• Home
  • News
  • અમેરિકામાં ચૂંટણી બાદ સત્તાની સાઠમારી:ટ્રમ્પ શાસને બાઈડનની ટ્રાન્ઝિશન ટીમને ચાવીઓ સોંપવાનો ઈનકાર કર્યો
post

પરાજયના અસ્વીકાર પછી ટ્રમ્પ શાસને સત્તા હસ્તાંતરણ પર પણ ગતિરોધ સર્જ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 09:25:40

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી પછી સત્તા હસ્તાંતરણનો મુદ્દો ગૂંચવાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ શાસને તો પ્રેસિડન્ટ-ઈલેક્ટ જો બાઈડનની ટ્રાન્ઝિશન ટીમને ફેડરલ ગવર્નમેન્ટની ચાવીઓ સોંપવાનો ઈનકાર કરી દીધો છે. આ ટ્રાન્ઝિશન ટીમ હવેથી જાન્યુઆરી 2021 સુધી ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ તરીકે રહેશે ત્યાં સુધી મહત્વની નીતિઓ પર કામ કરશે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સતત ચૂંટણીમાં ગરબડના આરોપો લગાવી રહ્યા છે. બીજી તરફ તેમની જ રિપબ્લિકન પાર્ટીમાં તેમના આ વલણને લઈને મતભેદ વધી રહ્યા છે.

વાસ્તવમાં, અમેરિકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં જો સરકાર બદલે તો જીતનાર ટ્રાન્ઝિશન ટીમ બનાવે છે. એ ટ્રાન્ઝિશન ટીમને ફેડરલ ગવર્નમેન્ટની દરેક બિલ્ડીંગ, દરેક ઓફિસમાં જગ્યા આપવામાં આવે છે. જ્યાં તે આગામી સરકાર ચલાવવા માટે જરૂરી તૈયારી કરે છે. તેના માટે બજેટ પણ આપવામાં આવે છે, જે આ વખતે 1 કરોડ ડોલર જેટલું હશે. સોમવારે બાઈડનની ટ્રાન્ઝિશન ટીમ એટલા માટે જનરલ સર્વિસીઝ એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ પાસે ટ્રાન્ઝિશન લેટર પર હસ્તાક્ષર કરાવવા માટે પહોંચી તો તેમણે હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો હતો.

વાસ્તવમાં, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બાઈડનની જીત સ્વીકારી નથી અને એ જ કારણથી જનરલ સર્વિસીઝ એડમિનિસ્ટ્રેશનના પ્રમુખ એમિલી મરફીએ વ્હાઈટ હાઉસની લીલીઝંડી વિના ટ્રાન્ઝિશન લેટર પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો છે. બીજીતરફ જો બાઈડનની ટ્રાન્ઝિશન ટીમ અત્યારથી એક્શનમાં આવી ચૂકી છે.

જો કે, ટ્રમ્પ ભલે બાઈડનની જીત સ્વીકારી ન રહ્યા હોય પરંતુ તેમની જ રિપબ્લિકન પાર્ટીના કેટલાક જૂના દિગ્ગજ નેતા ડેમોક્રેટ ઉમેદવાર બાઈડનને વિજેતા ગણાવી રહ્યા છે અને ઈશારામાં પણ ટ્રમ્પને આ વાતનો સ્વીકાર કરવા જણાવી રહ્યા છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશે એક નિવેદન જારી કરીને કહ્યું હતું, ‘મેં હાલમાં પ્રેસિડન્ટ-ઈલેક્ટ જો બાઈડન સાથે વાત કરી છે. મેં તેમને શુભેચ્છાઓ આપી છે અને ગત રાતે તેમણે આપેલા દેશભક્તિભર્યા સંદેશા માટે તેમનો આભાર માન્યો છે. અમારી વચ્ચે ભલે રાજકીય મતભેદ હોય પણ હું જો બાઈડનને એક ઉમદા વ્યક્તિ તરીકે જાણું છું જેમને આ તક દેશને એક કરવા અને આગળ વધરાવ માટે મળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post