• Home
  • News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોધાયો, સૌથી વધુ વરસાદ વલસાડમાં 6 ઈંચ ખાબક્યો
post

પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4-4 ઈંચ તેમજ સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-29 11:59:48

ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 59 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી હતી. દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. વલસાડમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

ગઈકાલે રાજ્યના વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

વલસાડ

વલસાડ

143

વલસાડ

પારડી

108

સુરત

કામરેજ

103

નવસારી

ગણદેવી

98

નવસારી

ચીખલી

96

સુરત

મહુવા

66

વલસાડ

વાપી

64

સુરત

સુરત શહેર

45

નવસારી

નવસારી

41

નવસારી

ખેરગામ

40

સુરત

પાલસણા

35

અમરેલી

બગસરા

32

તાપી

વાલોદ

31

નવસારી

જલાલપોર

31

નવસારી

વાંસદા

23

સુરત

બારડોલી

22

આણંદ

આંકલાવ

14

આણંદ

બોરસદ

12

સુરત

માંડવી

11

ડાંગ

વધઈ

11

તાપી

વ્યારા

10

વલસાડ

ધરમપુર

10

વલસાડ

કપરાડા

10

 

adv

Related News

post
post
post
post
post
post
post