• Home
  • News
  • ગુજરાતમાં ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓની આ રીતે તૈયાર થશે માર્કશીટ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન
post

ગુજરાતમાં કોરોના કાળને ધ્યાને રાખીને તમામ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી દેવાયા છે. જો કે મોટા ભાગનાં પ્રાથમિક અને માધ્યમિકનાં વિદ્યાર્થીઓને તો પ્રમોશન સરળતાથી આપી દેવામાં આવ્યું. જો કે ધોરણ 10 અને 12 ના બોર્ડનાં વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો પેચ ફસાયો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-18 12:03:36

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કાળને ધ્યાને રાખીને તમામ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી દેવાયા છે. જો કે મોટા ભાગનાં પ્રાથમિક અને માધ્યમીકનાં વિદ્યાર્થીઓને તો પ્રમોશન સરળતાથી આપી દેવામાં આવ્યું. જો કે ધોરણ 10 અને 12 ના બોર્ડનાં વિદ્યાર્થીઓના માસ પ્રમોશનનો પેચ ફસાયો હતો. 

આજે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ની માર્કશીટ તૈયાર કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગેની પદ્ધતી ધોરણ 12 ની માર્કશીટ 3 પદ્ધતિ નાં આધારે નક્કી કરાશે.આ અંગેની વિગતવાર પદ્ધતીની જાહેરાત ગુજરાત સરકાર અને શૈક્ષણીક બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. 

1.ધોરણ -૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધોરણ -૧૨ ના જૂથ મુજબના વિષયમાં ૫૦ ગુણનું મૂલ્યાંકન. ધોરણ -૧૦ ના બોર્ડના વિષયવાર પરિણામના ( વિષયવાર મેળવેલ ૭૦ ગુણ ) આધારે ધોરણ -૧૨ ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે .
2.
ધોરણ -૧૧ ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધોરણ -૧૧ ની પ્રથમ સામાયિક કસોટી ( ૫૦ ગુણ ) અને દ્વિતીય સામાયિક કસોટી ( ૫૦ ગુણ ) માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ૨૫ ગુણનું મૂલ્યાંકન . 
3.
શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧ દરમિયાન યોજાયેલ ધોરણ -૧૨ ની પ્રથમ સામાયિક કસોટી ( ૧૦૦ ગુણ ) અને વર્ષ દરમિયાન યોજાયેલ વિષયવાર એકમ કસોટી ( ૨૫ ગુણ ) એમ કુલ ૧૨૫ ગુણમાંથી મેળવેલ ગુણના આધારે ર૫ ગુણનું મૂલ્યાંકન .

 

adv

Related News

post
post
post
post
post
post
post