• Home
  • News
  • આજનો ઈતિહાસ : 1923માં ધ વોલ્ટ ડિઝની કંપનીનો પાયો નખાયો, 115 વર્ષ અગાઉ બંગાળનું વિભાજન; આજે વર્લ્ડ ફૂડ ડે પણ છે
post

1961માં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 09:09:01

આજે ધ વોલ્ટ ડિઝની કંપનીને કોણ નથી જાણતું? આજે આ કંપની આંતરરાષ્ટ્રીય મનોરંજન ઉદ્યોગની સૌથી મોટી કંપનીઓમાંની એક છે. ડિઝની ભાઈઓ - વોલ્ટ અને રોય - એ ડિઝની બ્રધર્સ કાર્ટૂન સ્ટુડિયો નામથી 16 ઓક્ટોબર, 1923ના રોજ આ કંપની બનાવી હતી.

જ્યારે કંપની શરૂ થઈ તો વોલ્ટ ડિઝનીએ અનેક સંકટોનો સામનો કર્યો. ખાવાના પૈસા નહોતા રહેતા. કાર્ટૂન વેચાતા નહોતા. મે 1928માં મિકી માઉસે માત્ર વોલ્ટ ડિઝનીને ઓળખ જ ન અપાવી પણ એવી સક્સેસ સ્ટોરી લખી કે સમગ્ર દુનિયા આજે પણ જોઈ રહી છે.

વોલ્ટને મિકીનો આઈડિયા પણ વિચિત્ર રીતે આવ્યો હતો. તેઓ કેન્સાસ સ્ટુડિયોમાં બેઠા હતા, ત્યારે તેમના ટેબલ પર એક ઉંદર આવી ચડ્યો. તેની હરકતો જોઈને જ મિકી બનાવ્યો અને એ જ મિકીએ ડિઝનીને તેનો સોનેરી સમય દર્શાવ્યો.

ગત વર્ષે વોલ્ટ ડિઝની કંપનીએ 71 અબજ ડોલરની ડીલ કરીને 21 સેન્ચુરી ફોક્સને ખરીદી, જેનાથી સ્ટાર ઈન્ડિયા પણ વોલ્ટ ડિઝનીનો હિસ્સો બની ગઈ. આ ડીલે મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ મોટો બદલાવ લાવી દીધો છે. તેનાથી ડિઝનીને ટાટા સ્કાય અને એન્ડેમોલ શાઈન ગ્રૂપના માલિકી હક પણ મળી ગયા. ભારતમાં હોટ સ્ટારનું નામ બદલીને ડિઝની હોટ સ્ટાર કરવામાં આવ્યું.

1905માં બંગાળનું વિભાજન

·         ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં બંગભંગ આંદોલનનું ઘણું મહત્વ છે. સાચા અર્થમાં તેણે જ દેશમાં રાષ્ટ્રવાદના બીજ વાવ્યા. મુસલમાનો અને હિન્દુઓને અલગ પાડવા માટે અંગ્રેજોએ બંગાળના મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રને મેળવીને નવો પ્રાંત બનાવ્યો. 16 ઓક્ટોબર 1905થી આ વિભાજન લાગુ થયું. તેની વિરુદ્ધ માત્ર નેતા જ નહીં પણ આબાલવૃદ્ધ, મહિલા-પુરૂષ સૌ માર્ગો પર આવી ગયા. સમગ્ર બંગાળમાં તેને શોક પર્વ તરીકે મનાવવામાં આવ્યું.

·         રવીન્દ્રનાથ ટાગોર તથા અન્ય પ્રબુદ્ધ લોકોએ આગ્રહ કર્યો કે આ દિવસે સૌ એકબીજાના હાથમાં રાખડી બાંધે. સંકલ્પ લે કે જ્યાં સુધી આ કાળો આદેશ પરત ન લેવામાં આવે ત્યાં સુધી તેઓ ચેનથી નહીં બેસે. છ વર્ષ સુધી આંદોલન ચાલ્યું. લાલ, બાલ, પાલની ત્રિપુટીએ સમગ્ર દેશમાં તેને પહોંચાડ્યું. બ્રિટિશ સમ્રાટ જ્યોર્જ પંચમે 11 ડિસેમ્બર, 1912ના રોજ દિલ્હીમાં દરબાર ભરીને આ આદેશ પાછો ખેંચ્યો. એટલું જ નહીં તેમણે વાઈસરોય લોર્ડ કર્ઝનને પરત બોલાવીને તેમના બદલે લોર્ડ હોર્ડિંગને ભારતમાં મોકલ્યા.

75 વર્ષનું થયું યુએન એએફઓ

·         યુનાઈટેડ નેશન્સ (યુએન) ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એએફઓ)ની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. 1979માં રોમમાં એએફઓની ઈવેન્ટમાં નક્કી થયું કે 1981થી દર વર્ષે 16 ઓક્ટોબરને વર્લ્ડ ફૂડ ડે તરીકે મનાવવામાં આવશે. દર વર્ષે એક અલગ થીમ નક્કી કરવામાં આવે છે. આ દિવસ ફૂડ સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે.

·         આ વર્ષે યુએનનું ફોકસ છે કે ફૂડ હીરોઝ-કિસાન અને ફૂડ સિસ્ટમ સાથએ સંકળાયેલા તમામ કર્મચારીઓનં યોગદાનના મહત્વને દરેકને સમજાવવા પર. કોવિડ-19 મહામારીના આ સમયમાં વંચિત વર્ગો અને ગરીબ સૌથી વધુ પ્રભાવિત થયા છે અને એવામાં તેમને આવશ્યક મદદ આપવી ખૂબ જરૂરી છે.

આજની તારીખ આ ઘટનાઓ માટે પણ યાદ કરાય છે-

·         1939ઃ દ્વિતિય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બ્રિટિશ ક્ષેત્ર પર હુમલો કર્યો

·         1944ઃ પ્રસિદ્ધ તબલા વાદક લચ્છુ મહારાજનો જન્મ

·         1048ઃ બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીનો જન્મ.

·         1948ઃ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો જન્મ.

·         1961ઃ પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાનની રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા.

·         1959ઃ રાષ્ટ્રીય મહિલા શિક્ષણ પરિષદની સ્થાપના

·         1964ઃ ચીને પોતાનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ કર્યો.

·         1968ઃ હરગોવિંદ ખુરાનાને ચિકિત્સા ક્ષેત્રે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા.

·         1984ઃ દક્ષિણ આફ્રિકાના સામાજિક કાર્યકર્તા ડેસમંડ ટુટુને શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.

·         1999ઃ અમેરિકાએ સૈન્ય શાસનનાં વિરોધમાં પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવ્યા.

·         2003ઃ મલયાલી ફિલ્મકાર અડૂર ગોપાકૃષ્ણનને ફ્રાંસના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સથી સન્માનિત કરાયા.

·         2004ઃ અમેરિકાએ ઈરાકી અબૂ મુસાર જલ જરકાવીના સંગઠનને આતંકી સંગઠન ઘોષિત કર્યુ.

·         2011ઃ ભારતીય મૂળના દોડવીર 100 વર્ષીય ફૌજા સિંહે સૌથી વધુ વયમાં ટોરોન્ટો વોટર ફ્રન્ટ મેરેથોન પૂરી કરી.

·         2012ઃ સૌરમંડળની બહાર એક નવા ગ્રહ આલ્ફા સેન્ચુરી બીબીની ભાળ મળી.

 

adv

Related News

post
post
post
post
post
post
post