• Home
  • News
  • નર્મદા ડેમની સપાટી 24 કલાકમાં એક મીટરના વધારા સાથે 126.50 મીટરે પહોંચી
post

ઉપરવાસમાંથી 28,950 ક્યુસેક પાણીની આવક થતા વધારો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 09:56:37

કેવડિયા: ઉપરવાસમાં નજીવા વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં 28950 ક્યુસેક પાણીની આવક થઇ થતાં છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં એક મીટરનો વધારો થઇ 126.50 મીટરે પહોંચી છે. જે જૂન મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ સપાટી છે. નર્મદા નિગમે પણ કાઉન્ટ ડાઉન શરૂ કરી ડેમ 130 મીટરે પહોંચશે તો જળ વિદ્યુત મથક ધમધમતા કરી કરોડો રૂપિયાની વીજળીનું ઉત્પાદન કરાશે.


મધ્ય પ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમોના પાવર હાઉસ ધમધમતા થતા નર્મદા ડેમમાં હાલ 28,950 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  આ ઉપરાંત ઉપરવાસમાં નહિવત વરસાદથી ડેમમાં નવા નીરની પણ આવક થઇ રહી છે. હાલ ડેમમાં 2270 મિલિનય ક્યુબીક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ ગુજરાત માટે મેઇન કેનાલમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેનાથી રાજ્યના વિવિધ તળાવો ભરવાની પ્રક્રિયા પણ  ચાલુ છે અને રાજ્યના શહેરો, નગરોને પણ નર્મદા યોજના થકી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post