• Home
  • News
  • આજે IND v/s SL બીજી T-20:કેપ્ટન ધવન સિરીઝ જીતવા માટે પોતાની બેસ્ટ ટીમ ઉતારશે; હાર્દિક માટે નિર્ણાયક સિરીઝ, શ્રીલંકન ટીમમાં 2થી 3 ફેરફાર થવાની સંભાવના
post

પહેલી મેચમાં ઈન્ડિયન ટીમના બોલર્સની બોલબાલા રહી; ચહલે 1, ભુવનેશ્વરે 4 અને દીપકે 2 વિકેટ લીધી

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:11:19

આજે મંગળવારે ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બીજી T-20 મેચ કોલંબોનાં આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવ્યા બાદ ધવન સેના માટે આજની મેચ મહત્ત્વપૂર્ણ રહેશે. ઈન્ડિયન ટીમ આ મેચ જીતીને સિરીઝમાં અજેય લીડ મેળવવા માટે તૈયારી કરશે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા અને શ્રીલંકા પોતાની બેસ્ટ પ્લેઇંગ-11 આ મેચમાં રમવા માટે ઉતારશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શ્રીલંકન ટીમમાં 2થી 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી એની પ્લેઇંગ-11માં ફેરફાર થઈ શકે છે.

ઈન્ડિયન ટીમ ફિલ્ડીંગ લેવલે વધુ મહેનત કરશે

·         પહેલી T-20 મેચમાં હાર્દિક પંડ્યા અને સૂર્યકુમારે ચાન્સ મિસ કર્યા. મિનોદ ભાનુકા જ્યારે 5 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે હાર્દિક પંડ્યાએ એનો કેચ ડ્રોપ કર્યો હતો.

·         ત્યારપછી ચોથી ઓવરમાં સૂર્યકુમાર યાદવે અવિષ્કાનો કેચ પણ છોડ્યો હતો.

·         આ બંને કેચ દીપક ચાહરની ઓવરમાં ડ્રોપ થયા હતા. તેવામાં બીજી T-20 મેચમાં ઈન્ડિયન ટીમ ફિલ્ડીંગ લેવલે પણ પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરશે.

હાર્દિક પંડ્યા માટે મહત્ત્વપૂર્ણ સિરીઝ
વનડે સિરીઝમાં હાર્દિક પંડ્યાનું બોલિંગ અને બેટિંગ પ્રદર્શન અપેક્ષા આધારિત રહ્યું નહતું. તેવામાં એણે પહેલી T-20 મેચ દરમિયાન 12 બોલમાં 10 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાને જો T-20 વર્લ્ડ કપની પ્લેઇંગ-11માં સ્થાન મેળવવું હોય તો ફિનિશર તરીકે સારુ પ્રદર્શન દાખવવું પડશે. તેવામાં આ સિરીઝ અને IPL હાર્દિક માટે બેસ્ટ પ્રેક્ટિસ સેશન તરીકે રહેશે.​​​​​​

શ્રીલંકન ટીમના સંકટમાં વધારો

·         પથુમ નિસાંકાઃ બીજી T-20 મેચ પહેલા રવિવારે નેટ સેશન દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. હજુ તેના રિપોર્ટ્સ આવવાનાં બાકી છે, પરંતુ હેલ્થની અપડેટ ના આવે ત્યાં સુધી તેના રમવા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

·         ચરિથ અસલંકાઃ પહેલી મેચનો સ્ટાર બેટ્સમેન અસલંકા પણ સામાન્ય ઈજાઓથી પિડાઈ રહ્યો છે. જેના કારણે બીજી મેચમાં એ આરામ કરી શકે છે.

·         ભાનુકા રાજપક્ષેઃ ત્રીજી વનડેમાં મેચ વિનિંગ ઈનિંગ રમ્યા પછી ભાનુકા રાજપક્ષે ફિંગર ઈન્જરીના પરિણામે T-20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો.

શ્રીલંકાઃ કોન્ટ્રાક્ટ વિવાદ વચ્ચે ઈજાગ્રસ્ત ખેલાડીઓનો પડકાર
આ તમામ ઈજાઓ તથા કોન્ટ્રાક્ટ વિવાદના કારણે શ્રીલંકન ટીમ સતત મેચ હારી રહ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્યારે શ્રીલંકન ટીમે વધુ એક સ્ક્વૉડને કોવિડ-19 પ્રોટોકોલ અંતર્ગત રાખી છે. જો જરૂર જણાશે તો એમાથી પણ કેટલાક ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સ્થિતિ ઉદ્ભવી છે.

બંને ટીમોને સુધારો કરવાની જરૂર
ઈન્ડિયાઃ

·         ટીમે પહેલી T-20 મેચમાં 4 ઓવરમાં 2 મહત્ત્વપૂર્ણ કેચ ગુમાવ્યા હતા. આ મુદ્દે મહેનત કરીને સુધારો કરવાની જરૂર જણાઈ રહી છે.

·         આ કેચ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ક્રિકેટર્સ દ્વારા ડ્રોપ કરાયા હતા, જે T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમની પ્લેઈંગ-11માં સામેલ થઈ શકે છે.

શ્રીલંકાઃ

·         ટીમની બોલિંગ સારી રહી હતી, પરંતુ તેમને પોતાની બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. શ્રીલંકન ટીમે તેના મિડલ ઓર્ડરમાં ફેરફાર કરવાની આવશ્યકતા છે.

·         શ્રીલંકાએ ઈન્ડિયા સામે છેલ્લા 15 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જો તેમનો મજબૂત પક્ષ બોલિંગ હોય તો તેઓએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરવું વધારે યોગ્ય ગણાશે.

·         પહેલી મેચમાં ઈન્ડિયન ટીમના બોલર્સની બોલબાલા
શ્રીલંકાએ ટોસ જીતીને ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે સૂર્યકુમાર યાદવની ફિફ્ટી અને શિખરના 46 રનની સહાયતાથી ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકન ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

·         પહેલી T-20 મેચનો ટર્નિંગ પોઇન્ટ
ઈન્ડિયા-શ્રીલંકા T-20 સિરીઝની પહેલી મેચ ટીમ ઈન્ડિયાએ 38 રનથી જીતી લીધી હતી. જેમાં ભુવનેશ્વર કુમાર અને દીપક ચાહરે મેચ પલટી નાખી હતી. 16મી ઓવરમાં દીપક ચાહરે ઈન્ડિયન ટીમનું ગેમમાં કમબેક કરાવ્યું હતું. એ સમયે અસલંકા 26 બોલમાં 6 સિક્સ અને 3 ફોર મારી 44 રન પર રમી રહ્યો હતો, પરંતુ ચહરે એેને શૉનાં હાથે કેચ આઉટ કરાવીને જીતનો દરવાજો ખોલ્યો હતો.ભુવનેશ્વર કુમારે પણ પોતાની છેલ્લી 2 ઓવરમાં 3 વિકેટ લઈને મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.