• Home
  • News
  • રાજ્યના 149 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, અમરેલીના જાફરાબાદ અને આણંદના તારાપુરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો
post

ગઈકાલે ભાણવડમાં 7 ઈંચ, વેરાવળ, ખાંભા, માંગરોળ, બગસરા અને વાપીમાં 5-5 ઈંચ વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 09:11:41

ગાંધીનગ: રાજ્યમાં 8 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યમાં વરસાદી માહોલ છે અને સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના જાફરાબાદ અને આણંદ જિલ્લાના તારાપુરમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં રાજ્યનો સૌથી વધુ 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 29 તાલુકામાં 1થી 2 ઈંચ સુધી વરસાદ
જૂનાગઢના માણાવદર અને માંગરોળ, વલસાડ, ભાવનગર, મહુવા, ગીર સોમનાથના વેરાવળ, વલસાડના પારડી, અમરેલીના સાવરકુંડલા અને અમરેલી તથા નવસારીના વાંસદામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલીના રાજુલા, આણંદના ખંભાત, અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના પ્રાંતિજ, મહીસાગરના કડાણા, છોટા ઉદેપુરના જેતપુર પાવી અને તાપીના કુકરમુંડામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના ઉમરગામ, મહીસાગરના લુણાવાડા, વલસાડના ધરમપુર, ગાંધીનગરના કલોલ, વલસાડના વાપી, દાહોદના લીમખેડા, પોરબંદરના કુતિયાણા, આણંદના સોજીત્રા, જૂનાગઢના ભેંસણ, ખેડાના કપડવંજ, મહીસાગરના બાલાસિનોર અને સાબરકાંઠાના વિજયનગરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે 5 ઓગસ્ટે પડેલા 1 ઈંચથી 3 ઈંચ સુધીના વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

અમરેલી

જાફરાબાદ

75

આણંદ

તારાપુર

70

જૂનાગઢ

માણાવદર

57

જૂનાગઢ

માંગરોળ

56

વલસાડ

વલસાડ

53

ભાવનગર

ભાવનગર

51

ભાવનગર

મહુવા

50

ગીર સોમનાથ

વેરાવળ

50

વલસાડ

પારડી

46

અમરેલી

સાવરકુંડલા

44

અમરેલી

અમરેલી

41

નવસારી

વાંસદા

41

અમરેલી

રાજુલા

40

આણંદ

ખંભાત

40

અરવલ્લી

બાયડ

40

સાબરકાંઠા

પ્રાંતિજ

39

મહીસાગર

કડાણા

35

છોટા ઉદેપુર

જેતપુર પાવી

34

તાપી

કુકરમુંડા

34

વલસાડ

ઉમરગામ

33

મહીસાગર

લુણાવાડા

31

વલસાડ

ધરમપુર

29

ગાંધીનગર

કલોલ

28

વલસાડ

વાપી

28

દાહોદ

લીમખેડા

27

પોરબંદર

કુતિયાણા

27

આણંદ

સોજીત્રા

26

જૂનાગઢ

ભેંસણ

26

ખેડા

કપડવંજ

26

મહીસાગર

બાલાસિનોર

25

સાબરકાંઠા

વિજયનગર

25

4 ઓગસ્ટે 105 તાલુકામાં સૌથી વધુ ઉમરગામમાં 14 ઈંચ વરસાદ
ગઈકાલે રાજ્યમાં 105 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાણવડમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળ, અમરેલીના ખાંભા, જૂનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને વલસાડના વાપીમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો હતો

4 ઓગસ્ટે 22 તાલુકામાં દોઢથી લઈને 4 ઈંચ વરસાદ નોંધાયો
ગીર સોમનાથના સુત્રાપાડા, અમરેલીના સાવરકુંડલા, પોરબંદરના કુતિયાણા, અમરેલીના જાફરાબાદ અને મોરબીમાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડા, અમરેલી, અમરેલીના રાજુલા અને ધારીમાં 3-3 ઈંચ નોંધાયો છે. રાજકોટના ઉપલેટા, જૂનાગઢના માણાવદર, માળીયા અને વંથલી તથા અમરેલીના બાબરામાં 2-2 ઈંચ વરસાદ નોધાયો છે, જૂનાગઢ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, જૂનાગઢના વિસાવદર, ભાવનગરના તળાજા, રાજકોટના જામકંડોરણા, મોરબીના માળિયા મિયાણા અને ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

4 ઓગસ્ટે 12 તાલુકામાં 1-1 ઈંચ વરસાદ
ગીર સોમનાથના કોડીનાર અને તાલાલા, અમરેલીના લાઠી, છોટા ઉદેપુરના બોડેલી, છોટા ઉદેપુર, સંખેડા અને જેતપુર પાવી, રાજકોટના ધોરાજી અને જસદણ તથા વડોદરાના ડભોઈમાં 1-1 ઈંચ વરસાદ નોંધોયો છે.

4 ઓગસ્ટે રાજ્યમાં નોધાયેલા વરસાદના 1 ઈંચથી 14 ઈંચ સુધીના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

વલસાડ

ઉમરગામ

363

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

178

ગીર સોમનાથ

વેરાવળ

131

અમરેલી

ખાંભા

129

જૂનાગઢ

માંગરોળ

128

અમરેલી

બગસરા

119

વલસાડ

વાપી

115

ગીર સોમનાથ

સુત્રાપાડા

105

અમરેલી

સાવરકુંડલા

97

પોરબંદર

કુતિયાણા

96

અમરેલી

જાફરાબાદ

94

મોરબી

મોરબી

80

વલસાડ

કપરાડા

77

અમરેલી

અમરેલી

73

અમરેલી

રાજુલા

73

અમરેલી

ધારી

63

રાજકોટ

ઉપલેટા

59

જૂનાગઢ

માણાવદર

52

જૂનાગઢ

વંથલી

50

છોટા ઉદેપુર

નસવાડી

49

અમરેલી

બાબરા

47

જૂનાગઢ

માળીયા

44

જૂનાગઢ

જૂનાગઢ

40

જૂનાગઢ

જૂનાગઢ શહેર

40

સાબરકાંઠા

ખેડબ્રહ્મા

37

જૂનાગઢ

વિસાવદર

37

ભાવનગર

તળાજા

37

રાજકોટ

જામકંડોરણા

36

મોરબી

માળીયામિયાણા

36

ગીર સોમનાથ

કોડીનાર

36

ગીર સોમનાથ

તાલાલા

35

અમરેલી

લાઠી

35

રાજકોટ

કોટડાસાંગાણી

34

છોટા ઉદેપુર

બોડેલી

34

રાજકોટ

ધોરાજી

32

ભાવનગર

મહુવા

32

જૂનાગઢ

ભેંસણ

31

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર

31

છોટા ઉદેપુર

સંખેડા

31

છોટા ઉદેપુર

જેતપુર પાવી

27

રાજકોટ

જસદણ

26

વડોદરા

ડભોઈ

26

 

adv

Related News

post
post
post
post
post
post
post