• Home
  • News
  • WHOએ કહ્યું-યુવા અને સ્વસ્થ લોકોને 2022 પહેલાં કોવિડ-19ની રસી નહીં મળી શકે; દુનિયામાં અત્યારસુધીમાં 3.90 કરોડ કેસ
post

દુનિયામાં 10.98 લાખથી વધુ લોકોનાં મોત, 2.91 કરોડથી વધુ લોકો હવે સ્વસ્થ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 08:38:26

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)એ કહ્યું છે કે વર્ષ 2022 સુધી દુનિયાના યુવાનો અને સ્વસ્થ લોકોને કોવિડ-19ની રસી નહીં મળી શકે. એવા લોકોએ ત્યાં સુધી રાહ જોવી પડશે. ડબ્લ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને ગુરુવારે આ મામલે જાણકારી આપીને કહ્યું હતું, 2021 સુધી ઓછામાં ઓછી એક ઈફેક્ટિવ વેક્સિન મળવાની આશા છે. જોકે એ સીમિત સંખ્યામાં હશે, આથી માત્ર એ જ લોકો સુધી પહોંચી શકે છે જેમને એની વધુ જરૂર હશે. એમાં આરોગ્ય કર્મચારીઓ અને હાઈ રિસ્કવાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ દરમિયાન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે સ્વીકાર્યું કે દેશમાં સંક્રમણથી હાલત ગંભીર થઈ છે. સરકાર મોટાં પગલાં લેવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ, પેરિસમાં કર્ફ્યુ લગાવી દેવાયો છે. ફ્રાંસ સરકારે આ મામલે અગાઉથી જ ચેતવણી આપી હતી.

દર્દીઓની સંખ્યા 3.90 કરોડથી વધુ
દુનિયામાં સંક્રમિતોની સંખ્યા 3.90 કરોડથી વધુ થઈ છે. સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 2.91 કરોડથી વધુ થઈ ચૂકી છે. મરનારાઓની સંખ્યા 10.98 લાખને પાર થઈ છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

10 દેશમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત

મોત

સ્વસ્થ થયા

અમેરિકા

81,50,043

2,21,843

52,78,753

ભારત

73,05,070

1,11,311

63,80,456

બ્રાઝિલ

51,41,498

1,51,779

45,68,813

રશિયા

13,40,409

23,205

10,39,705

સ્પેન

9,37,311

33,413

उपलब्ध नहीं

આર્જેન્ટિના

9,31,967

24,921

7,51,146

કોલંબિયા

9,30,159

28,306

8,16,667

પેરુ

8,56,951

33,512

7,59,597

મેક્સિકો

8,29,396

84,898

6,03,827

ફ્રાંસ

7,79,063

33,037

1,03,413

જર્મનીઃ સ્થિતિ ગંભીર
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે બુધવારે રાત્રે સ્પષ્ટ કર્યું કે દેશમાં સંક્રમણની બીજી લહેરને કારણે સ્થિતિ ગંભીર થઈ છે. મર્કેલે એક નિવેદનમાં કહ્યું - એમાં કોઈ બેમત નથી કે આપણે મહામારીના સમયમાં છીએ અને સ્થિતિ હવે ગંભીર થઈ ચૂકી છે. અમે ઈચ્છીએ છીએ કે સંક્રમિતોને શોધીને તેમનો ઈલાજ કરવામાં આવે. દેશના તમામ સંબંધિત હેલ્થ ઓર્ગેનાઈઝેશન આ કામમાં સાથ આપી રહ્યાં છે. દરરોજ કેસો વધી રહ્યા છે. ઈકોનોમીની ચિંતા છે, તેથી બીજું લોકડાઉન લગાવી શકાય એમ નથી, જેવું અન્ય યુરોપિયન દેશો કરી રહ્યા છે.

ફ્રાંસઃ પેરિસ સહિત 8 શહેરમાં કર્ફ્યુ
ફ્રાંસ સરકારે દેશમાં ફરીથી હેલ્થ ઈમર્જન્સીનું એલાન કરી દીધું છે. બુધવારે અહીં 22950 નવા કેસ સામે આવ્યા છે. એ પછી વડાપ્રધાન એમ્મેન્યુઅલ મેક્રોન સામે આવ્યા. તેમણે કહ્યું, અમે ફરીથી હેલ્થ ઈમર્જન્સી લગાવી રહ્યા છીએ.

પેરિસ સહિત દેશનાં 9 શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે, એટલે કે ઘરની બહાર નહીં નીકળી શકાય. મેક્રોને સ્પષ્ટ કર્યું છે કે સરકાર વિરોધની પરવા કર્યા વિના આકરાં પગલાં ઉઠાવશે. એવું મનાય છે કે કર્ફ્યુ લગભગ ચાર સપ્તાહ રહેશે. માર્સલે શહેરના મેયરે કહ્યું, સ્થિતિ ચિંતાજનક છે પણ કાબૂ બહાર નથી. ફ્રાંસની હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, ત્રણ સપ્તાહથી અહીં ત્રણ લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં 32 % આઈસીયુ બેડ્સ આ સમયે ફુલ છે. આ તમામ કોવિડ-19ના દર્દી છે.

અમેરિકાઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર બેરોન પણ સંક્રમિત થયા હતા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 14 વર્ષના પુત્ર બેરોન ટ્રમ્પને પણ કોરોના થયો હતો, પણ હવે તે સ્વસ્થ છે. બેરોન પોતાની માતા અને પિતા પોઝિટિવ આવ્યા પછી સંક્રમિત થયો હતો. જોકે તેને કોઈ લક્ષણ જણાયાં નહોતાં. એ પછી માતા સાથે ફરીવાર ટેસ્ટ કરાવ્યો ત્યારે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે બુધવારે તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું-તે એક મજબૂત ટીનએજર છે, એમાં કોઈ લક્ષણ સામે આવ્યાં નથી. જ્યારે, ટ્રમ્પે આયોવાની રેલીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકામાં અત્યારસુધીમાં 81 લાખ 50 હજાર 43 કેસ સામે આવ્યા છે અને 2.21 લાખથી વધુ મોત થયાં છે.

બ્રાઝિલઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ રદ
અમેરિકન કંપની જોહ્સન એન્ડ જોહ્સને બ્રાઝિલમાં પણ પોતાની વેક્સિન ટ્રાયલ હાલ રોકી દીધી છે. બ્રાઝિલિયન હેલ્થ એજન્સીએ મંગળવારે રાત્રે જારી એક નિવેદનમાં કહ્યું- આ અંગે વધુ જાણકારી હાલમાં આપી શકાય તેમ નથી, પરંતુ હાલ વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ અટકાવી દેવામાં આવી છે. કેટલાક સમાચારોમાં જણાવાયું છે કે અમેરિકામાં એક વોલન્ટિયર વેક્સિન ટ્રાયલ પછી ગંભીર રીતે બીમાર થયા પછી આ ટ્રાયલ રોકવામાં આવી છે. બ્રાઝિલમાં બે કંપનીની વેક્સિન ટ્રાયલ થઈ રહી છે. જોન્સન એન્ડ જોન્સન એમાંની એક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post