• Home
  • News
  • અમદાવાદ, સુરત, હૈદરાબાદ, ચેન્નઇ અને થાણેમાં સ્થિતિ ગંભીર, કેન્દ્રે 4 ટીમ મોકલી
post

કેન્દ્રએ કહ્યું- લૉકડાઉનનું ઉલ્લંઘન થતું રહ્યું તો લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 09:50:11

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોનાના નવા હોટસ્પોટ બનેલાં શહેરો- અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ ખૂબ ગંભીર ગણાવી છે. ત્યાંની સ્થિતિ પર દેખરેખ માટે ગૃહ મંત્રાલયે નવી 4 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રચી છે, જેમાંથી બે ગુજરાત આવશે જ્યારે એક-એક ટીમ તેલંગાણા અને તમિલનાડુ જશે. અગાઉ મુંબઇ-પૂણે મોકલાયેલી ટીમને થાણેની પણ જવાબદારી સોંપાઇ છે. આ ટીમો લૉકડાઉનની કડકાઇ, જીવનજરૂરી ચીજોનો સપ્લાય, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વાસ્થ્ય માળખાની તૈયારી, સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા તથા ગરીબો માટે બનાવાયેલી રાહત શિબિરોની દેખરેખ બાદ રાજ્યોને નિર્દેશ આપશે તથા કેન્દ્રને પણ રિપોર્ટ સોંપશે.

6 કેન્દ્રિય ટીમ મોકલવામાં આવી
ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના ઘણા ભાગોમાં લૉકડાઉનના ભંગની ઘટનાઓએ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી દીધું છે, જેનાથી ચેપ પણ ફેલાઇ શકે છે. હોટસ્પોટ્સમાં લૉકડાઉનનો ભંગ બેરોકટોક ચાલુ રહેવો ખતરનાક છે. નોંધનીય છે કે અગાઉ 6 કેન્દ્રીય ટીમ ઇન્દોર, મુંબઇ, પૂણે, જયપુર અને કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના 7 જિલ્લામાં મોકલાઇ હતી.

3મે પછી પણ લોકડાઉન લંબાવામાં આવ્યું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી અપાતી છૂટછાટને રદ્દ કરી આ વિસ્તારમાં ટીમને વધુ કડક પગલાં લેવાની સત્તા અપાઈ છે અને તેમાં રાજ્ય સરકાર પોતાની રીતે કોઈ સુધારો નહીં કરી શકે. તેથી શક્ય છે કે આ વિસ્તારમાં લૉકડાઉન 3 મે પછી પણ ચાલુ રહેશે અને હજુ પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. આ ટીમ કેસોની સંખ્યા તથા મૃતકાંક ઘટાડવા તમામ પગલાં ઘડશે. જેમાં લૉકડાઉન તથા કન્ટેનમેન્ટ નિયમોનું પાલન, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન, બહાર ફરતા કે એકઠા થતા લોકો પર નિયંત્રણ, સરકારી સ્ટાફ અને કોરોના વોરિયર્સ સામેના અત્યાચાર, સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ ઉપરાંત પીપીઇ કીટ, ટેસ્ટ કીટ, વેન્ટિલેટર, હોસ્પિટલ અને અન્ય સુવિધાની દેખરેખ રાખશે. આ કમિટીની રચના કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમો 35(1), 35(2)(ક), 35(2)(ચ) અને 35(2)(ટ) હેઠળ કરાઈ છે. કેન્દ્ર સરકારના આ કાયદા હેઠળ મૂકાયેલા નિયંત્રણમાં જો કમિટિ વધારો કરે કે કરવા સૂચવે તો, રાજ્ય સરકાર તેને નબળો પાડી શકે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post