• Home
  • News
  • MPમાં લવ જેહાદ બિલને કેબિનેટની મંજૂરી:આરોપીને 10 વર્ષની જેલની સજા થશે, મદદ કરનારાઓને પણ સજા થશે; પીડિત અને બાળકને ભારણ-પોષણનો અધિકાર
post

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ઘરે યોજાઇ હતી બેઠક, શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 12:44:55

મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ જેહાદ વિરોધી કાયદાને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરોધી બિલ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020'ને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટે લવ જેહાદ સામેના બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. હવે તે 28 ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કાયદો વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પહેલા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કહી ચૂક્યા છે કે કાયદો કડક બનાવવો જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે.

બિલના મુખ્ય મુદ્દા

·         લાલચ આપીને, ધમકી આપીને ધર્મપરિવર્તન કરવું અને લગ્ન કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ. આ ગુનો બિનજામીનપાત્ર રહેશે.

·         ધર્મપરીવર્તન કર્યા બાદ થનાર લગ્નના 2 મહીના પહેલા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને ધર્મ પરીવર્તન અને લગ્ન કરવા અને લગ્ન કરાવનારા બંને પક્ષોને લેખિતમાં અરજી કરવાની રહેશે.

·         અરજી કર્યા વિના ધર્મપરીવર્તન કરાવનારા ધર્મગુરુ, કાઝી, મૌલવી અથવા પાદરીઓને પણ 5 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ છે.

·         ધર્મપરીવર્તન અને બળજબરીપૂર્વક લગ્નની ફરિયાદ પીડિત, માતાપિતા, પરિવારજન દ્વારા કરી શકાય છે.

·         જે લોકો મદદ કરે છે તેમને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે.

·         બળજબરીથી ધર્મપરીવર્તન અથવા લગ્ન કરાવનારી સંસ્થાઓની નોંધણી રદ કરવામાં આવશે.

·         આ પ્રકારના ધર્મપરીવર્તન અને લગ્ન કરાવનારી સંસ્થાઓને દાન આપનાર સંસ્થાઓ કે દાન લેનારી સંસ્થાઓની નોંધણી પણ રદ કરવામાં આવશે.

·         આ પ્રકારના ધર્મપરીવર્તન અને લગ્ન માટે મદદ કરનાર તમામ આરોપીઓ સામે મુખ્ય આરોપીની જેમ કાર્યવાહી કરવામાં આવશે.

·         પોતાના ધર્મમાં પાછા ફરવા પર તેને ધર્મપરીવર્તન માનવામાં આવશે નહીં.

·         પીડિત મહિલા અને જન્મેલા બાળકને ભારણ-પોષણનો અધિકાર મેળવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે.

·         આરોપીએ જ નિર્દોષતાના પુરાવા રજૂ કરવાના રહેશે.

ઉત્તરપ્રદેશમાં પણ આરોપીને 10 વર્ષની સજા
ઉત્તરપ્રદેશમાં ખોટી રીતે ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અમલમાં આવ્યો છે. તેને 28 નવેમ્બરના રોજ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે તેનું બિલ 24 નવેમ્બરના રોજ પાસ કર્યું હતુ. યોગી આદિત્યનાથે વિધાનસભાની પેટા-ચુંટણી દરમિયાન કહ્યું હતું કે, મહિલાઓને સુરક્ષા આપવાના હેતુથી રાજ્યમાં લવ જેહાદ સામે કાયદો લાવવામાં આવશે. હરિયાણા, કર્ણાટક અને ભાજપ શાસિત કેટલાક અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હતું, જ્યાં આ કાયદો પસાર કરવામાં આવ્યો. યુપીમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની જોગવાઈ છે અને આ કાયદા હેઠળ વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post