• Home
  • News
  • ભાદરવાનો ખરો તાપ નોરતાંમાં જોવા મળશે, હવે વરસાદ પડવાની શક્યતાઓ બહુ ઓછી, શરદ પૂનમથી એકાએક ઠંડી શરૂ થશે
post

આજે અને આવતીકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:48:03

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સીઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. ચાલુ વર્ષમાં ગુજરાતમાં કુલ 31.44 ઈંચ સાથે હવે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આખી સીઝનમાં વરસાદ થયો નહીં અને છેલ્લે, સપ્ટેમ્બરમાં આખી સીઝનનો વરસાદ થઈ ગયો, જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.

બીજી તરફ, આખા ભાદરવા મહિનામાં વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જેથી ભાદરવાનો ખરો તાપ હવે નવરાત્રિમાં અનુભવાશે, તેમજ શરદપૂનમથી એકાએક ઠંડીનો ચમકારો શરૂ થશે. અમદાવાદમાં આવતીકાલે મંગળવારથી ગરમી-ઉકળાટ વધશે અને મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી વધે તેવી સંભાવના છે.

છેલ્લા 24 કલાકમાં માત્ર 36 તાલુકામાં વરસાદ
રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટી ગયું છે. ગુલાબ અને શાહિન વાવઝોડાનો ખતરો ગુજરાતના માથેથી દૂર થઈ જતાં હવે વરસાદની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, અંકલેશ્વર, કરજણ, ઝાલોદ, હાંસોટ અને દાહોદમાં 25 મિમીથી વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌરાષ્ટ્રમાં 113 અને કચ્છમાં સીઝનનો 111 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 93 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 83 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની 29 ટકા જેટલી ઘટ છે. અહીં 71 ટકા વરસાદ આ સીઝન દરમિયાન પડ્યો છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોન

ઈંચ

ટકા

ઉત્તર ગુજરાત

20.19

71.59

દક્ષિણ ગુજરાત

53.54

93.05

મધ્ય ગુજરાત

26.53

83.65

કચ્છ

19.44

111.69

સૌરાષ્ટ્ર

31.33

113.55

ગુજરાત

31.44

95.09

​​​​​​14 જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ

ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન માત્ર 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની ઘટની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરના પ્રારંભે વરસાદની 45%થી વધારે ઘટ હતી, પરંતુ સપ્ટેમ્બરમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે ઘટ પણ રહી નથી. રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. એમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદાનો સમાવેશ થાય છે, જેમાં જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ સરેરાશ 138% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં વરસાદ

તાલુકો

વરસાદ (મિમી)

ઉમરપાડા

97

અંકલેશ્વર

74

કરજણ

37

ઝાલોદ

37

હાંસોટ

30

દાહોદ

25

વાલિયા

23

સુરત

19

બોડેલી

17

ડભોઈ

14

​​​​​અન્ય 14 જિલ્લા એવા છે, જ્યાં 35%થી ઓછી ઘટ

રાજ્યમાં 14 જિલ્લા એવા છે, જ્યાં 35%થી ઓછી ઘટ છે, જેમાં 33% સાથે દાહોદ-તાપી-અરવલ્લી સૌથી વધારે ઘટ ધરાવે છે. આ સિવાય સુરેન્દ્રનગર, તાપી, વડોદરા, સાબરકાંઠા, પાટણ, નવસારી, મહેસાણા, મહીસાગર, ખેડા, ગાંધીનગર, ડાંગ, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લા છે, જ્યાં હજુ વરસાદની ઘટ છે. રાજ્યના 251માંથી 59 તાલુકામાં 40 ઈંચથી વધુ, 129 તાલુકામાં 19.72થી 39.37, 61 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ વરસાદ નોંધાયો છે. માત્ર બે તાલુકા એવા છે, જ્યાં વરસાદ 4.69 ઈંચથી 9.84 ઈંચ વચ્ચે છે. સૌથી વધુ વરસાદ નોંધાયો હોય એવા જિલ્લામાં 90 ઈંચ સાથે વલસાડ મોખરે, 61.18 ઈંચ સાથે નવસારી બીજા અને 55.19 ઈંચ સાથે સુરત ત્રીજા સ્થાને છે.

અમદાવાદ જિલ્લામાં વરસાદથી ડાંગરને પાકને સૌથી વધુ નુકસાન
નોંધનીય છે કે, અમદાવાદ જિલ્લામાં સતત વરસાદને કારણે ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, ધોળકા તાલુકાના કેટલાંક ગામોમાં ડાંગરના પાકને વધુ નુકસાન થયું છે. જિલ્લાના નવ તાલુકા બાવળા, દસ્ક્રોઇ, ધંધુકા, ધોલેરા, ધોળકા, દેત્રોજ, માંડલ, સાણંદ અને વિરમગામ તાલુકામાં ઊભા પાકને કેટલું નુકસાન થયું છે, તેની જાણકારી માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સરવે થઈ રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post