• Home
  • News
  • Tokyo OIympics: જાણો ભારતે કઈ રીતે શરૂ કરી Olympics ની સફર, રસપ્રદ છે કહાની
post

2008ના ઓલિમ્પિક પહેલાં ભારત પાસે 8 ગોલ્ડ મેડલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-14 11:31:15

અમદાવાદઃ પાંચ વર્ષ બાદ ઓલિમ્પિક ફરીવાર શરૂ થવા જઈ રહ્યું છે. ઓલિમ્પિક શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે, 100થી વધુ દેશના ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો પહોંચશે. જેમાં ભારતના પણ 120થી વધુ ખેલાડીઓ અલગ-અલગ રમતોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. હાલ તો ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જે પહેલાં ચાલો જાણીએ ભારતનો ઓલિમ્પિકમાં ઈતિહાસ.


ભારતે પ્રથમવાર ક્યારે લીધો ઓલિમ્પિકમાં ભાગઃ
1896
માં પ્રથમવાર ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થયું હતું. ભારતે પ્રથમવાર 1900ના ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જેમાં, નોર્મન પ્રીચાર્ડે દેશ માટે પ્રથમ મેડલ મેળવ્યો હતો. તે સમયે બ્રિટીશ ઈન્ડિયા નામથી ભારત ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરતું હતું. પ્રીચાર્ડે પણ બ્રિટીશ ઈન્ડિયા માટે 200 મીટર રેસ અને 200 મીટર હર્ડલ્સ રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

હૉકી રમત ભારત માટે સૌથી ઓલિમ્પિકમાં સૌથી સફળ:
ઓલિમ્પિકમાં ભારતમાં સૌથી સફળ રમત સાબિત થઈ હોય તો તે છે હૉકી. ભારતે અત્યારસુધીના ઓલિમ્પિકમાં 28 મેડલો જીત્યા છે. જેમાં, 11 મેડલો ભારતને હૉકી રમતમાંથી પ્રાપ્ત થયા છે. જેમાં, 8 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતની હૉકી ટીમે 1928ના એમ્સ્ટરડેમ ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. 1928થી 1956 સુધીના ઓલિમ્પિકમાં ભારતે 6 વખત ગોલ્ડ જીત્યા હતા. જ્યારે, ભારતીય હૉકી ટીમને છેલ્લા ગોલ્ડ મેડલ 1980ના ઓલિમ્પિકમાં મળ્યો હતો.    

આ ખેલાડીએ આઝાદ ભારતને વ્યક્તિગત રમતમાં અપાવ્યો મેડલઃ
ભારત દેશને પ્રથમવાર 1952માં ફિનલેન્ડના હેલસિંકી ખાતેના ઓલિમ્પિકમાં વ્યક્તિગત રમતમાં મેડલ મળ્યો હતો. ખાસાબા જાધવે ફ્રિ સ્ટાઈલ રેસલિંગ એટલે કે કુશ્તીમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. આ આઝાદ ભારતનો પ્રથમ વ્યક્તિગત રમતમાં મેડલ હતો. જ્યારે, રેસલિંગમાં બીજો મેડલ જીતવા માટે ભારતને 56 વર્ષ લાગ્યા. 2008ના બિજીંગ ઓલિમ્પિકમાં સુશીલ કુમારે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

આ છે ભારતની પહેલી ઓલિમ્પિક મહિલા મેડલીસ્ટઃ
કર્ણમ મલ્લેશ્વરી ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક ખેલાડી છે. જેણે ભારતને 2002માં બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. સિડની ઓલિમ્પિકમાં કર્ણમે વેઈટલ્ફિટીંગમાં ભારતને મેડલ અપાવ્યો હતો.

આ ખેલાડીએ વ્યક્તિગત રમતમાં અપાવ્યો ભારતને ગોલ્ડઃ
2008
ના ઓલિમ્પિક પહેલાં ભારત પાસે 8 ગોલ્ડ મેડલ હતા. જે તમામ હૉકી રમતમાંથી આવ્યા હતા. જ્યારે, 2008ના બિજીંગ ઓલિમ્પિકમાં ભારતીય શૂટર અભિનવ બિંદ્રાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ પહેલાં 2004માં ભારતીય શૂટર રાજ્યવર્ધન સિંહ રાઠોડે એથન્સ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.