• Home
  • News
  • આજે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો, જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં
post

ગઈકાલે દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદ; ખંભાળિયામાં 12 , કલ્યાણપુરમાં 11 , દ્વારકામાં 9 , ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-08 12:11:47

ગાંધીનગર: આજે સતત ચોથા દિવસે રાજ્યમાં વરસાદ મેઘમહેર જારી છે અને રાજ્યના 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન જૂનાગઢના માળીયામાં સૌથી વધુ એક ઈંચ વરસાદ ખાબક્યો છે. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કચ્છના લખપતમાં 12 મિમિ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 10 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટના જેતપુરમાં પણ 10 મિમિ વરસાદ નોઁધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના ગીર ગઢડામાં 9 મિમિ, જૂનાગઢના મેંદરડામાં 6 તેમજ ખાંભા અને વિસાવદરમાં 5-5 મિમિ વરસાદ નોઁધાયો છે.

આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન નોઁધાયેલો 5 મિમિ સુધીનો વરસાદ

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

જૂનાગઢ

માળીયા

24

કચ્છ

લખપત

12

જૂનાગઢ

જૂનાગઢ

10

જૂનાગઢ

જૂનાગઢ શહેર

10

રાજકોટ

જેતપુર

10

ગીર સોમનાથ

ગીરગઢડા

9

જૂનાગઢ

મેંદરડા

6

અમરેલી

ખાંભા

5

જૂનાગઢ

વિસાવદર

5

કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે આજે બુધવારે કચ્છ તથા દેવભૂમિ દ્વારકા તથા આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લૉ-પ્રેશર સર્જાયું હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જે હજુ પણ ચાલુ રહેશે.

દેવભૂમિ દ્વારકામાં સાર્વત્રિક અને કચ્છ, જામનગર, પોરબંદરમાં પણ સારો વરસાદ
ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પર મેઘરાજા ઓળઘોળ થયા હતા. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કલ્યાણપુરમાં 11 ઈંચ, દ્વારકામાં 9 ઈંચ, ભાણવડમાં 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લામાં પણ મેઘમહેર રહી હતી.  કચ્છના માંડવી અને મુન્દ્રામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. જામનગરના જામજોધપુર અને પોરબંદરના કુતિયાણામાં પણ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. નખત્રાણા અને માણાવદરમાં 6 ઈંચ તેમજ જામનગરના લાલપુર અને પોરબંદરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગઈકાલે 7 જુલાઈએ રાજ્યમાં વરસેલા 1થી વધુ ઈંચ વરસાદના આંકડા

જિલ્લો

તાલુકો

વરસાદ (મિમિમાં)

દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા

299

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

285

દેવભૂમિ દ્વારકા

દ્વારકા

229

દેવભૂમિ દ્વારકા

ભાણવડ

208

કચ્છ

માંડવી

183

કચ્છ

મુન્દ્રા

181

જામનગર

જામજોધપુર

179

પોરબંદર

કુતિયાણા

168

કચ્છ

નખત્રાણા

154

જૂનાગઢ

માણાવદર

139

જામનગર

લાલપુર

120

પોરબંદર

પોરબંદર

115

પોરબંદર

રાણાવાવ

95

રાજકોટ

ઉપલેટા

88

જામનગર

જામનગર

84

કચ્છ

અબડાસા

76

જામનગર

કાલાવડ

74

જૂનાગઢ

મેંદરડા

66

કચ્છ

લખપત

60

રાજકોટ

ધોરાજી

50

જૂનાગઢ

વંથલી

99

જૂનાગઢ

જૂનાગઢ

48

જૂનાગઢ

જૂનાગઢ શહેર

48

જૂનાગઢ

કેશોદ

47

જૂનાગઢ

વિસાવદર

41

સુરત

સુરત શહેર

40

જામનગર

ધ્રોલ

37

વલસાડ

ઉમરગામ

37

સાબરકાંઠા

વિજયનગર

33

નવસારી

જલાલપોર

31

જૂનાગઢ

માળીયા

30

રાજકોટ

જામકંડોરણા

29

જૂનાગઢ

ભેસણ

28

ભરૂચ

હાંસોટ

28

જામનગર

જોડિયા

27

કચ્છ

ભુજ

25

 

adv

Related News

post
post
post
post
post
post
post