• Home
  • News
  • PM મોદીએ કાર્યક્રમ બદલ્યો:PM આજે સવારે સીધા ગાંધીનગર આવી કેશુભાઈના પરિવારજનોને મળશે, બપોરે કેવડિયા જવા રવાના થશે
post

2017માં પુત્રનું અવસાન થતાં PM મોદી કેશુભાઈને સાંત્વના આપવા ગયા હતા ત્યારની તસવીર

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 09:02:56

કેશુભાઈ પટેલના અવસાનને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે કેવડિયાને બદલે તેઓ શુક્રવારે સવારે સીધા ગાંધીનગર આવશે અને કેશુભાઇ પટેલના નિવાસસ્થાને જઇને તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવશે તેમજ ગુજરાતી ફિલ્મજગતના બે ધુરંધર કલાકારો એવા નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાનું એક જ સપ્તાહમાં નિધન થયું છે. તેમનો પરિવાર પણ ભાજપ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલો છે અને તેમના પરિવારને પણ પીએમ મોદી સાંત્વના પાઠવે એવી શક્યતા છે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી કેવડિયા જશે.

વડાપ્રધાન મોદીએ ગુરુવારે સોશિયલ મીડિયા મારફત કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પુષ્પહાર પણ મોકલાવ્યો હતો. હવે શુક્રવારે સવારે તેઓ ગાંધીનગર આવશે અને બપોરે કેવડિયા જવા રવાના થશે. મોદી કેવડિયા ખાતે જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક, યુનિટી ગ્લો ગાર્ડન, કેક્ટસ ગાર્ડન સહિત 17 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. 9 પ્રોજેક્ટ જેટ્ટી અને બોટિંગ નેવિગેશન ચેનલ, નવો ગોરાબ્રિજ, ગરુડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઇકો ટૂરિઝમ, સરકારી વસાહતો, બસ ટર્મિનસ તથા હોમ સ્ટે પ્રોજેક્ટની તકતીનું અનાવરણ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીકની જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનિટની રાઇડમાં પણ બેસશે. કેવડિયા એક અબજ લાઇટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ આસપાસના 25 કિલોમીટર સુધીના વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલી ડેકોરેટિવ લાઇટિંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઇન કરાયેલી ડેકોરેટિવ લાઇટિંગનું પણ ઉદઘાટન કરશે. 4 નવા પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, એસઆરપી ક્વાર્ટર્સ તેમજ પાંચ ગામના અસરગ્રસ્તોને વસાવવા માટેનાં 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાન્યાસ કરશે.

31મીએ સવારે તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલજયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ જ દિવસે આરોગ્ય વનની મુલાકાત લીધા બાદ એકતા પરેડમાં હાજરી આપશે. તેઓ દેશના સૌપ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. કેવડિયાના વોટર ડ્રોમનું ઉદઘાટન કરી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ રિવરફ્રન્ટ પહોંચશે અને અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

PM મોદીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા PM મોદીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કર્યાં હતાં કે અમારા પ્રિય અને આદરણીય કેશુભાઇનું અવસાન થયું છેહું ખૂબ દુ:ખી અને વ્યથિત છું. તેઓ સમાજના દરેક વર્ગની સંભાળ રાખનારા એક ઉત્તમ નેતા હતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને દરેક ગુજરાતીના સશક્તીકરણ માટે સમર્પિત હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post