• Home
  • News
  • સંતરામ મંદિરના મુખ્ય રસોઇયાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, ગાદીપતિ મહારાજ ક્વોરન્ટીન થયાઃ જિલ્લામાં કુલ 154 કેસ થયા
post

નડિયાદમાં 3, ખેડા,માતર,કપડવંજ અને મહેમદાવાદમાં એક એક દર્દી નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 10:12:31

નડિયાદ: ખેડા જિલ્લામાં રવિવારે કોરોનાના કુલ 7 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં નડિયાદ શહેરમાં વધુ 3 પોઝિટીવ દર્દીઓ મળી આવતાં તંત્ર દ્વારા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે શહેરમાં પોઝિટીવ આવેલા કેસમાં એક તબીબ છે અને બીજા સંતરામ મંદિરમાં મહારાજશ્રીના મુખ્ય રસોઇયા તરીકે સેવા આપતાં વૃધ્ધ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો 154 પર પહોંચ્યો છે.

રસોઇયાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
નડિયાદ શહેરના સુપ્રસિધ્ધ સંતરામ મંદિરમાં મહારાજશ્રીના મુખ્ય રસોઇયા તરીકે સેવા આપતાં અને શહેરના આઇ.જી. માર્ગ ઉપર આવેલ શિવાનંદ પાર્કમાં રહેતા કનુભાઇ મોહનભાઇ પ્રજાપતિ (ઉ.વ.65) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના સંતરામ રોડ ઉપર એક્સ રે અને સોનોગ્રાફી ક્લિનીક ચલાવતાં  અને શહેરના સિવિલ રોડ ઉપર નરેન્દ્ર પાર્ક સોસાયટીમાં રહેતા ડો.કિર્તીકુમાર ચંદ્રકાન્તભાઇ ઠક્કર (ઉ.વ.65) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ભોજા તલાવડી રોડ ઉપર સન્માન સોસાયટીમાં રહેતા ઉસ્માનભાઇ અબ્દુલભાઇ રામોલા (ઉ.વ.65) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને પણ સારવાર અર્થે એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વિવિધ ગામોમાં પણ કોરોનાના કેસ
આ ઉપરાંત માતર તાલુકાના ખ્રિસ્તી ફળિયામાં રહેતા નીતાબેન અરૂણભાઇ શ્રીમાળી (ઉ.વ.43) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નાયકાના મહેશ્વરી રાઇસ મીલની પાછળ  રહેતા નટવરભાઇ માણેકલાલ પટેલ (ઉ.વ.73) નો તથા મહેમદાવાદમાં રહેતા રમાબેન કમલેશભાઇ પરમાર (ઉ.વ.66) નો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કપડવંજ તાલુકાના તોરણા ગામે રહેતા બળદેવભાઇ સોમાભાઇ પટેલ (ઉ.વ.73) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જિલ્લામાં રવિવારે કુલ આંકડો 154 પર પહોંચ્યો છે, ત્યારે સંક્રમણની સ્થિતી વધુને વધુ ગંભીર બનતી જઇ રહી છે. 

સંતરામ મંદિરના મહારાજશ્રી ક્વોરેન્ટાઇન થયા 
સંતરામ મંદિરના મુખ્ય રસોઇયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ મહારાજશ્રી સ્વયં ક્વોરેન્ટાઇન થઇ ગયા છે. અન્ય કોઇને સંક્રમણની ભિતી ન ઉભી થાય તેની પણ તકેદારી મંદિર દ્વારા રાખવામાં આવી રહી છે. નગરજનોની સુખાકારી માટે સતત મહારાજશ્રી પ્રાર્થના કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post