• Home
  • News
  • દુધવા પુલ પાસે વહેલી સવારે સુરતથી રાજસ્થાન જતી લકઝરીબસને અકસ્માત, 3ના મોત
post

થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 12:12:58

વાવઃ થરાદના સાંચોર હાઇવે દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે 4 વાગે ટેમ્પાને ઓવરટેક કરવાની લ્હાયમાં લકઝરીના ચાલકે સામે આવતા ટ્રેઈલર સાથે અથડાવતા લકઝરીના ડ્રાઇવર-ક્લીનર અને ટ્રેઇલરના ડ્રાઇવર સહિત ત્રણનાં મોત નીપજ્યાં હતા.જ્યારે 12 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી.જેમાં 3 જણને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

સુરતથી રવિવારે સાંજે ઉપડેલી સુરત-વડોદરાથી રાજસ્થાનના બાલોત્રા જવા નિકળેલી લકઝરી બસ નંબર જીજે-05-બીવી-8715ના ચાલકે પુરઝડપે ચલાવી આગળ થરાદથી 15 કિલોમીટરના અંતરે આવેલા દુધવા ગામના પુલ પાસે સોમવારે વહેલી સવારે ચારેક વાગ્યાના સમયે રોડ પર જઇ રહેલા ટેમ્પોને ઓવરટેક કરવા જતાં રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર નંબર આરજે-07-જીસી-9004ને સામે જ ટક્કર મારી દીધી હતી.

અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને ગાડીઓનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં ટ્રેઇલરનો ડ્રાઇવર અને લકઝરી બસના ડ્રાઇવર-ક્લીનરનું મોત નિપજ્યું હતું. જ્યારે 12 જેટલાને ઇજા થતાં તાત્કાલિક થરાદ, વાવ અને લાખણીથી 108 ઘટના સ્થળે પહોંચી ઘાયલોને પ્રથમ સારવાર માટે થરાદ લાવી હતી. જ્યાં 3 જણને વધુ ગંભીર ઇજાઓ થતા અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

મૃતકો
1.જસુરામ ભારમલરામ વિશ્નોઇ (ઉં.વ.40, રહે.ખારા,તા.ફલોદી,જી.જોધપુર)

2.મોહનલાલ જીવણલાલ ડાઢી (ઉં.વ.43, રહે.બાયનુ,તા.બાવનું,જી.બાડમેર)

3.અશોકકુમાર થાંનારામ જાટ (ઉં.વ.28,રહે.ભોજાસર,તા.બાવનું,જી.બાડમેર)