• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, સૌથી વધુ સાડા પાંચ ઈંચ સુરતના ચોર્યાસીમાં
post

જલાલપોર, ખેરગામ, તલોદ, પાટણ, ઉમરગામ અને વાપીમાં 4 ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:42:05

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં 139 એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે નવસારીના ચીખલી, ગણદેવી અને નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોર અને ખેરગામ, સાબરકાંઠાના તલોદ, પાટણ, વલસાડના ઉમરગામ અને વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના ડોલવણ, વલસાડના કપરાડા અને પારડી, નવસારીના વાંસદા, ડાંગના વધઈ, સુરતના બારડોલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પાલસણા, બનાસકાંઠાના દાંતા, ડાંગના આહવા અને વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

સુરત

ચોર્યાસી

139

નવસારી

ચીખલી

124

નવસારી

ગણદેવી

124

વલસાડ

વલસાડ

119

નવસારી

નવસારી

115

નવસારી

જલાલપોર

114

નવસારી

ખેરગામ

113

સાબરકાંઠા

તલોદ

97

પાટણ

પાટણ

93

વલસાડ

ઉમરગામ

91

વલસાડ

વાપી

90

તાપી

ડોલવણ

85

વલસાડ

કપરાડા

83

નવસારી

વાંસદા

82

ડાંગ

વધઈ

76

સુરત

બારડોલી

73

વલસાડ

પારડી

73

સુરત

પાલસણા

66

બનાસકાંઠા

દાંતા

58

ડાંગ

આહવા

55

વલસાડ

ધરમપુર

54

 

adv

Related News

post
post
post
post
post
post
post