• Home
  • News
  • ગુજરાતમાં કોરોનાનો કહેર:રાજ્યમાં કુલ કેસ 1.04 લાખ થયાઃ 24 કલાકમાં કોરોનાના નવા 1,335 કેસ નોંધાયા
post

હાલ ગુજરાતનો રીકવરી રેટ 81 ટકાથી વધુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 09:41:03

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના વધુ 1,335 કેસ નોંધાયા હતા. રવિવાર સુધીમાં ગુજરાતમાં હવે કુલ કેસ 1,04,341 પર પહોંચ્યા છે. ગયા સપ્તાહ સુધી રોજના સરેરાશ 1200ની આસપાસ કેસ નોંધાતા હતાં તેને બદલે હવે સરેરાશ 1,300થી વધુ કેસ નોંધાય છે. ગુજરાતમાં 16,475 એક્ટિવ કેસ છે જે પૈકી 16,383 દર્દીઓની હાલત સ્થિર છે. રવિવારે વધુ 1,212 કોરોના દર્દીઓએ વાઇરસને મ્હાત આપતા તેમને રજા આપવામાં આવી હતી કે કોરોના મુક્ત જાહેર કરાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 84,758 દર્દીઓ કોરોના મુક્ત બન્યા છે. હાલ ગુજરાતનો રીકવરી રેટ 81 ટકાથી વધુ છે.

રાજ્યમાં 92 દર્દીઓની હાલત ગંભીર
આ ઉપરાંત ગુજરાતમાં રવિવારે વધુ 14 દર્દીઓના મોત થતાં હવે રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 3,108 થઇ છે. એક સપ્તાહમાં ગુજરાતમાં 100 દર્દી મૃત્યુ પામ્યા છે. રવિવારે મૃત્યુ પામેલાં 14 દર્દીઓ પૈકી અમદાવાદ શહેર અને સૂરત શહેરમાં 3-3, સૂરત જિલ્લામાં 2, તથા વડોદરા શહેર અને રાજકોટ શહેર, ગાંધીનગર, કચ્છ, ગીર સોમનાથ અને મોરબી જિલ્લામાં 1-1 દર્દીઓના મોત થયાં છે. હાલ 92 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે.

રવિવારે 72 હજારથી વધુ ટેસ્ટ થયા
આ ઉપરાંત ગુજરાતમાં 7.35 લાખ લોકો ક્વોરન્ટાઇન અવસ્થામાં છે. રવિવારે ગુજરાતમાં 72 હજાર કરતાં વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હાલ રાજ્યમાં પ્રતિદિન કુલ દસ લાખની વસ્તીએ 1,116 ટેસ્ટ થઇ રહ્યા છે અને કુલ 27.81 લાખ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post