• Home
  • News
  • ગુજરાતમાં 12 જાન્યુઆરીએ આવેલો વેક્સિનનો જથ્થો 1લી મેએ એક્સપાયર થશે, એક બોક્સમાં 1200 શીશી, રિટેલ માર્કેટમાં નહીં મળે
post

કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે સૌથી પહેલા ડોક્ટરનું મેડિકલ-પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 11:32:24

પુણેથી કોરોના વેક્સિનનું અમદાવાદ એરપોર્ટમાં આગમન થયું છે. ગુજરાતમાં હાલમાં સીરમ કોવિશીલ્ડ વેક્સિનનો કુલ 2 લાખ 76 હજારનો જથ્થો આવ્યો છે, જેમાંથી 1 લાખ 20 હજાર વેક્સિન અમદાવાદ અસારવા સિવિલ, જ્યારે 96 હજાર વેક્સિનનો જથ્થો ગાંધીનગર સિવિલ પહોંચ્યો છે. ત્યારે એક બોક્સમાં 1200 શીશી છે. ગુજરાતમાં આવેલી વેક્સિનને લઈને સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઊઠ્યા છે, જેમ કે વેક્સિન ફ્રી છે કે નહીં, કેવી રીતે વેક્સિન મળશે? વેક્સિનને રાખવા માટે શું વ્યવસ્થા કરાઈ છે વગેરે. ત્યારે આજે અમે આ લેખના માધ્યમથી વેક્સિનને લખતી કેટલીક માહિતીઓ આપી રહ્યા છીએ.

6 મહિના બાદ વેક્સિન એક્સપાયર થઈ જશે
ગુજરાતને મળેલા વેક્સિનના જથ્થાની વેલિડિટી 6 મહિના સુધીની જ છે. એરપોર્ટ પર આવેલા બોક્સમાં છપાયેલી માહિતી અનુસાર, વેક્સિન મેન્યુફેક્ચરિંગ તારીખ 3/11/2020ની છે, જ્યારે એની એક્સપાયર તારીખ 1/05/2021 દર્શાવવામાં આવી છે, એટલે કે આજે આવેલી વેક્સિન મે મહિના સુધી જ યોગ્ય રહેશે. ત્યાર બાદ એનો ઉપયોગ કરી શકશે નહીં. વેક્સિનના એક બોક્સમાં 1200 શીશીઓ (વાયલ) છે અને આ વેક્સિન નોટ ફોર સેલ છે, એટલે કે આને રિટેલ માર્કેટમાં વેચવામાં નહીં આવે.

અસારવા સિવિલમાં વેક્સિન માટે સ્પેશિયલ સ્ટોરેજ રૂમ
વેક્સિન અમદાવાદ આવે એ પહેલાં જ એના સ્ટોરેજ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. અસારવા સિવિલમાં પણ વેક્સિન માટે સ્પેશિયલ સ્ટોરેજ રૂમ બનાવવામાં આવ્યો છે. આ વેક્સિન 2 ડીગ્રી સેલ્સિયસ અને 8 ડીગ્રી સેલ્સિયસ કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવશે. વેક્સિનના બોક્સમાં ખાસ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે સૌથી પહેલા ડોક્ટરનું મેડિકલ- પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે, એ વગર વેક્સિન આપવામાં આવશે નહીં.

વેક્સિનો બીજો જથ્થો પુણેથી કોલ્ડ ચેઇનમાં સુરત-વડોદરા ખાતે મોકલવામાં આવશે
ગુજરાતમાં આવેલા વેક્સિનનાં 23 બોક્સમાંથી 10 બોક્સ અમદાવાદ અસારવા સિવિલ પહોંચ્યાં છે. સરકારને વેક્સિનનો એક ડોઝ 200 રૂપિયામાં પડશે. 16 જાન્યુઆરીથી વેક્સિન આપવાનું શરૂ કરશે, જેમાં સૌથી પહેલા હેલ્થવર્કર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાશે. વેક્સિનનો બીજો જથ્થો પુણેથી કોલ્ડ ચેઇનમાં સુરત-વડોદરા ખાતે મોકલવામાં આવશે, જેમાં સુરતમાં 93,500નો જથ્થો, જ્યારે વડોદરામાં 95450નો જથ્થો પહોંચાડવામાં આવશે. રાજકોટ માટે 77000નો જથ્થો બાય રોડ પહોંચશે. 16 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો-કોન્ફરન્સથી આરોગ્ય કર્મચારી સાથે વાતચીત કરવામાં આવશે. આ જથ્થો પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા અનુમાર્ગદર્શન બાદ અન્ય જથ્થો આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post