• Home
  • News
  • ગુજરાતમાં ફટાકડા ફોડી શકાશે કે નહીં?:રાજ્ય સરકાર નિર્ણય જાહેર કરશે, વધુ પ્રદૂષણવાળા શહેરોમાં મનાઈ ફરમાવે તેવી શક્યતા
post

બંગાળમાં કાલીપૂજા અને દિવાળીમાં ફટાકડા નહીં ફોડાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-07 11:22:19

દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ છે. આ મામલે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઈ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય એ માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી.

ગુજરાતના કેટલાક શહેરોને ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ ફટકારી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છએ. આવા પ્રદૂષિત શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. આ નિર્ણય કોરોનાની સ્થિતિ અને હવા પ્રદૂષણને આધારે લેવામાં આવશે. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જોકે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવી છે એ યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે.

સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં
અગાઉ સુપ્રીમ કોર્ટમાં 2018ની સાલમાં ફટાકડાનાં ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ અને નિયંત્રણો માગતી થયેલી અરજી સંદર્ભે જસ્ટિસ એ. કે. સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે હુકમ કર્યો હતો કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. તેમણે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધની માગ ફગાવતાં આ માટેની સમયમર્યાદા નક્કી કરી હતી.

ફટાકડા અને દિવાળીને લઈને એક એસઓપી બની શકે
ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે એવી શક્યતા છે. ફટાકડા ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય એ રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષનાં સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે એ રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.

આ જગ્યાએ પ્રતિબંધ
રાજસ્થાનમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મુકાયો
સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

બંગાળમાં કાલીપૂજા અને દિવાળીમાં ફટાકડા નહીં ફોડાય
કોરોનાને કારણે રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળે પણ કાલીપૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

મધ્યપ્રદેશ, ઓડિશા અને દિલ્હીમાં ગુરુવારે પ્રતિબંધ મુકાયો
કોરોના અને વધતા પ્રદૂષણને કારણે ગુરુવારે મ.પ્ર., દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post