• Home
  • News
  • ભય છોડીને સાવધાની સાથે ફરી કામ શરૂ કરવાનો સમય આવી ગયો છે, કોરોના સામે લડવા લોકોમાં સમજ છે: પ્રો. આશુતોષ
post

વિજ્ઞાન-ટેક્નોલોજી મંત્રાલયના સચિવે કહ્યું- કોરોનાએ સ્વદેશી અપનાવવાનું લક્ષ્ય આપ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 10:01:29

નવી દિલ્હી: કોવિડ-19 મુદ્દે અમારી પ્રતિક્રિયા ખૂબ જ ઝડપી હતી. અમારી પાસે સંસાધનો અને નિષ્ણાતો હતા. આ સંકટે અમને એક લક્ષ્ય આપ્યું કે, આ કામ કરવાનું છે અને આટલા સમયમાં કરવાનું છે. લક્ષ્ય સામે જોઈને જ કામ ઝડપથી થયું. દવા અને વેક્સિન શોધવાના કામમાં ઘણો સમય જોઈએ, પંરતુ ટ્રેકિંગ, ટ્રેસિંગ, સેનિટાઈઝેશન પર અમે ખૂબ જ નવા અને ઈનોવેટિવ ઉકેલો આપ્યા, જેથી આયાત પર નિર્ભર ના રહેવું પડે.  આ શબ્દો છે, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયને સચિવ પ્રો. આશુતોષ શર્માના. આવનારા સમયમાં સ્થિતિ સામાન્ય બનાવવા વિજ્ઞાન કેવી રીતે ઉપયોગી રહેશે એ મુદ્દે તેમની સાથે ખાસ વાતચીત. 


સવાલ: કોવિડ-19ની દવા કે વેક્સિન માટે  હજુ કેટલો સમય રાહ જોવી પડશે?
પ્રો. આશુતોષ: જે થઈ રહ્યું છે, તેનાથી વધુ ઝડપથી તો દુનિયામાં ક્યાંય ના થઈ શકે. વિજ્ઞાન તો વૈશ્વિક હોય, પરંતુ તેના આધારે ઉકેલો સ્થાનિક સ્તરે શોધવામાં આવે. હાલની દવાઓનો નવી રીતે ઉપયોગ કરવાના મામલામાં ત્રણ-ચાર પ્રકારના કોમ્બિનેશન પર કામ ચાલી રહ્યું છે. આશા છે કે, આવનારા એક-બે મહિનામાં સારા પરિણામ મળશે. એકવાર દવા નક્કી થઈ જાય તો તેનું ઉત્પાદન પણ ઝડપથી શરૂ થશે. જો દવા કે વેક્સિન ભારત બહાર પણ ક્યાંય બની ગઈ, તો તેનો ઉપયોગ અને ઉત્પાદન બંને આપણે પણ કરી શકીએ કારણ કે, ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં પણ આપણી મહારત છે. 


સવાલ: કોવિડ-19 પછી ફરીથી બધું સામાન્ય થવામાં વિજ્ઞાન કેવી રીતે મદદરૂપ થશે?
પ્રો. આશુતોષ: હવે આપણે સામાન્ય શબ્દની વ્યાખ્યા બદલવી પડશે. વાઈરસ પછી શોર્ટ ટર્મ ઈકોનોમીને પાટા પર લાવવાની છે, જે સ્વદેશી, મેડ ઈન્ડિયાથી આગળ વધી શખે છે. આપણે ઘણું બધું આયાત કરીએ છીએ, જે હવે આપણે બનાવી શકીએ છીએ. વાઈરસ તો જતો રહેશે, પરંતુ આપણી મુશ્કેલીઓ ત્યાંની ત્યાં રહેશે. પછી તે ક્લાઈમેટ ચેન્જ હોય, સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ હોય કે ઈન્ડસ્ટ્રી. તેમાં ઓટોમેશનથી ઘણી નોકરીઓ જતી રહેશે. એટલે લોન્ગ ટર્મ ઈકોનોમી વિશે વિચારવું પડશે. કોરોના તો ટ્રેલર હતું. આફણી સંસ્થા ટાઈફૈક તરફથી રોલ ઓફ ટેક્નોલોજીવિષય પર એક-બે દિવસમાં વ્હાઈટ પેપર આવશે, જેમાં લૉકડાઉન પછી ધીમે ધીમે ઉદ્યોગો કેવી રીતે શરૂ કરવા તેના પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભય છોડીને સાવધાની સાથે ઉદ્યોગ-ધંધા પર પરત ફરવાનો સમય આવી ગયો છે. આપણી તૈયારી અને આત્મવિશ્વાસ- બંને છે. 


સવાલ: સંકટથી ભારતીય વિજ્ઞાન જગતે શું શીખ્યું?
પ્રો. આશુતોષ: વિજ્ઞાનમાં ભારત શક્તિશાળી છે. આપણી પાસે સાધનો અને લોકો છે. સંકટે આપણને દિશા આપી, લક્ષ્ય સાથે ટીમ ભાવનાથી કામ કરતા શીખવ્યું. પરિણામો સામે છે. આપણી ફક્ત એક સંસ્થા શ્રી ચિત્રા ઈન્સ્ટિટ્યુટ જ છેલ્લા દોઢ મહિનામાં ઓછામાં ઓછા 15-16 ઉકેલ લઈને આવી. એ પણ સમજાયું કે, સ્પર્ધા છોડીને પરસ્પર સમન્વયથી આગળ વધવાનું રહેશે. ઈન્ડસ્ટ્રી અને સાયન્સે સાથે આવવું પડશે. 


સવાલ: અટકળો છે કે, ચોમાસામાં સંક્રમણ ચરમસીમાએ હશે. હવામાનના પૂર્વાનુમાનની જેમ શું કોઈ સાયન્ટિફિક મોડેલના આધારે એ વિશે પણ જણાવી શકાય?
પ્રો. આશુતોષ: દેશમાં 20 જુદી જુદી ટીમ મેથેમેટિકલ મોડેલ સિમ્યુલેશન પર કામ કરે છે. અમે તેમની સાથે એક નેશનલ મોડેલ વિકસિત કરવા ઈચ્છીએ છીએ. જોકે, હજુ તો વાઈરસનું વર્તન પણ જાણી શકાયું નથી. શરીરમાં જે એન્ટિબોડી વિકસ્યા છે, તે આપણને કેટલા સુરક્ષિત રાખે છે તે પણ હજુ ખબર નથી. બીજી વાર સંક્રમણ ક્યારે થશે તે અને તાપમાન, ભેજની અસર વિશે પણ આપણે કશું નથી જાણતા. ભવિષ્યમાં લોકોના વર્તન વિશે પણ કશું ના કહી શકાય. આમ છતાં, નજીકના ભવિષ્યનું અનુમાન લગાવી શકાય છે. એક મહિનામાં આ દિશામાં કંઈક ને કંઈક લઈને સામે આવીશું. 


રક્ષકટીમ એઆઈ થકી શરીરમાં વાઈરસની તપાસ કરી રહી છે
સાયબર ફિઝિકલ સિસ્ટમ મિશન હેઠળ 17 આઈઆઈટીમાં હબ બનાવાયા છે. તેની જવાબદારી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, રોબોટિક્સથી ઉકેલ શોધવાના છે. તેમની સામે કોવિડ-19ને સૌથી મોટી સમસ્યાના રૂપમાં મૂકાયો છે. આ ટીમને રક્ષક નામ અપાયું છે. એ લોકો પ્રયાસ કરી રહ્યા છે કે, સ્ટેથેસ્કોપની જેમ સ્માર્ટફોનથી હૃદયના ધબકારા સાંભળીને તેનો ડેટા મશીનને મોકલવામાં આવે અને જણાવી દે કે, શરીરમાં વાઈરસ છે. આ રીતે એક્સ-રે કે સિટી સ્કેન કરીને ડેટા મશીનને મોકલવાથી ગણતરીની સેકન્ડોમાં જ તે વિશ્લેષણ કરીને રિપોર્ટ આપી દેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post