• Home
  • News
  • આ દિગ્ગજ બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન, સુનીલ ગાવસ્કરે કરી ભવિષ્યવાણી
post

હાર્દિક ચાર વખત આઈપીએલ ખિતાબ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યા, પરંતુ કેપ્ટન તરીકે આ તેમનો પહેલો ખિતાબ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-31 18:58:23

નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તે સ્ટાર ખેલાડીનુ નામ આપ્યુ છે, જેમને તેઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે મજબૂત દાવેદાર માને છે. હાલ રોહિત શર્મા ટેસ્ટ, ટી20 અને વન ડે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે પરંતુ વધતી ઉંમર અને ફિટનેસના કારણે રોહિત શર્મા વધારે દિવસ ભારતના કેપ્ટન રહેશે નહીં. એક એવો ખેલાડી છે, જે રોહિત શર્માના સ્થાને ટીમ ઈન્ડિયાનો કાયમી કેપ્ટન બની શકે છે.

ગાવસ્કરે આ દિગ્ગજને માન્યા ટીમ ઈન્ડિયાના ભવિષ્યના કેપ્ટન

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યુ, એક લીડર તરીકે હાર્દિક પંડ્યાનો દરજ્જો વધ્યો છે. આ માત્ર મારુ માનવુ નથી પરંતુ તમામનુ માનવુ છે. આ તેમની રમતનુ પાસુ હતુ, જેના વિશે કોઈને વધારે જાણકારી નહોતી. જ્યારે તમારી અંદર નેતૃત્વ ક્ષમતા હોય છે, તો નજીકના ભવિષ્યમાં ભારતીય રાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપના સન્માનનો રસ્તો આપમેળે ખુલી જાય છે.

હાર્દિક પંડ્યાએ આ કરી બતાવ્યુ

સુનીલ ગાવસ્કરે કહ્યુ, આ રોમાંચક છે, ત્રણ કે ચાર અને નામ દોડમાં છે. હુ એ નહીં કહુ કે તે જ હશે, પરંતુ પસંદગી સમિતિ પાસે વિકલ્પ હોવો શાનદાર છે. ગાવસ્કરે કહ્યુ, આપણે સૌ જાણીએ છીએ કે હાર્દિક પંડ્યા બેટ સાથે શુ કરી શકે છે, તે બોલની સાથે શુ કરી શકે છે, પરંતુ સિઝનની શરૂઆત પહેલા થોડી ચિંતા હતી કે શુ તે પોતાના ક્વોટાની પૂરી ઓવર બોલિંગ કરી શકશે. હાર્દિક પંડ્યાએ આવુ કરી બતાવ્યુ. ઓલરાઉન્ડરનુ આ પાસુ પુરુ થઈ ગયુ અને બધા ખુશ છે. 

કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનો આ પહેલો ખિતાબ

હાર્દિક ચાર વખત આઈપીએલ ખિતાબ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યા, પરંતુ કેપ્ટન તરીકે આ તેમનો પહેલો ખિતાબ છે. હાર્દિકે આઈપીએલમાં સારા પ્રદર્શનના કારણે દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ઘરેલૂ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમમાં વાપસી કરી છે. આ ટીમની કમાન લોકેશ રાહુલને સોંપવામાં આવી છે.