• Home
  • News
  • બાંદ્રાની ઘટના અંગે સીએમ ઉદ્ધવે કહ્યું- લોકડાઉનનો અર્થ લોકઅપ નથી, પ્રવાસી મજૂરોએ મહારાષ્ટ્રમાં ડરવાની જરૂર નથી
post

સ્થાનિક નેતાઓ અને પોલીસે આ મામલામાં દખલગીરી કરતા ટોળુ વિખેરાઈ ગયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 08:38:25

મુંબઈ. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત છે. અહીં સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન મુંબઈ બાંદ્રા સ્ટેશન પર મંગળવારે હજારો લોકોની સંખ્યા લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. આ લોકો તેમના ગામ પરત જવા માંગતા હતા. પોલીસે આ લોકોને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું લોકોને કહેવા માંગુ છું કે  લોકડાઉનનો અર્થ કોઈ લોકઅપ નથી. આ મહારાષ્ટ્ર તમારુ છે અને તમે અહીંના છો. તમારે ડરવાની જરૂર નથી.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- આજે એક અફવા ફેલાઈ હતી કે ટ્રેનો શરૂ થઈ રહી છે. ત્યારબાદ બાંદ્રા રેલવે સ્ટેશન પર હજારો લોકો પહોંચી ગયા હતા. અફવાઓ પર ધ્યાન ન આપશો. લોકડાઉનમાં સહયોગ કરો. કોરોના વાઈરસને સમગ્ર વિશ્વને અસર કરી છે. સૌને તેમના ઘરોમાં તહેવાર મનાવવા મજબૂર થવુ પડ્યુ છે. જે દિવસ લોકડાઉન ખુલશે તે દિવસે ફક્ત હું જ નહીં કેન્દ્ર સરકાર પણ તમને ઘરો સુધી પહોંચાડવામાં મદદ કરશું.

ઉદ્ધવે દાવો કર્યો- મહારાષ્ટ્રમાં સૌથી વધારે તપાસ થઈ રહી છે

સીએમ ઉદ્ધવે કહ્યું છે કે કેટલાક લોકોને લાગે છે કે મહારાષ્ટ્રમાં વિચિત્ર થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં જેટલી તપાસ થઈ રહી એટલી અન્ય કોઈ રાજ્યમાં થઈ રહી નથી. રાજ્યમાં અમે 22 હજાર સેમ્પલ લીધા છે. 2334 પોઝિટિવ કેસ છે. રાજ્યમાં 230 દર્દી છેને સારું થઈ ગયુ છે. 

ગૃહમંત્રીએ લાઠીચાર્જથી ઈન્કાર કર્યો

રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યુ હતું કે મંગળવારે સાંજે લગભગ 4 વાગે હજારોની સંખ્યામાં લોકો બાંદ્રા સ્ટેશનની બહાર એકત્રિત થયા હતા. આ તમામ મજૂરો હતા અને લોકડાઉનને પગલે તેઓ પોતાના ઘરે પરત જવા માંગતા હતા. તેમને એવો વિશ્વાસ હતો કે લોકડાઉન પૂરું થઈ જશે. પણ એવું થયુ નહીં અને તેઓ અધીરા થઈને ઘરોની બહાર નિકળી આવ્યા અને પોતાના રાજ્ય કે ગામ જવા માંગતા હતા. અમે તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

મુંબઈના બ્રાન્દ્રા રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પર પ્રાંતીય મજૂરોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં  એકત્રિત થયેલા આ મજૂરોએ લોકડાઉનન પગલે તેમને વતન પરત મોકલવાની માંગ કરી હતી. મજૂરો તેમની પાસે પુરતુ ખાવાનું પણ ન હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો. પોલીસે પ્રાથમિક સમજાવટ કર્યા બાદ ટોળુ કાબુમાં ન આવતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જોકે બાદમાં સ્થાનિક નેતાઓ અને પોલીસે આ મામલામાં દખલગીરી કરતા ટોળુ વિખેરાઈ ગયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તા.3મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. 

મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરએ ટ્વિટ કર્યું

આ સમગ્ર ઘટના પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે બાન્દ્રા સ્ટેશન પરથી મજૂરોને હટાવવામાં આવ્યા છે. ગુજરાતના સુરતમાં થોડા દિવસો અગાઉ જ મજૂરોએ દેખાવો કર્યા હતા. જોકે કેન્દ્ર સરકાર તેમને ઘરે પહોંચાડવાનો નિર્ણય લઈ શકી ન હતી. આદિત્ય ઠાકરેએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું પર પ્રાંતીય મજૂરો ખાવાનું અને આશરો ઈચ્છતા નથી, તેઓ ઘરે જવા માંગે છે.

મહારાષ્ટ્રમાં મંગળવારે નવા 121 કેસ પ્રકાશમાં આવ્યા

મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં સક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. મંગળવારે અહીં નવા 121 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં મરનારાઓનો આંકડો 162 સુધી પહોંચી ગયો છે. મુંબઈમાં મરનારાઓની સંખ્યા 100ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનને તા.3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post