• Home
  • News
  • ટિકટોક-ગુજરાતી સ્ટાર અલ્પિતા ચૌધરી ફરી પોલીસ તરીકે ફરજ પર હાજર
post

કોરોના સામે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવવા માટે તૈયાર: અલ્પિતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 10:37:11

અમદાવાદ. ટિકટોકના કારણે સસ્પેન્ડ થયેલા પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી ફરી એકવાર પોલીસ વર્દીમાં જોવા મળશે. કોરોના વાઇરસની મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ફરજ બજાવવા અલ્પિતા ચૌધરી હાજર થયાં છે. મહેસાણા જિલ્લા પોલીસ તરફથી તેઓને હાજર થવા સૂચના આપવામાં આવતા તેઓ આજે ફરજ પર હાજર થયા છે. વાતચીતમાં અલ્પિતાએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસની મહામારી સામે લડવા હું તૈયાર છું. મારા ડિપાર્ટમેન્ટને મારી જરૂર છે અને તેને સાથ હું નહિ આપું તો કોણ આપશે જેથી આજે મને હાજર થવાની જાણ કરતા હું કડી પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર થવા માટે આવી છું. સસ્પેન્ડ થયા બાદ મારા નવા કેરિયર પર કોઈ અસર નહિ પડે હું પોલીસ તરીકેની મારી ફરજ બજાવીશ સાથે ડિપાર્ટમેન્ટની મંજૂરી લઈ અને મારુ કેરિયર આગળ વધારીશ. 

 

પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક વીડિયો બનાવવા બદલ સસ્પેન્ડ થયા હતા
ગત વર્ષે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા અલ્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં એક ટિકટોક બનાવ્યો હતો.જેના કારણે dysp મંજીતા વણઝારાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.  બાદમાં અલ્પિતા ટિકટોક સ્ટાર બની ગઈ હતી. જેના પછી તેઓને ગુજરાતી ગીતોના આલબમમાં કામ શરૂ કર્યું હતું અને હિટ થઈ ગયા હતા. આજે ફરી એકવાર તેઓ ફરજ પર હાજર થઈ અને આ મહામારી સામે લડવા તૈયાર થઈ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post