• Home
  • News
  • આ 5 અનકેપ્ડ ખેલાડીઓએ છવાઈ ગયા:IPLમાં ઉમરાનની ફાસ્ટ બોલિંગ સૌને ચોંકાવ્યા, તો 19 વર્ષના તિલકની બેટિંગે બોલર્સના છક્કા છોડાવ્યા
post

આ સીઝનમાં પણ અનેક યુવા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓના ઘણાં ઉમદા પ્રદર્શન જોવા મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 11:35:17

અમદાવાદ : IPL 2022 પૂરી થઈ ગઈ. ક્રિકેટની સૌથી મોટી લીગે હંમેશાથી દેશને યંગસ્ટર્સ આપ્યા છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા, ઋષભ પંત અને યુજવેન્દ્ર ચહલ જેવાં ઈન્ડિયન ટીમના હાલના ખેલાડીઓ આ લીગની જ ભેટ છે. દર વર્ષે અનકેપ્ડ પ્લેયર (જે ક્યારેય કોઈ દેશ માટે નથી રમ્યા) દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સામે ટકરાય છે અને પોતાની પ્રતિભા દેખાડે છે. આ સીઝનમાં પણ અનેક યુવા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓના ઘણાં ઉમદા પ્રદર્શન જોવા મળ્યા. આ ખેલાડીઓએ ઘણી ક્ષમતા દેખાડી અને પરર્ફોમન્સથી તમામને પ્રભાવિત કર્યા છે, તે પછી બેટિંગથી હોય કે બોલિંગથી. આવો તમને આવા જ 5 અનકેપ્ડ ખેલાડીઓ અંગે જણાવીએ જેમનું પ્રદર્શન આ સીઝનમાં શાનદાર રહ્યું....

1. તિલક વર્મા

19 વર્ષના તિલક વર્માનું બેટ આ સીઝનમાં જોરદાર ચાલ્યું.પોતાની ક્લીન સ્ટ્રાઈક માટે ઓળખાતા તિલકે આ સીઝનમાં પોતાની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો. MI2022ના મેગા ઓક્શનમાં તેમને 1.7 કરોડમાં ખરીદ્યો હતો.

હૈદરાબાદમાં જન્મેલા આ ક્રિકેટરે પોતાની પહેલી સીઝનમાં 131.02ની સ્ટ્રાઈક રેટથી 397 રન બનાવ્યા, જેમાં બે હાફસેન્ચુરી પણ સામેલ હતી. તિલકને મુંબઈમાં પોતાની દરેક લીગ મેચમાં રમવાની તક આપી. તિલકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ જોવા મળ્યું, જેમાં તેને 33 બોલમાં 61 રન બનાવ્યા. જો કે તેમની શાનદાર ઈનિંગ પણ ટીમને હારથી ન બચાવી શકી. હાર મળી છતાં આ ઈનિંગ અંડર પ્રેશર પરફોર્મ કરવાની તેમની યોગ્યતાને પુરવાર કરે છે.

તિલક વર્મા માટે અહીં સુધી પહોંચવું એટલું સહેલું ન હતું. તેમના પિતા નમ્બૂરી નાગરાજૂ ઈલેક્ટ્રિશિયન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પિતા જરૂરિયાતની વસ્તુ ન લાવીને પુત્ર માટે ક્રિકેટનો સામાન લાવતો હતો.

તિલક વર્માની પાસે પોતાનું મકાન પણ નથી. તેમનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. આ વાતનો ખુલાસો તિલકે પોતે ભાસ્કરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમને કહ્યું હતું કે તે પોતાના પરિવાર માટે IPLની સેલેરીમાંથી ઘર ખરીદવા માગે છે.

2. રાહુલ ત્રિપાઠી

સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રાહુલ ત્રિપાઠી આખી સીઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો. આ પહેલાં આ ખેલાડી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ માટે પણ રમી ચુક્યો છે. બંને ટીમ માટે પણ તેના બેટમાંથી ઘણાં રન નીકળ્યા હતા, પરંતુ હજુ સુધી તે ટીમ ઈન્ડિયા માટે રમી નથી શક્યો. સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટી-20 સીરીઝમાં પણ આ ખેલાડીનું નામ નથી.

હરભજન અને આકાશ ચોપડાને હતો રાહુલને ટીમમાં જરૂર સામેલ કરવામાં આવશે જ્યારે ટીમમાં રાહુલનું નામ ન આવ્યું તો દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ટ્વીટ કરી કહ્યું હતું કે રાહુલ ત્રિપાઠી એક રીતે હકદાર હતો. ફિટનેસ મામલે હરભજન સિંહ તો તેને વિરાટ કોહલીથી પણ સારો ખેલાડી ગણાવે છે. આકાશ ચોપડાએ પમ કોમેન્ટ્રી કરતા કહ્યું હતું કે રાહુલ ત્રિપાઠી IPLના મારા ફેવરિટ અનકેપ્ટ ખેલાડી છે. તેને ટીમ ઈન્ડિયામાં પસંદ ન કરવાથી મને આશ્ચર્ય જરૂરથી થયું છે.

IPL 2022ની 14 મેચમાં આ બેટ્સમેને 158.24ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 413 રન બનાવ્યા જેમાં ત્રણ હાફસેન્ચુરી સામેલ હતી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ રહ્યું, જેમાં તેને 172.73ની પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી 44 બોલમાં 76 રન બનાવ્યા હતા.

3. અર્શદીપ સિંહ

સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટૂર્નામેન્ટમાં કમ્પીટ કરતા ટોપ પર પહોંચવું હંમેશા મુશ્કેલ હોય છે, પરંતુ પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર્સ અર્શદીપ સિંહે ડેથ બોલર તરીકે પોતાની પ્રતિષ્ઠા મેળવી. 23 વર્ષના આ ખેલાડી પાસે ભલે જ પર્યાપ્ત વિકેટ નથી, પરંતુ તેની ઈકોનોમી રેટે IPL 2022માં તેને તમામને પ્રભાવિત કર્યા છે.

અર્શદીપ કોઈ પણ સ્થિતિમાં અને મેચના કોઈ પણ ફેઝમાં સ્કોરિંગ રેટ મેળવવાની હોશિયારી રાખનાર બોલર તરીકે સામે આવ્યો છે. કગિસો રબાડા જેવા ખેલાડીઓ હોવા છતાં ડાબા હાથનો આ ફાસ્ટ બોલર પંજાબ કિંગ્સ માટે ડેથ ઓવરમાં જાણીતો બોલર છે. PBKSએ તેના પર ઘણો વિશ્વાસ મુક્યો કેમકે તે રિટન કરાયેલા ખેલાડીઓમાંથી એક છે. અને તે પંજાબના મેનેજમેન્ટના વિશ્વાસ પર યોગ્ય સાબિત થવામાં સફળ પણ રહ્યો છે.

મધ્યપ્રદેશમાં જન્મેલા ક્રિકેટરે 14 મેચમાં 7.70ની ઈકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે. સીઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દિલ્હી સામે હતું, જેમાં તેને 3/37ની સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો હતો. તેને આખી સીઝનમાં પોતાનું ફોર્મ યથાવત રાખ્યું અને ડેથ ઓવરમાં પોતાની ઈકોનોમી અને નિયંત્રિત બોલિંગથી તમામને પ્રભાવિત કર્યા. પોતાની કડક મહેનતના જોરે અર્શદીપને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આગામી T-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી છે.

4. ઉમરાન મલિક

ઉમરાન મલિક પોતાની સ્પીડને કારણે IPLની 15મી સીઝનમાં ચર્ચાનો વિષય બની રહ્યો. ઉમરાને IPL 2022માં સતત 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે બોલિંગ કરી છે. આવી સ્પીડની સાથે જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરનાર ખેલાડીએ વિશ્વ ક્રિકેટના અનેક સર્વશ્રેષ્ટ બેટ્સમેનને પરેશાન કર્યા. થોડી સ્ટેબિલિટી અને અનુભવની સાથે 22 વર્ષનો આ ખેલાડી રમતની સાથે મોટા સ્તરે પણ પ્રદર્શન કરવાની યોગ્યતા ધરાવે છે.

ઉમરાન આ સીઝનનો સૌથી પ્રભાવશાળી ફાસ્ટ બોલર છે. તેની સ્પીડે દુનિયાના સૌથી ફાસ્ટ બોલર શોએબ અખ્તરનથી લઈને ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર બ્રેટ લી સુધીના લોકોએ પ્રશંસા કરી છે. જમ્મુ કાશ્મીરના આ ફાસ્ટ બોલરે દિલ્હી કેપ્ટિલ્સ વિરૂદ્ધની મેચમાં 157 કિમી પ્રતિ કલાકની સ્પીડથી સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. ટ

ઉમરાન, જેને મેગા ઓક્શન પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદે રિટેન કર્યો હતો, જે તેમનો બ્રેકઆઉટ સીઝન હતી. કુલ મળીને તેને 14 મેચમાં 20.18ની સરેરાશથી 22 વિકેટ લીધી છે અને એક સીઝનમાં 20થી વધુ વિકેટ લેનાર સૌથી ઓછી ઉંમરનો બોલર બની ગયો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ રહ્યું, જેમાં તેને IPLમાં પોતાની પહેલી પાંચ વિકેટ લીધી અને 5/25ની સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો. એક શાનદાર IPL સીઝન પછી ઉમરાને દક્ષિણી આફ્રિકા વિરૂદ્ધ આગામી T-20 સીરીઝ માટે ભારતીય ટીમમાં પોતાનો પહેલો કોલ-અપ મળ્યો છે.

5. મોહસિન ખાન

મુંબઈ ઈન્ડિયન્સની સાથે ત્રણ સીઝન માટે બેંચને ગરમ કર્યા બાદ, મોહસિન ખાને લખનઉ સુપર જાયન્ટ્સથી IPLમાં ડેબ્યૂ કર્યું. ફ્રેન્ચાઈઝીએ 2022ના મેગા ઓક્શનમાં INR 20 લાખમાં તેને ટીમમાં સામેલ કર્યો. ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ ડેબ્યૂ મેચમાં, જમણા હાથના મિડિયમ ફાસ્ટ બોલરે પોતાની શાનદાર બોલિંગની સાથે IPL 2022ની શરૂઆતમાં ઘણી જ ચર્ચા ઊભી કરી, આ મેચમાં તેને માત્ર 18 રન આપીને 4 ઓવરના પોતાના કોટમાં 1 વિકેટ લીધી હતી.

23 વર્ષના મોહસિને સતત પોતાના પ્રદર્શનથી તમામને પ્રભાવિત કર્યા અને જ્યારથી તેને રમત શરૂ કરી છે ત્યારથી ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મોહસિને સતત વેધક બોલિંગ કરીને બેટ્સમેનને પોતાની સામે ફ્રી થઈને શોટ મારવાની તક નથી આપી. વિકેટ લેવાની સાથે સાથે આ યુવા બોલર ટીમ માટે મોંઘો બોલર સાબિત નથી થયો.

ઉત્તરપ્રદેશમાં જન્મેલા ક્રિકેટરે 8 લીગ મેચમાં ભાગ લીધો અને 5.93ની પ્રભાવશાળી ઈકોનોમી રેટથી 13 વિકેટ લેવામાં સફળ રહ્યો. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દિલ્હી વિરૂદ્ધ રહ્યું, જેમાં તેને 4/16ના આંકડો નોંધાવ્યો અને તેના શાનદાર સ્પેલ માટે સ્પીડ સ્ટારને પ્લેયર ઓફ ધ મેચથી સન્માનિત કરવામાં આવ્યો. પેસર પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ પરિસ્થિતિઓમાં કેટલીક મહત્વપૂર્ણ વિકેટ લેવામાં પણ સફળ રહ્યો, જેમાં તેને લિમિટેડ ઓવરમાં અસાધારણ પ્રદર્શન કરનાર ખેલાડી બનાવી દીધો. જેને ધ્યાનમાં રાખતા મોહસિન નિશ્ચિત રીતે IPL 2023 માટે લખનઉ સુપર જાયન્ટ્સનો મહત્વપૂર્ણ ખેલાડી હશે.