• Home
  • News
  • રાજીનામાં પ્રકરણથી ભાજપના નારાજ ધારાસભ્યોના જૂથમાં સોપો પડ્યો, હવે અંદરોઅંદર ચણભણ શરૂ થઇ
post

આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં વર્ષોથી કાર્યરત મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, રાઘવજી ગડારા સહિતના પાટીદાર નેતાઓ કોરાણે મૂકાઇ ગયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:40:11

ગાંધીનગર: કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યોના રાજીનામાંના પ્રકરણ બાદ ભાજપના નારાજ ધારાસભ્યોના જૂથમાં જબરદસ્ત સોંપો પડી ગયો છે. હાલ એ જૂથમાં એક અજંપાભરી શાંતિ છે પણ અંદરોઅંદર ચણભણ શરૂ થઇ ચૂકી છે. કોંગ્રેસ છોડીને આવેલાં એક કે બે વ્યક્તિને મંત્રી બનાવાય તેવી શક્યતાને જોતાં હવે નારાજ ધારાસભ્યોના જૂથમાં અકળામણ વધી છે. જો કે હાલકોઇ પ્રતિક્રિયા વ્યક્ત ન કરવી તેવું મોટાભાગના ધારાસભ્યોએ મન બનાવ્યું છે. ભાજપના એક વરિષ્ઠ ધારાસભ્યના જણાવ્યા અનુસાર તેઓ હવે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેશે, કારણ કે કોરોનાનું સંક્રમણ લાગી જાય તો તેઓ મતદાનથી વંચિત રહી શકે છે અને તેના કારણે પક્ષના મત ખૂટી શકે. આવાં સંજોગોમાં હવે સ્થાનિક સંગઠનના લોકો તેમના વતી વિસ્તારમાં કામ કરશે.

મેરજા મંત્રી, ઘરના છોકરાં...?
મેરજા આવનારી પેટાચૂંટણીમાં ભાજપના નિશાન પર લડશે અને સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનશે તેવી વાત ભાજપના વરિષ્ઠ નેતા જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમથી ભાજપમાં વર્ષોથી કાર્યરત મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા, રાઘવજી ગડારા સહિતના પાટીદાર નેતાઓ કોરાણે મૂકાઇ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post