• Home
  • News
  • સ્કોટલેન્ડના 3 ભાઈઓએ એટલાન્ટિક મહાસાગરમાં રોઈંગ કરી 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા, 35 દિવસમાં ચેલેન્જ પૂર્ણ કરી
post

પ્રથમવાર કોઈ મહાસાગરમાં 3 ભાઈઓએ રોઈંગ કર્યું, સૌથી ઝડપી અંતર પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-22 11:13:34

સ્કોટલેન્ડના 3 ભાઈઓએ એટલાન્ટિક મહાસાગરમાં રોઈંગ કરી 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. એડિનબર્ગના મેક્લિન બ્રધર્સે 3 હજાર માઈલ (આશરે 4828 કિ.મી.)નું અંતર 35 દિવસ 9 કલાક 9 મિનિટમાં પૂર્ણ કર્યું. 21 વર્ષીય લેશલન, 26 વર્ષીય જેમી અને 27 વર્ષીય ઈવાને ડિસેમ્બરમાં સ્પેનના કેનેરી આઈલેન્ડથી રોઈંગનો પ્રારંભ કર્યો અને ગત અઠવાડિયે કેરેબિયનના એન્ટિગા આઈલેન્ડ પર તેનો અંત કર્યો. પ્રથમવાર કોઈ મહાસાગરમાં 3 ભાઈઓએ રોઈંગ કરી. મેક્લિન બ્રધર્સ આમ કરનાર સૌથી યુવા ભાઈઓ બન્યા.


ત્રણેયએ સૌથી ઝડપી એટલાન્ટિક મહાસાગર પાર કરવાનો રેકોર્ડ બનાવ્યો. જુનો રેકોર્ડ 41 દિવસનો હતો. એટલાન્ટિક મહાસાગરમાં દર વર્ષે યોજાનાર સૌથી મુશ્કેલ ચેલેન્જમાં વિશ્વની 30 ટીમોએ ભાગ લીધો હતો. 27 વર્ષીય ઈવાને જણાવ્યું કે,'અમે શોખના ભાગરૂપે રોઈંગ કરીએ છીએ. નાના ભાઈઓએ મને કહ્યું કે, આપણે એક્સપિડીશનમાં ભાગ લેવો જોઈએ. સાથે અમે એકબીજાને પ્રોત્સાહિત કરી ચેલેન્જને વર્લ્ડ રેકોર્ડ ટાઈમમાં પૂર્ણ કર્યો.'


થાક દૂર કરવા માટે સંગીતની મદદ લીધી
ટીમે થાકને દૂર કરવા માટે સંગીતની મદદ લીધી હતી. તેમણે પોતાની સાથે બેગપાઈપ અન માઉથ ઓર્ગન રાખ્યા હતા. દરમિયાન ત્રણેયનું વજન 12 કિ.ગ્રા. જેટલું ઘટી ગયું. મેક્લિન બ્રધર્સે ચેલેન્જ માટે એન્ડ્યુરેન્સ એથ્લિટ્સ પાસેથી ટ્રેનિંગ લીધી હતી. તેમણે ચેલેન્જ થકી 1.5 કરોડ રૂપિયાનું ચેરિટી ફંડ ભેગું કર્યું છે.