• Home
  • News
  • PMએ કહ્યુ- સેનાને છૂટ અપાઈ છે, આપણી ચોકી કોઈના કબ્જામાં નથી;દેશની એક ઈંચ જમીન પર કોઈ નજર નાંખી શકે નહીં
post

સોનિયાએ પ્રશ્ન કર્યો-શું ચીની ઘુસણખોરોની સેટેલાઈટ ઈમેજ મળી ન હતી? શું ઇન્ટેલિજન્સનો રિપોર્ટ આવ્યો ન હતો?

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 12:20:50

નવી દિલ્હી: ગલવાનમાં ભારતીય સૈનિકોની શહીદી અને ચીન સૈનિકોના હુમલવાના મુદ્દે સર્વપક્ષીય બેઠકમાં સરકારને તમામ રાજકિય પક્ષોનું સમર્થન મળ્યું છે. આ બેઠકમાં 20 મુખ્ય પાર્ટીના નેતા ભાગ લઈ રહ્યા હતા . બેઠકની શરૂઆતમાં સૌથી પહેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.10 રાજકીય પક્ષોએ ખુલ્લી રીતે સરકારને સાથ આપવાનો અને આ મુશ્કેલ ઘડીમાં આપણે સૌ સાથે હોવાનું એક સ્વરે કહ્યું છહતુ.  

શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભારત મજબૂત છે, મજબૂર નથી. તેમણે ચીન માટે કહ્યું કે અમારી સરકારમાં શક્તિ છે કે તે આંખો કાઢીને હાથમાં આપી દે. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને કેટલાક પ્રશ્નો કર્યો હતા. તેમણે કહ્યું કે ઈન્ટેલિજન્સ રિપોર્ટ, સેટેલાઈટ ઈમેજ અંગે આ પ્રશ્ન કર્યા હતા.

રાજકીય પક્ષોને મોદીના 10 સંદેશ

1. આપણી સીમામાં કોઈ ઘુસણખોરી કરવામાં આવી નથી અને ચીને આપણી એક પણ પોસ્ટ પર કબ્જો કર્યો નથી.

2.આપણા 20 જવાન શહીદ થયા, પણ જેમણે ભારત માતાને પડકાર હતો તેને યોગ્ય બોધપાઠ શીખવીને ગયા છે. તેમના શૌર્યને સમગ્ર દેશ યાદ રાખશે.

3.જવાન તૈનાત કરવાના છે, એક્શન લેવાના છે. જળ, જમીન, આકાશથી તેમને જવાબ આપવાનો છે, આપણા દેશની રક્ષા માટે સશસ્ત્ર સેનાએ જે પણ કરવાનું હશે તે કરશે જ.

4. આજે આપણી પાસે એ શક્તિ છે કે જેથી કોઈ આપણી એક ઇંચ જમીન પર પણ નજર નાંખી શકે તેમ નથી.

5. ભારતીય સશસ્ત્ર સેનાઓ પાસે આજે એવી ક્ષમતા છે કે તે અનેક મોરચે એક સાથે લડી શકે છે.

6.  નવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે ખાસ કરી LACમાં અમારી દેખરેખની ક્ષમતા વધી ગઈ છે. પેટ્રોલિંગને લીધે સાવચેતી વધી છે. LAC પર થઈ રહેલી હરકત અંગે પણ જાણ થઈ છે. જે વિસ્તારોમાં પહેલા નજર રહેતી ન હતી ત્યારે હવે આપણા જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા છે અને એક્શન લઈ રહ્યા છે.

7.  અત્યાર સુધી જેમને કોઈ પૂછતું ન હતું, કોઈ અટકાવતું ન હતું તેમને હવે આપણા જવાનો ડગલેને પગલે અટકાવે છે અને ટોકે છે. આપણા સૈનિકો મુશ્કેલ પરિસ્થિતિમાં ફરજ પર હે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી સાધન-સામગ્રી પહોંચાડવામાં સરળતા રહે છે
8.
દેશ અને દેશવાસીઓનું હિત અમારી પ્રાથમિકતા રહી છે. કનેક્ટિવિટી, કાઉન્ટર ટેરરીઝમ હોય, ભારતે ક્યારેય કોઈ બાહ્ય દબાણનો સ્વીકાર કર્યો નથી. રાષ્ટ્રીય સુરક્ષાને લઈ જે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, કોઈ પણ સંજોગોમાં વેગ આપવામાં આવશે.
9.
સૌએ, સૌ રાજકિય પક્ષોને ખાતરી આપું છું કે આપણી સેના સરહદની સુરક્ષા કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. તેમને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે.
10.
તમારા સૂચનો અમારા માટે લાભદાયક બનશે. તમે સૌ આગળ આવો. તેનાથી સેનાને બળ મળશે, દેશનું મનોબળ વધશે અને વિશ્વને જે સંદેશ પહોંચવો જોઈએ તે પહોંચશે.

સોનિયાના ત્રણ પ્રશ્ન

1. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે આ બેઠક ઘણા સમય અગાઉ યોજાવી જોઈતી હતી. આ મંચ પર પણ ઘણુબધુ અંધારામાં છે. મોદી સરકાર જણાવે કે ચીનના સૈનિકોએ ઘુસણખોરી કર્યારે કરી. આ અંગે ક્યારે જાણ થઈ.

2. કોગ્રેસ અધ્યક્ષે પૂછ્યું કે શું સરકાર પાસે સેટેલઈટ ઈમેજ ન હતી. આ અસામાન્ય ગતિવિધિઓ અંગે કોઈ ઈન્ટેલિજન્સ રિપોર્ટ મળ્યો ન હતો.

3. માઉન્ટેન સ્ટાઈક કોરની સ્થિતિ શું છે. દેશ એ વિશ્વાસ ઈચ્છે છે કે સીમા પર અગાઉ જેવી સ્થિતિ સ્થાપિત થઈ જશે. વિપક્ષી દળોને આ અંગે સતત વાકેફ કરવામાં આવે.

આ પક્ષોએ સરકારને સાથે આપ્યો, કહ્યું- ચીનીઓને ઘૂસવા દેશું નહીં

1. તૃણમુલ અધ્યક્ષા મમતા બેનર્જીએ કહ્યું કે સર્વપક્ષી બેઠક દેશ માટે સારો સંદેશ છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે અમે અમારા જવાનો સાથે છીએ અને એક છીએ. તૃણમૂુલ મજબૂતપણે સરકાર સાથે છે. ટેલિકોમ, રેલવે અને એવિએશનમાં ચીનને દરમિયાનગીરી નહીં કરવા દેવામાં આવે. ચીનમાં કોઈ લોકતંત્ર નથી. તે એવું જ કરી શકે છે કે જે અહેસાસ કરે છે. ભારત જીતશે, ચીન હારશે. એકતાથી વાત કરીએ, એકતાની વાત કરીએ, એકતાથી જ કામ કરીએ.

2. JDUના અધ્યક્ષ નીતિશ કુમારે કહ્યું કે સમગ્ર દેશમાં ચીન વિરુદ્ધ ગુસ્સો છે. અમારી વચ્ચે કોઈ જ મતભેદ હોવા જોઈએ નહીં. આપણે સૌ સાથે છીએ. રાજકીય પક્ષોમાં કોઈ જ મતભેદ દેખાવા જોઈએ નહીં, જેનો અન્ય દેશ ગેરલાભ લઈ શકે છે. ભારત પ્રત્યે ચીનનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. ભારત ચીનને સન્માન આપવા માંગે છે પણ તેને 1962માં શું કર્યું.

નીતિશે કહ્યું- ભારતીય બજારોમાં ચીની માલ-સામાનનું ઘોડાપૂર એક મોટી સમસ્યા છે. આપણે સૌએ એક સાથ રહેવાનું છે અને કેન્દ્રને ટેકો આપવાનો છે.

3. શિવસેના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચીનના સૈનિકોના હુમલાને લઈ ખૂબજ આકરું વલણ અપનાવ્યું હતું. ઓલ પાર્ટી મીટિંગમાં તેમણે કહ્યું કે ભારત શાંતિ ઈચ્છે છે, પણ તેનો અર્થ એવો નથી કે  આપણે નબળા છીએ. ચીનનું ચરીત્ર દગો આપવાનું છે. ભારત મજબૂત છે, મજબૂર નહીં. આપણી સરકાર પાસે એવી શક્તિ છે કે તે આંખો કાઢીને તેના હાથમાં આપી દેશે.

4.સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું કે પાકિસ્તાન અને ચીનની નીયત સારી નથી. ભારત ચીનનું ડંપિંગ ગ્રાઉન્ડ નથી. ચીનના સામનો પર ભારતે 300 ટકા કસ્ટમ ડ્યુટી લગાવવી જોઈએ.

5.સિક્કીમ ક્રાંતિકારી મોર્ચાના ચીફ અને સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું-અમે પ્રધાનમંત્રીમાં સંપૂપ્ણ વિશ્વાસ છે. તેઓ અગાઉ પણ જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સર્જાયા છે ત્યારે ઐતિહાસિક પગલાં ભર્યા છે.

6.TRSના વડા અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યું કાશ્મીરમાં વિકાસના પ્રધાનમંત્રીના એજન્ડાથી ચીન ભડ્યું છે. આત્મનિર્ભર ભારતના નારાથી પણ ચીન પરેશાન છે.

7. DMKના નેતા એમકે સ્ટાલિને કહ્યું કે જ્યારે પણ દેશભક્તિની વાત આવે છે તો આપણે સૌ એક જ છીએ. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ચીન મુદ્દે જે નિવેદન આપ્યું છે તેનું સ્વાગત કરું છું.

8.NPPના કોનરાડ સંગમાએ કહ્યું કે સીમા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનું કામ અટકવું જોઈએ નહીં. મ્યાનમાર અને બાંગ્લાદેશમાં ચીનની પ્રવૃત્તિઓ પરેશાની ઉપજાવે તેવી છે. ઉત્તર-પૂર્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તેજન આપવાનું જે કામ પ્રધાનમંત્રીએ કહ્યું છે તે અટકવું જોઈએ નહીં.

9.BJDના નેતા પિનાકી મિશ્રાએ કહ્યું- ચીને ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ફરી એક વખત તેને અંધારામાં કાયરતાપૂર્ણ કાર્ય કરી આપણા સૈનિકો પર હુમલો કર્યો છે. તેણે એવા સૈનિકો પર હુમલો કર્યો છે કે જે શાંતિનો સંદેશ લઈ ગયા હતા.

10.YSR કોંગ્રેસના ચીફ અને આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ કહ્યું- પ્રધાનમંત્રીએ ભારતનું સમગ્ર વિશ્વમાં ગૌરવ વધાર્યું છે. તેમણે સમગ્ર વિશ્વમાં મહત્વની કૂટનીતિક સમજૂતીઓ કરી છે. પ્રધાનમંત્રી તમે અમારી શક્તિ છો. ભારતથી ઘણા લોકોને ઈર્ષા થાય છે. ચીન ભારતને અસ્થિર કરવા પ્રયત્ન કરી રહ્યું છે.

 અમને પ્રધાનમંત્રી પર સંપૂર્ણ વિશ્વાસઃ સિક્કીમના મુખ્યમંત્રી
સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે અમને પ્રધાનમંત્રી પર સંપૂર્ણ વિશ્વાસ છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે ત્યારે તેમણે હંમેશા ઐતિહાસિક નિર્ણય કર્યા છે. ભૂતપુર્વ સંરક્ષણ પ્રધાન અને NCPના પ્રમુખ શરદ પવારે કહ્યું કે સૈનિકોને હથિયાર ઉઠાવવાના છે કે નહીં તેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય સમજૂતીઓથી થાય છે અને આપણે આ પ્રકારના સંવેદનશીલ બાબતોનું સન્માન કરવાની જરૂર છે. CPMના નેતા ડી.રાજાએ કહ્યું કે અમેરિકા આપણને તેના ગઠબંધનમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આપણે તેનો વિરોધ કરવાની જરૂર છે. CPI(M)ના નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે આપણે પંચશીલના સિદ્ધાંતો પર ભાર આપવાની જરૂર છે.

આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત BSP નેતા માયાવતી, તૃણમુલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી ઉપસ્થિત છે. આ બેઠકમાં RJD અને આમ આદમી પાર્ટીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ચાર માપદંડના આધારે પાર્ટીઓને આમંત્રણ
ન્યૂઝ એજન્સી  ANIના સૂત્રો અુસાર 4 ક્રાઇટેરિયાના આધારે ઓલ પાર્ટી મીટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલો- દરેક નેશનલ પાર્ટી. બીજો- જે પાર્ટીઓના લોકસભામાં 5 સાંસદ છે. ત્રીજો- નોર્થ ઇસ્ટની મુખ્ય પાર્ટીઓ.  ચોથો- જે પાર્ટીના નેતા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ છે. તેના આધારે 20 પાર્ટી આજની મીટિંગમાં સામેલ થશે. 

RJD
નેતા તેજસ્વી યાદવે ટ્વિટ કરીને પૂછ્યું કે પાર્ટીના 5 સાંસદ હોવા છતા તેમની પાર્ટીને શા માટે આમંત્રણ આપ્યું નથી? ક્રાઇટેરિયા શું છે ?

આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે કહ્યું- કેન્દ્રમાં એક અજીબ અહંકારગ્રસ્ત સરકાર ચાલી રહી છે. કોઇ અગત્યના મુદ્દે ભાજપને AAPનું સૂચન જોઇતું નથી. 

આ પહેલાની ઓલ પાર્ટી મીટિંગમાં રાજનાથસિંહે અધ્યક્ષતા કરી હતી
દેશની સીમાઓની સુરક્ષાના મુદ્દે 6 વર્ષમાં આ ત્રીજી ઓલ પાર્ટી મીટિંગ હશે. ગત વર્ષે પુલવામા આતંકવાદી હુમલા બાદ 16 ફેબ્રુઆરી 2019ના ઓલ પાર્ટી મીટિંગ થઇ હતી. તે પહેલા POKમાં સર્જિકલ સ્ટ્રાઇક બાદ 29 સપ્ટેમ્બર 2016ના દિવસે મીટિંગ થઇ હતી. આ બન્ને મીટિંગની અધ્યક્ષતા તત્કાલિન ગૃહમંત્રી રાજનાથસિંહે કરી હતી. પરંતુ ચીન અંગે આજની મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન મોદી કરશે. 

મોદીએ કહ્યું- શાંતિ ઇચ્છીએ છીએ પણ જવાબ આપવામાં સક્ષમ 
સોમવારે 15 જૂને ગલવાન ઘાટીમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકો માર્યા ગયા છે પરંતુ ચીને તેની કબૂલાત કરી નથી. અથડામણના બે દિવસ બાદ 17 જૂને મોદીએ કહ્યું હતું- અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ જો કોઇ ઉશ્કેરણી કરશે તો જવાબ આપવામા પણ સક્ષમ છીએ. અમને શહીદો પર ગર્વ છે કે તેઓ મારતા મારતા શહીદ થયા. સીમાઓની સુરક્ષા કરવાથી અમને કોઇ નહીં રોકી શકે અને તેના વિશે કોઇને જરાય શંકા હોવી જોઇએ નહીં. 

ઓલ પાર્ટી મીટિંગ પહેલા કોંગ્રેસ-ભાજપ વચ્ચે નિવેદનો ચાલુ
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરૂવારે સવાલ કર્યો હતો કે આપણા જવાનોને હથિયાર વિના શહીદ થવા માટે શા માટે મોકલ્યા. તેના માટે કોણ જવાબદાર છે ? ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જવાબ આપ્યો- રાહુલ ગાંધી દેશને ભ્રમિત કરવાનું રાજકારણ બંધ કરે. વડાપ્રધાને ઓલ પાર્ટી મીટિંગ બોલાવી છે તેમ છતા રાહુલ ગાંધીને ધીરજ નથી. તેમને કોંગ્રેસે ચીન સાથે કરેલા કરારોને સમજવા જોઇએ. જો તેમને માહિતી ન હોય તો ઘરે બેસીને અમુક પુસ્તકો વાંચી લે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post