• Home
  • News
  • ઇ-ક્લાસનો સમય નક્કી કરાશે જેથી બાળકોએ સ્ક્રીન સામે વધારે જોવું ના પડે
post

ઓનલાઈન ક્લાસના સમય અંગે કેન્દ્ર ગાઈડલાઈન જાહેર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 11:43:13

નવી દિલ્હી: કોરોના રોગચાળાના કારણે સ્કૂલો બંધ થઈ જવાથી ઓનલાઈન અભ્યાસનો ટ્રે્ન્ડ વધી ગયો છે. આથી બાળકોને કલાકો સુધી કમ્પ્યૂટર, લેપટોપ કે મોબાઈલ ફોન પર વધુ સમય ન પસાર કરવો પડે અને તેમનો અભ્યાસ પણ ચાલુ રહે તેના માટે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય બાળકની શીખવાની પ્રક્રિયા ચાલુ રહે અને તેમને સ્ક્રીન સામે કલાકો સુધી સમય ન પસાર કરવો પડે તેના અંગે વિચારી રહ્યું છે. સાથે જ જે વિદ્યાર્થીઓ પાસે કમ્પ્યૂટર, લેપટોપ કે સ્માર્ટ ફોન નથી તેના સમાધાન પર પણ વિચારણા ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઓનલાઈન ક્લાસ માટેનો સમયગાળો નક્કી કરાશે. આ અંગે બાળકોના માતા-પિતા તરફથી મળેલી ફરિયાદો પછી કેન્દ્ર સરકાર ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. 

·         અનેક લોકોના ઘરમાં એક જ ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે, બીજું બાળક હોય તો ઓનલાઈન અભ્યાસ માટે શું કરવું

·         સામાન્ય રીતે સ્કૂલ પરિસરમાં બાળકોને મોબાઈલ રાખવાની મંજૂરી હોતી નથી, પરંતુ હવે બાળકો આખો દિવસ સ્માર્ટ ફોન પર નિર્ભર છે, આથી સંતુલન કેવી રીતે જાળવવું

·         બાળકોની આંખો પર તેની અસર ન થાય તેના માટે શું કરવું

·         બાળકોની સાઈબર સુરક્ષા સંબંધિત ચિંતા અને માનસિક આરોગ્ય વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું?

 

adv

Related News

post
post
post
post
post
post
post