• Home
  • News
  • પાયલટને પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવ્યા, બે ઉપમુખ્યમંત્રી બનાવવાની અટકળો અને રાજદ્રોહની નોટિસથી વાત બગડી
post

સિંધિયાને ભાજપમાં લાવનારા જફર ઈસ્લામે સંપર્ક કર્યો, આજે નક્કી થશે કે સચિન કોના પાયલટ બનશે?

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:20:34

જયપુર: આ કહાણી શરૂ થાય છે... શનિવાર સાંજથી . જ્યારે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટ 10-12 ધારાસભ્યો સાથે દિલ્હી રવાના થઈ જાય છે. અહીંયાથી રાજકીય વાઈરસના પ્રારંભિક લક્ષણો દેખાવાના શરૂ થઈ જાય છે. રવિવારે સવારે 9 વાગ્યે પાયલટ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે ફોન પર વાત કરે છે.

પાયલટે તેમણે કહ્યું કે, SOGના ધારાસભ્યોએ ખરીદ વેચાણના મામલામાં મને 120B હેઠળ નિવેદન લેવાની નોટિસ મોકલી છે. 120B રાજદ્રોહમાં લાગે છે. જ્યારે આ મામલામાં હું ન તો આરોપી છું, ન શંકાસ્પદ. માત્ર બે લોકોની મોબાઈલ પર વાતચીતના આધારે મને આ નોટિસ મોકલવામાં આવી છે.


આ મામલામાં નિવેદન લેનું તો એક બહાનું છે. મને જેલમાં નાંખવાનું કાવતરુ પણ હોઈ શકે છે. અહીંયાથી જ પાયલટના સુર બળવાના થઈ જાય છે. રાજકીય શેરીઓમાં સચિન પાયલટને પ્રદેશઅધ્યક્ષ પદ પરથી હટાવવા તથા બે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની અટકળો તો અલગથી ચાલી રહી હતી.

શું ઘોડાના અસ્તબલમાંથી ગયા પછી જ આપણે જાગીશું?-સિબ્બલ
બપોરે 12:27 વાગ્યે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ એક ટ્વિટ કરે છે, હું પાર્ટી માટે ચિંતિત છું. શું ઘોડો અસ્તબલમાંથી જતો રહેશે પછી આપણે જાગીશું? કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલનું પણ નિવેદન સામે આવે છે કે, વાત હવે વધી ગઈ છે. અશોક ગેહલોતે કોંગ્રેસ હાઈ કમાન્ડને જાણકારી આપી છે કે સચિન પાયલટ ભાજપના સંપર્કમાં છે અને સરકાર પાડવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બે નિવેદનો પછી રાજસ્થાન સરકાર ડામાડોળ થવાની અટકળો વધી ગઈ છે. તો આ તરફ પાયલટે કોંગ્રેસ નેતાઓના ફોન ઉઠાવવાના બંધ કરી દીધા છે.


બપોરે લગભગ 1.30 વાગ્યે ભાજપની એન્ટ્રી થાય છે. જ્યોતિરાદિત્ય સિંધિયા સૌથી પહેલા તેમના જુના સાથી સચિન પાયલટને મળે છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, ત્યારપછી ભાજપ પ્રવક્તા જફર ઈસ્લામ પાયલટનો સંપર્ક કરે છે. રાજકીય ગુણાકાર ભાગકારની આકારણી થાય છે.

અલગ પાર્ટી બનાવવા અંગે પણ વિચાર ચાલી રહ્યો છે 
આ ચર્ચા પછી જફર ઈસ્લામ સતત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને અપડેટ આપી રહ્યા છે અને નડ્ડા ક્ષણે ક્ષણની માહિતી અમિત શાહ સુધી પહોંચાડે છે. મહત્વની વાત તો એ છે કે જફર ઈસ્લામે જ જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં સામેલ કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. સૂત્રોનું કહેવું છે કે પાયલટ અલગ પાર્ટી બનાવવા અંગે પણ વાત કરે છે.

સાંજે લગભગ 5.27 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધિયા ટ્વિટ કરે છે, મારા જુના સાથી સચિન પાયલટની સ્થિતિ જોઈને દુઃખી છું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમને બાજુ પર મુકી દીધા છે. એ જ બતાવે છે કે કોંગ્રેસમાં ટેલેન્ટ અને ક્ષમતાની કદર નથી થતી. 

ઘણા સવાલોનો હજુ જવાબ નથી 
સાંજે લગભગ 6.30 વાગ્યે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને રાજસ્થાન કોંગ્રેસ ચૂંટણી પ્રભારી અવિનાશ પાંડે પાયલટ સાથે વાતચીત કરે છે. આ દરમિયાન એક ફોર્મ્યુલા પર ચર્ચા થાય છે. આ ફોર્મ્યુલા લઈને સુરજેવાલા, અવિનાશ પાંડે તથા અજય માકન જયપુર રવાના થાય છે. 
મોડી રાતે લગભગ 9 વાગ્યે લગભગ 72 કલાકથી ચુપ સચિન પાયલટનું ચોંકાવી દે તેવું નિવેદન સામે આવે છે. 30 ધારાસભ્ય મારી સાથે છે અને ગેહલોત સરકાર લઘુમતીમાં છે. જો કે, ઘણા સવાલોના હજુ જવાબ નથી. શું પાયલટ ભાજપમાં જોડાશે? શું તે CM બનવાની શરતે કોંગ્રેસમાં પાછા આવી શકે છે? શું તે અલગ પાર્ટી બનાવશે?

 

adv

Related News

post
post
post
post
post
post
post