યા છે. નિયમ મુજબ કોઈપણ વ્યક્તિ ભારતીય ચલણ બેંકમાં કે વેરા પેટે જમા કરાવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post