• Home
  • News
  • ઈતિહાસમાં આજ:184 લોકોની હત્યા કરનાર વીરપ્પનને 20 વર્ષ સુધી શોધતી રહી પોલીસ, ચંદન ચોરની શોધખોળ કરવા પાછળ રૂપિયા 100 કરોડ ખર્ચ થયેલો
post

1996માં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ટી રામા રાવનું અવસાન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-18 09:58:56

90ના દાયકામાં તમિલનાડુના જંગલમાં પેટ્રોલિંગ માટે એક પોલીસ સ્ક્વોર્ડનને ફરજ પર ગોઠવવામાં આવતી હતી. તેની જવાબદારી લહીમ શહીમ ગોપાલકૃષ્ણ પર હતી. તેમની ફિટનેસને જોઈ લોકો તેમને રેમ્બો કહી બોલાવતા હતા. વાત 9 એપ્રિલ,1993ના દિવસની છે. તમિલનાડુના એક ગામ કોલાથપુરમાં એક મોટા બેનર પર ગોપાલકૃષ્ણ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અભદ્ર શબ્દો એક કુખ્યાત ડાકુએ લખ્યા હતા. આ ડાકુ ચંદનની ચોરી કરતો હતો. તે કુખ્યાત ડાકુએ કહ્યું હતું કે જો હિંમ્મત હોય તો ગોપાલકૃષ્ણ આવીને તેની ધરપકડ કરે.

આ સાંભળી ખૂબ જ ગુસ્સે ભરાયેલા ગોપાલકૃષ્ણએ કહ્યું કે તે આ ક્ષણે જ વીરપ્પનને પકડવા જશે. તે જ્યારે જંગલમાં પલાર પૂર પસાર કરી રહ્યા હતા ત્યારે તેમની જીપ ખરાબ થઈ ગઈ. તેમણે જીપને ત્યાં જ છોડી દીધી અને પુલ પર રહેલી પોલીસ પાસેથી બે બસ લઈ જંગલ તરફ રવાના થયા. પહેલી બસમાં ગોપાલકૃષ્ણ સાથે 15 માહિતગારો, 4 પોલીસ જવાન અને 2 વન ગાર્ડ મળી કુલ 21 લોકો હતા.

આ બસની પાછળ આવી રહેલી બીજી બસમાં 6 લોકો હતા. તેને પોલીસ ઈન્સ્પેક્ટર અશોક કુમાર ચલાવી રહ્યા હતા. ડાકુની ગેંગે ઝડપભેર આવી રહેલી બસોનો અવાજ સાંભળ્યો. તેમને લાગતુ હતું કે રેમ્બો બસમાં નહીં જીપમાં સવારી કરી રહ્યો હશે. તે સમયે ડાકુએ બસને દૂરથી જોઈ સીટી વગાડી. તેણે ગોપાલકૃષ્ણને બસની પહેલી સીટમાં બેઠેલા જોઈ લીધા. જેવી બસ એક જગ્યા પર પહોંચી તો ગેંગના સભ્ય સાઈમને બારુદી સુરંગ સાથે જોડાયેલી 12 બોલ્ટ કાર બેટરીના તાર જોડી દીધા. એક વિસ્ફોટ થયો.

બસ હવામાં ઉછળી. ચોતરફ લાશો જ લાશો. થોડી ક્ષણોમાં જ ઈન્સ્પેક્ટર અશોક કુમાર પહોંચ્યા. તેમણે 21 મૃતદેહ ભેગા કર્યાં. આ ઘટના બાદ કુખ્યાત ડાકુનું નામ સમગ્ર દેશમાં ચર્ચા આવી ગયું.

આ ડાકુનું પૂરું નામ હતુ કૂજ મુનિસ્વામી વીરપ્પન. વિશ્વ તેને વીરપ્પન તરીકે ઓળખે છે. 18 જાન્યુઆરી 1952ના રોજ કર્ણાટકના ગામ ગોપિનાથમમાં તેનો જન્મ થયો હતો. તેને 184 લોકોની હત્યા કરી હતી, જેમાં 97 પોલીસકર્મી હતા.

ફક્ત 20 મિનિટ ચાલેલા એન્કાઉન્ટરમાં વીરપ્પન માર્યો ગયો
વર્ષ 2003માં. વિજય કુમારને STFના વડા બનાવવામાં આવ્યા હતા. વિજય કુમારે STF ચીફ બનતા જ વીરપ્પનને પકડવા માટે એક રણનીતિ તૈયાર કરી. તેમણે વીરપ્પનના ગેંગમાં પોતાના લોકોને સામેલ કરી દીધા. એક વર્ષ બાદ 18 ઓક્ટોબર,2004ના રોજ વીરપ્પન તેની આંખની સારવાર કરાવવા જઈ રહ્યો હતો. પપીરપટ્ટી ગામમાં તેના માટે એમ્બ્યુલન્સ ઉભી હતી. તેમા તે સવાર હતો. આ એમ્બ્યુલન્સ પોલીસની હતી અને તેને STF ની વ્યક્તિ જ ચલાવતી હતી.

પોલીસ અગાઉથી જ માર્ગ પર હતી. અચાનક ડ્રાઈવર એમ્બ્યુલન્સ અટકાવી અને ઉતરીને ભાગી ગયો. વીરપ્પન કંઈ સમજે તે અગાઉ પોલીસે તેની ઘેરાબંધી કરી એન્કાઉન્ટર કરી નાંખ્યું. આ એન્કાઉન્ટર માંડ 20 મિનિટ ચાલ્યું હતું.

ભારત અને દુનિયામાં 18 જાન્યુઆરીની મહત્વની ઘટના આ પ્રમાણે છેઃ


1996: 
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ટી રામા રાવનું અવસાન થયું

1995: આજના દિવસે યાહૂ ડોટ કોમનું ડોમેન બનાવવામાં આવ્યું

1991: ઈસ્ટર્ન એરલાઈનને આર્થિ કારણોસર બંધ કરવામાં આવી.

1955: ઉર્દુના જાણિતા લેખક અને કવિ સઆદત હસન મંટોનું અવસાન થયું

1930: રવીન્દ્રનાથ ટાગોરે સાબરમતી આશ્રમની યાત્રા કરી હતી

1912: બ્રિટીશ યાત્રી રોબર્ટ ફાલ્કન સ્કોટ અને ચાર અન્ય લોકો દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યા.

1886: ઈગ્લેન્ડમાં હોકી એસોસિએશનની રચના થઈ

 

adv

Related News

post
post
post
post
post
post
post