• Home
  • News
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- કંપનીઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે નહિ, રાજ્યોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરશે
post

મંત્રાલયે 29 માર્ચે કહ્યું હતું કે લોકડાઉનમાં કર્મચારીઓની સેલેરી ન કાપી શકાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-12 12:06:42

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે ખાનગી કંપનીઓની અરજીઓ પર ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે અમે ગત વખતે આદેશ આપ્યો હતો કે કંપનીઓની વિરુદ્ધ કોઈ સખ્ત કાર્યવાહી ન કરવામાં આવે. આ આદેશ ચાલુ રહેશે. રાજ્ય સરકારોના શ્રમ વિભાગ કર્મચારીઓ અને કંપનીઓની વચ્ચે મધ્યસ્થી કરશે. 

26 મેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે એક સપ્તાહમાં સોગાંદનામુ કરીને જવાબ આપવામાં આવે. સરકારે 4 જૂને કહ્યું હતું કે જે કંપનીઓ સેલેરી આપવામાં મુશ્કેલી થઈ રહી હોવાની વાત કરી રહી છે તેમને પોતાની ઓડિટેડ બેલેન્સ શીટ કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવો જોઈએ. 

કોર્ટે કહ્યું- સરકાર મધ્યસ્થી બની શકે છે
જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બેન્ચે 4 જૂને ચૂકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કર્મચારીઓને સેલેરી આપ્યા વગર છુટા ન કરવા જોઈએ. કંપનીઓની પાસે પૈસા ન હોય તો સરકાર મધ્યસ્થી બની શકે છે. કોર્ટે એ વાત પણ કહી હતી કે સેલેરીનું 50 ટકા પેમેન્ટ પણ આપી શકાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post