• Home
  • News
  • માનવતા હજી જીવે છે તેવુ સાબિત કર્યું ગુજરાતના આ મુસ્લિમ યુવકોએ...
post

જેમ જેમ માણસ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ માનવતા વિસરાઈ રહી છે. પરંતુ ક્રોકિંટના વધી રહેલા આ જંગલ વચ્ચે ક્યાંકને ક્યાંક માનવતા હજી જીવંત છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં લોકો સેવાની ભાવના ભૂલ્યા નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-01 10:12:28

વાંસદા : જેમ જેમ માણસ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ માનવતા વિસરાઈ રહી છે. પરંતુ ક્રોકિંટના વધી રહેલા આ જંગલ વચ્ચે ક્યાંકને ક્યાંક માનવતા હજી જીવંત છે. આવા અનેક કિસ્સાઓ સામે આવે છે, જેમાં લોકો સેવાની ભાવના ભૂલ્યા નથી. ત્યારે વાંસદા તાલુકો કોમી એકતાનું પ્રતિક બન્યું છે. વાંસદાના ચંપાવાડીમાં કેટલાક મુસ્લિમ યુવકોએ એક હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરીને ઉત્તમ ઉદાહરણ પૂરુ કર્યું છે. 

એક તરફ આખુ રાજ્ય જન્માષ્ટમીની ઉજવણીમાં વ્યસ્ત હતુ, ત્યાં ચંપાવાડીના મુસ્લિમ યુવકોએ માનવતા મહેંકાવી દે તેવુ કામ કર્યું છે. ચંપાવાડીના રાણી ફળિયામાં રહેતા મીનાબેન જયેશભાઈ પટેલ (ઉંમર વર્ષ 45) નું કોરોનાની સારવાર બાદ નિધન થયુ હતું. તેમનો સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. ત્યારે તેમના મૃતદેહને ગામમાં લઈ આવવામાં આવ્યો હતો. આવામાં ફળિયામાં રહેતા મુસ્લિમ યુવકો અંતિમ સંસ્કારમાં મદદે આવ્યા હતા. 

ચંપાવાડીમાં રહેતા જુનેદ પઠાણ અને એમાં સાથી મિત્રો આરીફ બાબુલ ખેર, મસ્તાન આરબને જાણ કરતા આ ત્રણેય મુસ્લિમ યુવકો દ્વારા કોરોનાગ્રસ્ત હિંદુ મહિલાના હોલીપાડા ગામે આવેલી સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારની તૈયારીઓ શરૂ કરીને અંતિમસંસ્કારની સંપૂર્ણ જવાબદારી અમે પોતાના માથે લીધી હતી. ચિતા પર લાકડા ગોઠવાયા, અંતિમસંસ્કારની વિધિ પાર પાડી મીનાબેનના રાત્રે 11.30 કલાકે અંતિમ સંસ્કાર કર્યા હતા.

આમ, જન્માષ્ટમીનો પાવન દિવસ માનવતા મહેંકતો દિવસ બની રહ્યો હતો. અત્યાર સુધી આ યુવકોએ 15થી વધુ કોરોના પોઝિટિવ તથા અન્ય લોકોના મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમની ઈચ્છા છે કે, તેઓ આ સેવાકાર્ય આગળ પણ કરતા રહે અને સમાજમાં માનવતાની મહેંક પ્રસરાવતા રહે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post