• Home
  • News
  • હવામાન વિભાગની આગાહી:ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2021 સુધીનું ઠંડીનું પૂર્વાનુમાન, આ વર્ષે દેશમાં ઠંડીનો રેકોર્ડ તૂટશે, તાપમાન 2 ડિગ્રી ઘટશે
post

લા-નીનાના કારણે દિવસનું તાપમાન સામાન્યથી થોડું વધુ રહેશે, મેદાની વિસ્તારોમાં દિવસે પારો ગગડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 09:51:05

આગામી ત્રણ મહિના સુધી એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2021 સુધી ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં જોરદાર ઠંડી પડશે. આ ભયાનક ઠંડીની અસર મધ્ય ભારતમાં પણ સારી એવી રહેશે. આ દરમિયાન ઉત્તરથી લઈને પશ્ચિમ, મધ્ય ભારતના રાજ્યોના અનેક વિસ્તારોમાં શીત લહેર જારી રહેશે.

મહત્તમ તાપમાન સામાન્યથી થોડું ઉપર રહેશે
હવામાન વિભાગે રવિવારે શિયાળામાં તાપમાન કેવું રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. ઉત્તર ભારતમાં આ ત્રણ મહિના લઘુતમ તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા છે. જોકે, આ ગાળાનું મહત્તમ તાપમાન સામાન્યથી થોડું ઉપર રહે‌વાની શક્યતા છે. આ ઠંડીની અસર મેદાની વિસ્તારોમાં વધુ રહેશે, જેથી રાજસ્થાનમાં સૌથી વધારે ઠંડા પવનો ફૂંકાશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશાથી લઈને પૂર્વોત્તર રાજ્યોમાં પણ દિવસનું મહત્તમ તાપમાન સામાન્યથી દોઢ ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.

પ્રશાંત મહાસાગરમાં મધ્યમ સ્તરનું લા-નીના સર્જાયું
હવામાન વિભાગના મતે, મધ્ય અને પૂર્વ ભૂમધ્ય પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્યથી ઓછું છે. પ્રશાંત મહાસાગરમાં મધ્યમ સ્તરનું લા-નીના સર્જાયું છે. તેના કારણે ઓછામાં ઓછું શિયાળાના અંત સુધી, એટલે કે મધ્ય માર્ચ સુધી, મહત્તમ તાપમાન એ સમયે દર વર્ષે હોય છે તેના કરતા થોડું વધારે રહેશે. આમ, પહાડો તરફથી આવતા પવનો અને ઉત્તર તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આકાશ સાફ રહેવાથી રાત્રે તાપમાન ઘટશે, પરંતુ દિવસે તડકો નીકળવાથી તાપમાન સામાન્યથી થોડું વધારે રહેશે.

મહત્તમ તાપમાનમાં વધારાથી ઠંડા દિવસોની સંખ્યા ઘટશે
હવામાન વિજ્ઞાની ડૉ. કુલદીપ શ્રીવાસ્તવનું કહેવું છે કે, લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાથી સવારના સમયે પહાડી વિસ્તારો ધરાવતા રાજ્યો પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડા પવનો ફૂંકાશે. એવી જ રીતે, મહત્તમ તાપમાન વધવાની અસરથી ઠંડા દિવસોની સંખ્યા ઘટી શકે છે. તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે પહાડી વિસ્તારોમાં થનારી હિમવર્ષા હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post