• Home
  • News
  • બંને દેશોમાં LAC પર શાંતિ જાળવવા માટે 27 વર્ષમાં 5 સમજૂતી થઈ, ગલવાનમાં ચીને 1993, 1996 અને 2013માં સમજૂતી તોડી
post

1993માં પ્રધાનમંત્રી નરસિમ્હા રાવ ચીનના પ્રવાસે LAC પર શાંતિ માટે સમજૂતી થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 12:15:38

નવી દિલ્હી: વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકો પાસે શસ્ત્રો હતા. વિદેશમંત્રીએ 1996 અને 2005ની સમજૂતીનો હવાલો આપતા કહ્યું કે મુકાબલા દરમિયાન સૈનિકો આ શસ્ત્રોનો ઉપયોગ કરી શકતા નથી. એક તરફ ભારત આ સમજૂતીનું પાલન કરી રહ્યું છે, પરંતુ ચીનને તેની ચિંતા નથી.

આ સમગ્ર મામલામાં ચીને 1993, 1996 અને 2013માં સમજૂતીનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું છે. આ સમગ્ર મામલાને સમજવા માટે, લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) અંગે ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધી થયેલી સમજૂતી વિશે જાણવું જરૂરી છે. LAC પર શાંતિ જાળવવા માટે 27 વર્ષમાં ભારત અને ચીન વચ્ચે 5 સમજૂતી થઈ હતી.

1993ની સમજૂતી
ચીન સાથેના 90ના દાયકાના સંબંધોની શરૂઆત 1988માં તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ચીન મુલાકાતથી થઈ હતી. 1993થી, બંને દેશો વચ્ચે ઘણા દ્વિપક્ષીય કરાર અને પ્રોટોકોલ પર વાતચીત શરૂ થઈ. 1993માં ભારતના તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ ચીનના પ્રવાસે ગયા હતા અને આ દરમિયાન જ ચીની પ્રધાનમંત્રી લી પેન્ગે LAC પર શાંતિ રાખવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

·         1993ની સમજૂતીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, બંને પક્ષના સૈનિકો LAC ક્રોસ કરશે તો બીજી તરફથી ચેતવણી આપવામાં આવશે અને ત્યારપછી તેમણે તુરંત તેમના વિસ્તારમાં પાછા જતા રહેવું પડશે.  જો કે, ચીને ગલવાન અને પેંગોંગ તળાવમાં  આની વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને પોતાના સૈનિક તૈનાત કર્યા હતા. 

·         સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે જો તણાવ વધતો જાય તો બંને પક્ષ પરિસ્થિતિ વિશે જાણવા અને વચ્ચેનો રસ્તો કાઢવા LAC પર જશે. જો કે, વાતચીત છતાં ચીન મક્કમ રહ્યું અને ભારતીય જવાનો પર છેતરપિંડી કરીને હુમલો કર્યો.

ત્રણ વર્ષ પછી 1996માં સમજૂતીને વધારવામાં આવી
1993
ની સમજૂતીને ત્રણ વર્ષ પછી વધારવામાં આવી હતી. 1996માં ભારતના પ્રવાસ પર આવેલા ચીનના રાષ્ટ્રપતિ ઝિયાંગ ઝેમિન અને ત્યારના ભારતીય પ્રધાનમંત્રી એચડી દેવેગૌડાએ નવી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

·         જો કોઈપણ મતભેદના કારણે બંને બાજુના સૈનિકો સામસામે આવે છે, તો તેઓ સંયમ રાખશે. વિવાદ રોકવા માટે જરૂરી પગલાં લેશે. જોકે, ચીને પ્રથમ દિવસથી વિવાદિત સ્થળોએ પોતાનો સંયમ ગુમાવ્યો હતો. ઘણા વીડિયોમાં ચીની સૈનિકો આક્રમક હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

·         LAC પર મિલિટ્રી એક્સરસાઇઝ કરતી વખતે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બીજી તરફ બુલેટ અથવા મિસાઈલ ભૂલથી ન પડે. 1500થી વધુ જવાન આમાં ભાગ લેશે નહિ. તેમજ આના દ્વારા બીજાને ધમકી આપવાનો પ્રયાસ કરવામાં આવશે નહિ. જોકે હાલમાં જ ચીને LAC પાસે મિલિટ્રી એક્સરસાઈઝ કરી અને ચીની મીડિયાએ ભારતને ધમકી આપતા તેને વધારી ચડાવીને બતાવવામાં આવ્યું હતું.

·         તણાવ અટકાવવા બંને પક્ષ રાજદ્વારી અને અન્ય ચેનલો દ્વારા સમાધાન નીકાળશે. 

·         LAC પાસે બે કિલોમીટરના વિસ્તારમાં કોઈ ફાયર નહિ થાય, કોઈ પક્ષ આગ નહિ લગાવે, વિસ્ફોટ નહિ કરે અને જોખમી રસાયણોનો ઉપયોગ કરશે નહીં.

·         સમજૂતી અનુસાર LAC પર બંને પક્ષ સેનાનો ઉપયોગ કરશે નહિ અને તેની ધમકી પણ નહિ આપે.

2005, 2012 અને 2013માં ફરીથી સમજૂતી થઈ
2003
માં ભારતના તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદ વિવાદ માટે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ સ્તરનું મેકેનિઝ્મ તૈયાર કર્યું. ત્યારબાદ મનમોહન સિંહના કાર્યકાળમાં 2005, 2012 અને 2013માં સરહદ વિવાદ પર વાતચીત વધારવા ત્રણ સમજૂતી થઈ હતી. તે દરમિયાન વિદેશમંત્રી એસ. જયશંકર ચીનમાં ભારતના રાજદૂત હતા.

·         ભારત અને ચીન બંને સંમત થયા હતા કે LACના ક્ષેત્રોમાં જેની સરહદની બંને બાજુએ હજી સુધી સહમતિ નથી થઈ. ત્યાં કોઈ પેટ્રોલિંગ કરવામાં આવશે નહીં. આ છતાં, વિવાદિત સ્થળો પર કબજો મેળવવા માટે ચીન સતત આક્રમક અભિગમ અપનાવી રહ્યું છે.

·         કરાર મુજબ બંને દેશો સરહદ પર સમાન સ્થિતિમાં રહેશે. LAC પર સૈન્ય વચ્ચે વિશ્વાસ વધારવા માટે પ્રોટોકોલ પણ બનાવવામાં આવ્યા હતા.

·         બંને પક્ષો સરહદના વિવાદોને ટાળવા માટે કાર્યકારી મેકેનિઝ્મ બનાવવા માટે સંમત થયા હતા. જેમાં ભારત વતી વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અને ચીન વતી વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ સ્તરના અધ્યક્ષ રહેશે.

પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી 5 વાર ચીન ગયા
2014
માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી 5 વખત ચીનની મુલાકાત લઈ ચૂક્યા છે. મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 18 વાર મળી ચૂક્યા છે. આમાં વન-ટૂ-વન મીટિંગની સાથે જ અન્ય દેશોમાં બંને નેતાઓ વચ્ચેની બેઠકોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ ચીન સાથેના સંબંધોમાં હૂંફ લાવવાનો પ્રયાસ કર્યો, આ અંતર્ગત એપ્રિલ 2018માં વુહાનથી ઈનફોર્મલ સમિટ શરૂ થઈ. 2019માં, આ સમિટ હેઠળ, બંને નેતાઓ તમિલનાડુના મહાબલીપુરમમાં મળ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post