• Home
  • News
  • દર્દીના ફેફસાના આવા હાલ કરે છે વાઈરસ, કોરોનાની જાળમાં આવી રીતે ફસાય છે ફેફસા
post

કોરોના ઈન્દોરમાં દર્દીઓના સ્કેનમાં જુઓ કેવી રીતે ઓક્સિજનનો રસ્તો બંધ કરી દે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 12:44:57

ઈન્દોર: એક્સ રે અથવા સીટી સ્કેનમાં સામાન્ય વ્યક્તિના ફેફસા કાળા જોવા મળે છેતેમાં માત્ર હવા ભરાયેલી હોય છે જ્યારે નિમોનિયા થાય તો ફેફસામાં સફેદ રંગના ધબ્બા જોવા મળે છે. લોહી જામવા લાગે છે. જ્યારે તે વધારે ફેલાવા લાગે છે ત્યારે બિમારીનું જોખમ વધી જાય છે. 

1. કોરોના દર્દીઃ કફ, સફેદ જાળી 
 50
વર્ષીય સંક્રમિત દર્દીનો સીટી સ્કેન. નિમોનિયામાંથી કફ ફેફસામાં જામવા લાગે છે. જાળી જેવી આકૃત્તિઓ બનવા લાગે છે. ઓક્સિજન શરીરમાં પહોંચી શકતું નથી.

2. સ્વસ્થ વ્યક્તિઃ રંગ કાળો, હવાથી ભરાયેલા 

સામાન્ય વ્યક્તિના ફેફસા કાળા રંગના જોવા મળે છે તેમા માત્ર હવા ભરાયેલી હોય છે. સ્વસ્થ વયક્તિના ફેફસાનું સીટી સ્કેન.

3. સારા થયેલા ફેફસાઃ સાજા થઈને આવેલા દર્દી પહેલા-પછીની સ્થિતિ
40 વર્ષીય દર્દી સરખી રીતે શ્વાસ પણ લઈ શકતો ન હતો. ઓક્સિજન સપોર્ટ પર 10 દિવસ સુધી રાખ્યો. હવે તે પુરી રીતે સાજો થઈ ગયો છે. ત્યારબાદમાં ફેફસાનો રંગ કાળો અને જાળી હટી ગઈ છે.

4. સૌથી ખરાબ સ્થિતિ- મૃતકના ફેફસા
65 વર્ષીય મહિલાનો એક્સ રે છે. તે પાંચ દિવસ સુયશ હોસ્પિટલમાં દાખલ રહી હતી. નિમોનિયા એટલી હદે થયો કે તેને બચાવી ન શકાયો. એક્સ રેમાં ફેફસા પુરી રીતે સફેદ થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post