• Home
  • News
  • રાજ્યમાં આગાહી વચ્ચે 18 તાલુકામાં મેઘરાજાની મહેર, ભરૂચના અંકલેશ્વરમાં સૌથી વધુ 15 મિમિ વરસાદ
post

સુરતના ઓલપાડમાં 9 મિમિ, મહીસાગરના કડાણામાં 7 મિમિ, બારડોલીમાં 6 મિમિ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-13 11:24:28

ગાંધીનગર: વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 15 મિમિ પડ્યો છે. જ્યારે સુરતના ઓલપાડમાં 9 મિમિ, મહીસાગરના કડાણામાં 7 મિમિ, બારડોલીમાં 6 મિમિ, મહેસાણાના વિસનગર અને વલસાડના પારડીમાં 5-5 મિમિ વરસાદ નોંધાયો છે.

સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાનનો 5 મિમિથી વધુ વરસાદ

લ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

ભરૂચ

અંકલેશ્વર

15

સુરત

ઓલપાડ

9

મહીસાગર

કડાણા

7

સુરત

બારડોલી

6

મહેસાણા

વિસનગર

5

વલસાડ

પારડી

5

દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી
રવિવારે રાત્રિથી લઇને બુધવાર સુધી આગામી 3 દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણની સાથે સૌરાષ્ટ્ર કચ્છનાં ગીર-સોમનાથ, પોરબંદર સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાની વકી છે.

ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો
12
જુલાઈએ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રાજ્યના 179 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં પડ્યો હતો. જ્યારે સુરતના કામરેજ અને ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત નવસારી, વલસાડના કપરાડા, વડોદરાના પાદરા, નવસારીના જલાલપોર, મહેસાણા, ભાવનગરના વલ્લભીપુર, વલસાડના વાપી, ખેડાના વસો અને  સુરતના માંગરળોમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના હિંમતનગર અને પોશીના, તાપીના વાલોડ, સુરતના પાલસણા, ગણદેવી અને સુરત શહેર, ખેડાના માતર અને ખેડા, ભરૂચના હાંસોટ અને ભરૂચ, પંચમહાલના ગોધરા, મહેસાણાના જોટાણા, ભાવનગરના ઉમરાળામાં એક ઈંચથી વધારે વરસાદ પડ્યો છે.

ગઈકાલે 12 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલો 1થી વધુ મિમિ વરસાદ  

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

વલસાડ

ઉમરગામ

131

સુરત

કામરેજ

64

સુરત

ઉમરપાડા

59

નવસારી

નવસારી

50

વલસાડ

કપરાડા

49

વડોદરા

પાદરા

48

નવસારી

જલાલપોર

45

મહેસાણા

મહેસાણા

44

ભાવનગર

વલ્લભીપુર

43

વલસાડ

વાપી

42

ભરૂચ

અંકલેશ્વર

41

ખેડા

વસો

38

સુરત

માંગરોળ

36

સાબરકાંઠા

હિંમતનગર

35

તાપી

વાલોડ

34

સુરત

ચોર્યાસી

32

સુરત

પાલસણા

32

નવસારી

ગણદેવી

32

સુરત

સુરત શહેર

31

ખેડા

માતર

30

ભરૂચ

હાંસોટ

30

વલસાડ

ધરમપુર

30

સાબરકાંઠા

પોશીના

27

ખેડા

ખેડા

27

વડોદરા

વડોદરા

27

ભરૂચ

ભરૂચ

27

પંચમહાલ

ગોધરા

26

મહેસાણા

જોટાણા

25

ભાવનગર

ઉમરાળા

25

સુરત

મહુવા

24

 

adv

Related News

post
post
post
post
post
post
post