• Home
  • News
  • Tokyo 2020 Olympics: આ ખેલાડીઓ ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું કરશે પ્રતિનિધિત્વ
post

અત્યાર સુધીમાં ભારતે ઓલિમ્પિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 11:56:22

અમદાવાદ: ટોકિયો ઓલિમ્પિક (Tokyo 2020 Olympics) માટે ભારતીય ખેલાડીઓની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. શૂટિંગ, રેસલિંગ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડી વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-10માં શામેલ છે. જ્યારે, હવે જુલાઈ મહિનો આવી ગયો છે. અને આ મહિનાની 23 તારીખથી ઓલિમ્પિકની શરૂઆત થવાની છે. ત્યારે, ભારતીય નાગરિકો આ વખતે પોતાના ખેલાડીઓ પાસેથી મેડલની અપેક્ષાઓ પણ વધી છે.

અત્યાર સુધીમાં ભારતે ઓલિમ્પિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલિમ્પિક અત્યાર સુધીનું સફળ ઓલિમ્પિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 115 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.

1. તીરંદાજી (ARCHERY)
ભારત તીરંદાજી માટે 4 તીરંદાજોને ટોકિયો ખાતે મોકલવા જઈ રહ્યું છે. જેમાં 3 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. તમામ તિરંદાજો અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લેશે

MEN'S INDIVIDUAL
1.
અતનુ દાસ
2.
તારુણદિપ રાય
3.
પ્રવિણ યાદવ
MEN'S TEAM
1.
અતનુ દાસ
2.
તારુણદિપ રાય
3.
પ્રવિણ યાદવ

WOMEN'S INDIVIDUAL
1.
દિપીકા કુમારી
MIXED TEAM
1.
દિપીકા કુમારી
2.
અતનુ દાસ

2. એથલેટિક્સ (ATHLETICS)
ભારતના 19 ખેલાડીઓ એથલેટિક્સની અલગ-અલગ ઈવેન્ટો માટે ક્વોલિફાઈ થયા છે. ત્યારે, જુઓ કયા ખેલાડી કઈ રમતમાં લેશે ભાગ

MEN'S 400M HUDDLE
1.
એમ.પી. જબીર

MEN'S 4x400M RELAY
1.
મોહમ્મદ અનાસ યાહિયા
2.
નોહા નિર્મલ ટોમ
3.
અમોજ જેકોબ
4.
અરોક્યિા જેકોબ

MEN'S 20 KM RACE WALK
1.
સંદિપ કુમાર
2.
રાહુલ રોહિલા
3.
ઈરફાન થોડ્ડી

MEN'S 3000M STEEPLECHASE
1.
અવિનાશ સાબલે

WOMEN'S 100M
1.
દુતિ ચંદ

WOMEN'S 200M
1.
દુતિ ચંદ

WOMEN'S 20 KM RACE WALK
1.
પ્રિયંકા ગોસ્વામી
2.
ભાવના જાટ

MEN'S JAVELIN THROW
1.
નિરજ ચોપડા
2.
શિવપાલ સિંહ

MEN'S LONG JUMP
1.
મુર્લી શ્રિશંકર

MEN'S SHOT PUT

1. તેજિંદરપાલ સિંહ તુર

WOMEN'S DISCUSS THROW
1.
કમલપ્રિત કોર
2.
સિમા પુનિયા

WOMEN'S JAVELIN THROW
1.
અન્નુ રાની

3. બેડમિન્ટન (BADMINTON)
ચાર ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ આ વખતે ટોકિયો ખાતેના ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં 3 પુરુષ ખેલાડી છે અને એક મહિલા ખેલાડી છે.

MEN'S SINGLES
1.
સાંઈ બી પ્રણિથ

MEN'S DOUBLES
1.
સાત્વિક સાયરાજ રાણકી રેડ્ડી
2.
ચિરાગ શેટ્ટી

WOMEN'S SINGLES
1.
પી વી સિન્ધુ

4. બોક્સિંગ
આ વખતેના ઓલિમ્પિકમાં ભારત પોતાની સૌધી મોટી બોક્સિંગ ટીમ મોકલવા જઈ રહ્યું છે. ભારતના 9 બોક્સર્સ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થયા છે. જેમાં અલગ-અલગ વેઈટ કેટેગરીમાં તેઓ ભાગ લેશે.

MEN'S 52 KG - FLYWEIGHT
1.
અમિત પંઘલ
MEN'S 63 KG - LIGHTWEIGHT
1.
મનિષ કૌશિક
MEN'S 69 KG - WELTERWEIGHT
1.
વિલાસ ક્રિષ્ણ
MEN'S 75 KG - MIDDLEWEIGHT
1.
આશિષ કુમાર
MEN'S +91 KG - SUPER HEAVYWEIGHT
1.
સતિષ કુમાર
WOMEN'S 51 KG - FLYWEIGHT
1.
મેરી કોમ
WOMEN'S 60 KG - LIGHTWEIGHT
1.
સિમરનજીત કોર
WOMEN'S 69 KG - WELTERWEIGHT
1.
લવલિના બોર્ગોહેન
WOMEN'S 75 KG - MIDDLEWEIGHT
1.
પુજા રાની

5. અશ્વારોહણ (EQUESTRIAN)
અશ્વારોહણ માટે ફવાદ મિર્ઝા પ્રથમ ભારતીય છે જે ક્વોલિફાય થયા હોય. ફવાદ મિર્ઝાએ EQUESTRIANમાં બે વાર એશિયન ગેમ્સમાં મેડલ મેળવ્યા છે. ત્યારે, 2 દાયકા બાદ કોઈ ભારતીય ખેલાડી EQUESTRIANમાં ભાગ લેવા જઈ રહ્યા છે.

6. ફેન્સિંગ (FENCING)
તામિલ નાડૂની ભવાની દેવી ચાર્ડડ અકાઉન્ટન્ટ છે અને તે પ્રથમ મહિલા ભારતીય ખેલાડી છે જે ફેન્સિંગ માટે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. ભવાની દેવી પોતાના રેન્કિંગથી ક્વોલિફાઈ થઈ છે.

7. ગોલ્ફ (GOLF)
ગોલ્ફ માટે 3 ભારતીય ખેલાડીઓ ક્વોલિફાઈ થયા છે. જેમાં, 2 પુરુષ અને 1 મહિલા ગોલ્ફરનો સમાવેશ થાય છે.

MEN'S INDIVIDUAL
1.
અનિરબન લેહેરી
2.
ઉદ્યન માને

WOMEN'S INDIVIDUAL
1.
અદિતી અશોક

8. જીમનાસ્ટિક્સ (GYMNASTICS)
ભારતીય જીમનાસ્ટ પ્રણતિ નાયકે એશિયન આર્ટિસ્ટીક જીમનાસ્ટિક્સ ચેમ્પિયનશિપ 2019માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જેના પગલે તેનું ટોકિયો ઓલિમ્પિક માટેનું ક્વોલિફિકેશન નક્કી થયું હતું.

9. હૉકી (HOCKEY)
2
નવેમ્બર 2019ના રોજ ભારતીય હૉકી પુરુષની ટીમ અને ભારતીય મહિલા હૉકીની ટીમ ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ થઈ હતી.

MEN'S HOCKEY TEAM
ગોલકિપરઃ પી. આર. શ્રીજેશ
ડિફેન્ડર્સઃ હરમનપ્રિત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દ્ર લક્રા
મિડ ફિલ્ડર્સઃ હાર્દિક સિંહ, મનપ્રિત સિંહ, વિવેક સાગર પ્રસાદ, નિકંઠ શર્મા, સુમિત
ફોર્વર્ડસ્ઃ શમશેર સિંહ, દિલપ્રિત સિંહ, ગુરજંત સિંહ, લલિત કુમાર ઉપાદ્યાય, મંદિપ સિંહ
એક્સટ્રાઃ ક્રિશ્ન્ન પાઠક (ગોલકિપર), વરૂણ કુમાર (ડિફેન્ડર) અને સિમરનજીત સિંહ (મિડ ફિલ્ડર)

WOMEN'S HOCKEY TEAM
ગોલકિપરઃ સવિતા
ડિફેન્ડર્સઃ દિપ ગ્રેસ એક્કા, નિક્કી પ્રધાન, ગુરજીત કોર, ઉદીતા
મિડ ફિલ્ડર્સઃ નિશા, નેહા, સુશિલા ચાનું પુખરામ્બમ, મોનિકા, નવજોત કોર, સાલિમા તેતે
ફોર્વર્ડસ્ઃ રાણી, નવનિત કોર, લાલરેમસિયામી, વંદના કાતરિયા, શર્મિલા દેવી
એક્સટ્રાઃ ઈ રાજાની

10. જુડો (JUDO)
ભારતીય જુડોકા સુશિલા દેવી એક માત્ર ખેલાડી છે. જે ટોકિયો ઓલિમ્પિકમાં કોન્ટિનેન્ટલ ક્વોટામાંથી ક્વોલિફાઈ થઈ છે.

11. રોવિંગ (ROWING)
ભારત 2 રોવર્સને ટોકિયો ઓલિમ્પિકમાં મોકલશે.
1.
અર્જુન લાલ
2.
અરવિંદ સિંહ

12. સેલિંગ (SAILING)
ભારતના 4 ખેલાડીઓ સેલિંગમાં ભાગ લઈ રહ્યા છે.
MEN'S LASER
1.
વિષ્ણુ સર્વન્ન
MEN'S 49ER
1.
કે.સી. ગણપતિ
2.
વરૂણ ઠક્કર
WOMEN'S LASER RADIAL
1.
નિથરા કુમાન્ન

13. શૂટિંગ (SHOOTING)
દર ઓલિમ્પિકની જેમ આ વખતે પણ ભારતીય શૂટર્સ પાસેથી દેશવાસીઓ મેડલની આશા રાખી રહ્યા છે. ભારતના 15 શૂટર્સ ઓલિમ્પિકમાં મેડલ પર નિશાન લગાવવા જઈ રહ્યા છે.

MEN'S 10M AIR RIFLE
1.
દિવ્યાંશ સિંહ પંવાર
2.
દિપક કુમાર

WOMEN'S 10M AIR RIFLE
1.
અપુર્વી ચાંદેલા
2.
ઈલાવિનાઈલ વલારિવન

MEN'S 10M AIR PISTOL
1.
સૌરભ ચૌધરી
2.
અભિષેક વર્મા

WOMEN'S 10M AIR PISTOL
1.
મનુ ભાકર
2.
યશસ્વિની સિંહ દેસ્વાલ

MEN'S 50M 3 POSITION
1.
સંજીવ રાજપૂત
2.
એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર
WOMEN'S 50M 3 POSITION
1.
અન્જુમ મૉડગિલ
2.
તેજસ્વિની સાવંત

WOMEN'S 25M PISTOL
1.
મનુ ભાકર
2.
રાહી સરનોબત
MEN'S SKEET
1.
અંગદ બાજવા
2.
મૈરાજ અહમદ ખાન

MIXED TEAM 10M AIR RIFLE
1.
દિવ્યાંશ સિંહ પંવાર અને ઈલાવિનાઈલ વલારિવન
2.
દિપક કુમાર અને અન્જુમ મૉડગિલ

MIXED TEAM 10M AIR PISTOL
1.
સૌરભ ચૌધરી અને મનુ ભાકર
2.
અભિષેક વર્મા અને યશસ્વિની સિંહ દેસ્વાલ

14. સ્વિમિંગ (SWIMMING)
આ ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભારતીય સ્વિમિર્સે ડાયરેક્ટ ક્વોલિફિકેશન મેળવ્યું છે. જ્યારે, એક ભારતીય મહિલા સ્વિમરને યૂનિવર્સલ ઈન્વિટેશન મળ્યું છે.

MEN'S 100M BACKSTROKE
1.
શ્રીહરી નટરાજ
MEN'S 200M BUTTERFLY
1.
સજન પ્રકાશ
WOMEN'S 100M BACKSTROKE
1.
માના પટેલ

15. ટેબલ ટેનિસ (TABLE TENNIS)
ભારતમાંથી આ ઓલિમ્પિકમાં 4 ટેબલ ટેનિસ ખેલાડીઓ ક્વોલિફાય થયા.

MEN'S SINGLES
1.
સથિયન જ્ઞાન્નસેક્રન
2.
અચંતા શરથ કમલ

WOMEN'S SINGLES
1.
મનિકા બત્રા
2.
સુતિરતા મુખર્જી

MIXED DOUBLES
1.
અચંતા શરથ કમલ અને મનિકા બત્રા

16. ટેનિસ (TENNIS)
બે ભારતીય મહિલા ટેનિસ પ્લેયર્સ ડબ્લસ તરીકે ટીમ બનાવીને ટોકિયો ઓલિમ્પિકમાં ઉતરશે.
1.
સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના

17. વેઈટલિફ્ટિંગ (WEIGHTLIFTING)
ભારતે ટોકિયો ઓલિમ્પિક માટે મિરાબાઈ ચાનુંની માત્ર એક જ એન્ટ્રી મોક્લી છે. ચાનું 49 કિલોગ્રામ વર્ગમાં દુનિયામાં બીજા ક્રમે છે. જેના પગલે તેની એન્ટ્રી ઓલિમ્પિકમાં મોકલવામાં આવી હતી.

18. રેસલિંગ (WRESTLING)
ભારતના 7 કુસ્તીબાજો આ વખતે રેસલિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેના કારણે દેશની રેસલર્સ પાસેથી ગોલ્ડની અપેક્ષાઓ વધી છે.
MEN'S 57 KG
1.
રવિ કુમાર દહીયા

MEN'S 65 KG
1.
બજરંગ પુનિયા

MEN'S 86 KG
1.
દિપર પુનિયા

WOMEN'S 50 KG
1.
સિમા બિસ્લા

WOMEN'S 53 KG
1.
વિનેશ ફોગાટ

WOMEN'S 57 KG
1.
અંશુ મલિક

WOMEN'S 62 KG
1.
સોનમ મલિક