• Home
  • News
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, ‘મારી વાત માનીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ’, VCને ઈમેલ મોકલી ફરીયાદ કરી
post

એમપીએડ ભવનના પ્રો. વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીની ફરિયાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 12:07:20

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમપીએડ ભવનના પ્રો. ડો.વિક્રમ વંકાણી સામે વધુ એક વિદ્યાર્થિનીએ ઇ-મેલથી ફરિયાદ કરી છે. ફરિયાદ સાચી છે કે ખોટી તે અંગે તપાસ શરૂ કરાઈ છે. ઉપલેટાની વિદ્યાર્થિનીના નામે વીસીને કરાયેલા ઇ-મેલમાં આક્ષેપ કર્યો છે કે, હું ભૂતપૂર્વ વિદ્યાર્થિની છું અને 2018-19માં એમપીએડમાં અભ્યાસ કરતી હતી.

હાલના સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું
આ દરમિયાન અમારા સાહેબ ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. અને જો તેમની વાત હું માનું તો મને એમપીએડમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મેં ગયા વર્ષે 2019-20માં મારું એમપીએડ અધૂરું મુક્યું હતું. કારણ કે, મને એમ લાગતું હતું કે સાહેબના ડરથી કોઇ મને સાથ નહીં આપે, તેથી મેં આ વાત કોઇની સાથે ન કરી મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો, પરંતુ હાલના સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય તેથી અરજી કરું છું.

 

adv

Related News

post
post
post
post
post
post
post