• Home
  • News
  • અંધશ્રદ્ધાનો ભોગ બનેલાં દંપતીનું અટપટું રહસ્ય:200 કિલો લોખંડની ધારદાર વસ્તુ પડી ને માથાં એક ઝાટકે અલગ થઈ ગયાં! પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ નહીં
post

પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:10:46

રાજકોટ: વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ વધતા જોવા મળી રહ્યા છે. આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના રાજકોટ જિલ્લાના વીંછિયામાં સામે આવી છે, જ્યાં દંપતીએ જાતે જ સજોડે પોતાનો બલિ ચડાવ્યો હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.

આ ઘટના કેવી રીતે બની એને નીચેના પોઈન્ટમાં સમજો...

·         પોતાની વાડીમાં કંતાન બાંધીને તંબૂ ઊભો કર્યો

·         એમાં 2 ફૂટ બાય 2 ફૂટનો હવનકુંડ બનાવ્યો

·         હવન પ્રગટાવીને વિધિ કરી

·         હવનકુંડની પાળીને લગોલગ એક માચડો ઊભો કર્યો

·         એ​​​​માં લોખંડની 200 કિલોની ધારદાર વસ્તુ ટીંગાડી

·         આ વસ્તુને દોરી સાથે બાંધી દીધી અને દોરીનો છેડો પોતાની પાસે રાખ્યો

·         પછી દંપતી હવનકુંડની પાળી પર માથું રાખીને સૂઈ ગયા

·         હેમુભાઈએ દોરી સળગાવી ને ઉપર સુધી દોરી સળગી

·         માંચડા પર ટીંગાડેલી ધારદાર વસ્તુ પાસે દોરી સળગી​​​​​​​

·         અચાનક લોખંડની વસ્તુ ઉપરથી ફોર્સ સાથે પડી

·         લોખંડની ધારથી બંનેનાં માથાં કપાઈ ગયાં

·         ​​​​​​​​​​​​​​પત્નીનું માથું કુંડમાં પડીને સળગી ગયું, પતિનું માથું કુંડની બહાર પડ્યું

કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાતી નથી
આ અંગે DYSP કે.જી.ઝાલાએ મીડિયાને જણાવ્યું હતું કે,અમે અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ મામલે FSLની મદદ લઇ મૃતદેહનું ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ જણાતી નથી છતાં ઉંડાણપૂર્ણક તપાસ ચાલુ છે. દંપતી કઈ ધાર્મિક વિધિ કરતા હતા તે અંગે પણ પુછપરછ કરી તપાસ ચાલુમાં છે. હાલ કોઈની સંડોવણી હોય તેવું લાગતું નથી. આમ છતાં અલગ અલગ નિવેદનો લેવા તજવીજ ચાલુ છે. તેવું તેમણે જણાવ્યું હતું.

 

​​​​​​​​​​​​​​દંપતીએ જાતે બલિ ચડાવી જિંદગીનો અંત આણ્યો
અંધશ્રદ્ધાની આ ઘટના રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાની છે. વીંછિયા મોઢુકા રોડ પર હેમુભાઈ ભોજાભાઈ મકવાણાની વાડી આવેલી છે. વાડીની અંદર તેમનાં જ પુત્ર અને પુત્રવધૂ લગભગ છેલ્લા બે મહિનાથી હવનકુંડ બનાવી ધાર્મિક વિધિ કરતાં હતાં. જોકે ગઇકાલે રાત્રે દીકરા-દીકરીને મામાના ઘરે મૂકી આવ્યા બાદ દંપતીએ જાતે બલિ ચડાવી જિંદગીનો અંત આણી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

કેવી રીતે કમળપૂજા કરાઈ?
વીંછિયાના એક ખેતરમાં બનાવેલા ઝૂંપડામાં તાંત્રિકવિધિ કરીને આહુતિ આપવાનો ચકચારી બનાવ બન્યો છે. આ સમગ્ર બનાવમાં જૂના જમાનામાં રાજા-મહારાજા અને અંગ્રેજો દ્વારા અપાતી મૃત્યુદંડની સજા માટે વપરાતા માંચડા જેવો માંચડો તૈયાર કરાયેલો હતો. એમાં પતિ-પત્ની હવનકુંડની બાજુમાં સૂઈ ગયાં હતાં. કોઈપણ રીતે માંચડામાં ભારેખમ લોખંડના ધારદાર અને વજનદાર એક હથિયારને બે પાઈપના સહારે ઉપર ચડાવ્યું હતું. ત્યાર બાદ એને એક દોરી બાંધી હતી. જે દોરીને કોઈપણ પ્રકારે કાપીને કે છૂટી મૂકીને છાપરાની ઊંચાઈથી પટક્યું હતું. એમાં પતિ અને પત્નીનાં મસ્તક કપાઈ ગયાં હતાં. પત્નીનું મસ્તક હવનકુંડમાં પડ્યું હતું અને પતિનું મસ્તક હવનકુંડથી દૂર પડ્યું હતું.

નાના ઝુંપડામાં હવનથી લઈને કમળપૂજા
ખેતરમાં ઊભા કરાયેલા ઝુંપડામાં પતિ-પત્નીએ જ્યાં હવનમાં આહુતિ આપી ત્યાં એક શિવલિંગ સ્થાપવામાં આવ્યું હતું. એને ફૂલહાર પણ કરાયા હતા. જ્યારે હવનકુંડ પાસે શ્રીફળ રાખવામાં આવ્યાં હતાં, સાથે સાથે બાજુમાં અગરબત્તીઓ પણ પ્રગટાવવામાં આવી હતી. એટલું જ નહીં, ત્યાં પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. અબીલગુલાલથી કોઈ દેવતાના ફોટો અને હાથે બનાવેલી કોઈ દેવતાની મૂર્તિને ફૂલહાર કરાયો હતો. ત્યાં લીંબુ, માળા અને કળશ પણ પડ્યાં હતાં. જ્યારે પતિ-પત્નીએ બલિ આપવા માટે જૂના જમાનામાં તૈયાર કરાતા મૃત્યદંડ માટેના ધારધાર અસ્ત્ર જેવું શસ્ત્ર બનાવીને દોરીથી બાંધ્યું હતું. એને સંભવતઃ એક લોખંડની કરવતની મદદથી કાપવામાં આવ્યું હોવાની શક્યતા છે.

કમળપૂજામાં પત્નીનું શીશ સળગી ગયું
માંચડો બનાવીને પતિ-પત્નીએ હવનમાં આહુતિ આપી હતી. એમાં પત્નીનું માથું કપાઈને હવનકુંડમાં પડ્યું હતું, જ્યારે પતિનું માથું હવનકુંડથી છેટે પડ્યું હતું. આ સમગ્ર બનાવથી જસદણ વીંછિયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સ્ટેમ્પ પેપર પણ મળ્યું
પતિ-પત્નીએ હવનકુંડમાં કમળપૂજા કર્યાના બનાવમાં બે સુસાઈડ નોટ પણ મળી છે. બંને સુસાઈડ નોટને લોકો જોઈ શકે એ માટે ચિપકાવવામાં આવી હતી, સાથે રૂ. 50નો સ્ટેમ્પ પેપર પણ મળ્યો હતો.

મારાં બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતાં: પિતરાઈ ભાઈ
મૃતક હંસાબેનના પિતરાઈ ભાઈ જેન્તીભાઈ જતાપરાએ જણાવ્યું હતું કે મારાં બેન અને બનેવી ખૂબ જ ધાર્મિક હતાં. ઘરે પણ રામાપીરનું મંદિર બનાવ્યું છે અને વાડીએ પણ હવનકુંડ છેલ્લા બે મહિનાથી બનાવ્યો છે. ગઈકાલે રાતથી આજ સવાર સુધીમાં તેમણે બલિ ચડાવવાનું નક્કી કરી લીધું હોય એ રીતે ચડાવી જિંદગી છોડી દીધી છે. આર્થિક કે સમાજિક કોઈ તકલીફ ન હતી. આવું કરવા પાછળનું કારણ શું છે એ કોઈ જાણતું નથી.

વાડીએ 2X2 ફૂટનો હવનકુંડ બનાવ્યો
તેમણે વધુમાં તેમણે જણાવ્યું હતું કે વાડીએ પોતે જાતે જ એક 2 ફૂટ બાય 2 ફૂટનો હવનકુંડ બનાવ્યો હતો. માથું હવનકુંડમાં જ પડે અને હોમાઇ જાય એ મુજબ આયોજન કરી અગાઉથી જ એક 10 મણ વજનનો મોતનો માંચડો બનાવ્યો હતો. બંને બાજુમાં સૂઇ ગયા હતા અને માંચડાનું દોરડું ખેંચતાં બંનેનાં માથાં ધડથી અલગ થઇ ગયાં હતાં, જેમાં હંસાબેનનું માથું હવનકુંડમાં પડતાં હોમાઇ ગયું હતું, જ્યારે હેમુભાઈનું માથું હવનકુંડના બદલે કુંડથી બહાર પડ્યું હતું અને એ હોમાયું ન હતું.

બે પેજની સુસાઇડ નોટ મળી આવી
બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં સ્થળ પર પહોંચી તપાસ કરતાં બે પેજની સુસાઇડ નોટ મળી આવી હતી. એમાં લખ્યું હતું કે તમે ત્રણેય ભાઈ હારે રેજો અને મા-બાપની જેમ ધ્યાન રાખજો અને સાથે જ બેનનું પણ ધ્યાન રાખજો. મારા છોકરાઓનું ધ્યાન રાખજો અને મારી છોકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઈને ધ્યાન રાખજો અને પરણાવી દેજો. મને મારા ભાઈ પર પૂરો ભરોસો છે.

જ્યારે બીજા એક પેજમાં લખ્યું છે કે જય ભગવાન, જય ભોલેનાથ અમે બેય અમારા હાથે અમારી રાજીએ જીવન ત્યાગ કરીએ છીએ. મારા ઘરનાં હંસાબેનને મજા નથી રહેતી. અમારા ભાયુ (ભાઈઓ) પણ અમારા માડુ બાપુજી પણ અમારા બેને પણ કોઈ દિવસ અમને કંઈ કહ્યું નથી, એટલે તેમની પણ કોઈ જાતની પૂછપરછ કરતા નહીં. મારાં સાસુ, મારા સસરા પણ અમને કંઈપણ કીધેલ નથી, એટલે કોઈ પ્રકારની પૂછપરછ ના કરતા. અમને કોઈએ કંઈ કહ્યું નથી. અમે અમારા હાથે કરું છે. કોઈ પ્રકારની પૂછપરછ ના કરતા.

adv

Related News

post
post
post
post
post
post
post