• Home
  • News
  • રાજકોટમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, વધુ બે લોકોએ લીધા અંતિમ શ્વાસ
post

કામ અથવા અન્ય કોઈ રીતે આપણે સતત સ્ટ્રેસમાં રહેતા હોવાના કારણે હાર્ટ એટેક આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-01 20:16:59

રાજ્યમાં હાર્ટ એટેકના કારણે નવ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આજે રાજકોટથી વધુ બે ઘટનાઓ સામે આવી છે, જ્યાં શાકભાજી વેચનાર આધેડ અને એક પ્રૌઢનું હાર્ટ એટેકના કારણ શ્વાસ થંભી ગયા હતા. તેમના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.  

માહિતી અનુસાર, રાજકોટના RMC હુડકો ક્વાર્ટરમાં રહેતા 46 વર્ષીય મધુભાઈ પોલાભાઈ સાબડ છકડો રીક્ષામાં શાકભાજી વેચવા નિકળ્યા હાતા. તેને અચાનક છાતીનો દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તો બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીધર પાર્કમાં રહેતા 54 વર્ષીય રઘુભાઈ શિયાળીયાને અચાનક હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડ્યા હતા.તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

માનસિક તણાવયુક્ત જીવનશૈલીના કારણે હાર્ટ એટેકની સંભાવના રહે છે

સૌપ્રથમ જો કોઈ કારણ હોય તો તે છે આપણો અનિયમિત આહાર અને જીવન શૈલી. જેના કારણે સતત કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. બીજુ કારણ કામ અથવા અન્ય કોઈ રીતે આપણે સતત સ્ટ્રેસમાં રહેતા હોવાના કારણે હાર્ટ એટેક આવે છે. જેમા માનસિક તણાવયુક્ત જીવનશૈલીના કારણે હાર્ટ એટેક આવવાની સંભાવના રહે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post