• Home
  • News
  • ચોમાસું:રાજ્યના 63 તાલુકામાં મેઘરાજાનું આગમન, બનાસકાંઠાના ભાભર અને દિયોદરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ
post

ગઈકાલે રાજ્યના 242 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર વરસી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-25 12:20:35

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી રાજ્યના 63 તાલુકામાં મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ભાભર અને દિયોદરમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના લખપત અને બનાસકાંઠાના કાંકરેજમાં દોઢ ઈંચ, બનાસકાંઠાના ડીસા, સુઈગામ અને કચ્છના અંજારમાં એક ઈંચ, બનાસકાંઠાના વાવમાં 23 મિમિ, પાલનપુરમાં 19 મિમિ, અમીરગઢ અને થરાદમાં 18 મિમિ, સાબરકાંઠાના વડાલી અને સુરતના માંડવીમાં 15 મિમિ વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યના 242 તાલુકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ કચ્છના અબડાસામાં નોંધાયો હતો.

આજે સવારે 6 વાગ્યાથી નોઁધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

બનાસકાંઠા

ભાભર

46

બનાસકાંઠા

દિયોદર

44

કચ્છ

લખપત

37

બનાસકાંઠા

કાંકરેજ

35

બનાસકાંઠા

ડીસા

28

કચ્છ

અંજાર

28

બનાસકાંઠા

સુઈગામ

24

બનાસકાંઠા

વાવ

23

બનાસકાંઠા

પાલનપુર

19

બનાસકાંઠા

અમીરગઢ

16

બનાસકાંઠા

થરાદ

16

સાબરકાંઠા

વડાલી

15

સુરત

માંડવી

15

 

10 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
ગઈકાલે રાજ્યના 242 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ કચ્છના અબડાસામાં નોધાયો હતો. રાજકોટના ગોંડલ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 7 ઈંચ, કચ્છના લખપતમાં 6 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 5 ઈંચ, પાટણના રાધનપુર, સાંતલપુર, સિધ્ધપુર અને સમી, મોરબીના ટંકારા અને મોરબી, રાજકોટના ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા, અમરેલીના વાડીયા, કચ્છના મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ભુજ અને ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, સુરેન્દ્રનગરના દસાડા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post