• Home
  • News
  • બેસ્ટ પ્લેસ ઓફ ગુજરાત:પાવાગઢનું આ અદભૂત સૌંદર્ય કોરોના ભૂલાઈ દેશે, વિદેશી લોકેશનને ટક્કર આપે એવો મોનસૂન નજારો
post

ગુજરાતમાં 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-02 12:09:25

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે મોટાભાગ લોકોના મગજમાં કોરોના ઘર કરીને બેઠો છે. તેવામાં પોતાના માઈન્ડને રિલેક્સ કરવા માટે લોકો નાના-મોટા પ્રવાસનો પ્લાન પણ કરી રહ્યા છે. ત્યારે આજે અમે ગુજરાતની એવી જ એક પ્રખ્યાત જગ્યાની કેટલીક તાજી તસવીરો દ્વારા અહીંની સુંદરતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ તસવીરો જોઈને તમે વિશ્વમાં કોરોના નામની મહામારી છે તે અમુક સમય માટે તો ભૂલ જ જશો તે નક્કી છે. અમે વાત કરી રહ્યા છીએ મધ્ય ગુજરાતમાં આવેલા પાવાગઢની, તો જુઓ વરસાદ પછી અહીંના સૌંદર્યને.....

પાવાગઢ એટલે પિકનિકની સાથે સાથે ધાર્મિક યાત્રા પણ થઇ જાય તેવું સ્થળ. વડોદરાથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે પાવાગઢ, પર્વત પર વિશ્વ પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. ગુજરાતમાં 2930 ફૂટની ઉંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. ધાર્મિક કથા અનુસાર વર્ષો પહેલા પાવાગઢમાં પતઇ કુળના રાજા રાજ્ય કરતા અને તેઓ મહાકાળીના ભક્ત હતાં અને મહાકાળી આ કુળની ભક્તિથી પ્રસન્ન થઇ નવરાત્રી દરમિયાન અહીં ગરબા રમવા આવતાં. જોકે ચોમાસું શરૂ થતા અહીંનું કુદરતી સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. જેને નિકાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.

પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ચોમાસું શરૂ થતા ડુંગરપુરનું પ્રાકૃતિક સૌંદર્ય લીલી ચાદર ઓઢી લેતા પ્રકૃતિ પ્રેમીઓ તેમજ પ્રવાસીઓ પાવાગઢનો અદભૂત નજારો માણવા ઉમટી પડયા છે. સતત એક અઠવાડિયાથી પાવાગઢમાં વ્યવસ્થિત વરસાદ થતા પાવાગઢ ડુંગર પરના ગુપ્તેશ્વર ધોધ તેમજ ખુણીયા મહાદેવ ધોધ શરૃ થઈ ગયા છે. જેના કારણે પાવાગઢનો અદભૂત નજરો મનમોહક જણાઈ આવે છે.

હાલમાં ફોટોગ્રાફી માટે બેસ્ટ ચોઈસ છે પાવાગઢ
ધોધ શરૂ થતાં પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ ધોધનો નજારો માણવા પાવાગઢમાં ઉમટી પડે છે. પાવાગઢ ડુંગર લીલી ચાદર ઓઢી લેતો ડુંગરો નયન રમ્ય નજારો જોઇ પ્રવાસીઓ અભિભૂત થતાં હોય છે. ત્યારે ધોધની સાથે અહીં આસપાસનો નજારો પણ પ્રવાસીઓનું મન મોહી લે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંના કુદરતી સૌદર્યની મજા માણતા તેમજ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. જ્યારે વરસાદ સારો થતાં પાવાગઢ નજીક આવેલા હાથણી માતાનો ધોધ તેમજ શિવરાજપુર નજીક આવેલ નજર માતાનો ધોધ પણ શરૂ થઈ જાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post