• Home
  • News
  • Tokyo Olympics 2020: આશાઓ વધુ છે પરંતુ દબાવમાં રહો નહીં, દેશ તમારી સાથે... ઓલિમ્પિક ખેલાડીઓ સાથે પીએમની ચર્ચા
post

ટોક્યો ઓલિમ્પિકનું આયોજન 23 જુલાઈથી જાપાનમાં થવાનું છે. રતમના મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય દળના ધ્વજવાહક દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ હશે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-14 11:03:38

નવી દિલ્હીઃ Tokyo Olympic 2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા 15 એથલીટો સાથે ચર્ચા કરી છે. પીએમ મોદીએ ચર્ચા દરમિયાન બધા ખેલાડીઓને ઓલિમ્પિક માટે શુભેચ્છા આપી અને બધાને દબાવમાં રહ્યાં વગર રમવાનો મંત્ર આપ્યો છે. તેમણે કહ્યું કે- દેશને તમારી પાસે આશા છે અને તમે લોકો દેશનું નામ રોશન કરશો. 

પીએમ મોદીએ કહ્યું કે- તમારે બધાએ દબાવનો અનુભવ કરવાનો નથી. તમે બધા તમારા 100 ટકા આપી પ્રયાસ કરો. આશા છે કે તમે આ વખતે દેશ માટે મેડલ લાવશો. તમને બધાને શુભકામનાઓ. દેશના લોકોની શુભકામનાઓ તમારી સાથે છે. તમે બધા દમદાર રમો. 

પ્રધાનમંત્રી મોદીએ પહેલા તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari) ને વર્લ્ડ નંબર બનવા પર શુભેચ્છા આપી. સાથે કહ્યું કે, તમારી પાસે વધુ આશા છે. તેના પર દીપિકાએ કહ્યું કે, તે ઓલિમ્પિકમાં સારૂ પ્રદર્શન કરશે. પીએમે જ્યારે દીપિકાને પૂછ્યું છે કે મેં સાંભળ્યું છે કે તમે પહેલા કેરી તોડવા માટે નિશાન લગાવતા હતા, તેના પર સ્ટાર તીરંદાજે કહ્યું કે, તેને કેરી પ્રિય છે અને તેથી તે આમ કરતી હતી. 

ટ્રેક એન્ડ ફીલ્ડના એથલીટથી આર્ચર બનેલા પ્રવીણ જાધવનો પણ જુસ્સો પીએમ મોદીએ વધાર્યો. જાધવ ખુબ ગરીબ પરિવારથી આવે છે. પિતા મજૂર હતા, તેણે આ દિવસ જોઈ પ્રવીણે રમત પસંદ કરી હતી. પીએમ મોદીએ પ્રવીણના માતા-પિતાના સંઘર્ષોને પ્રણામ કર્યા હતા. 

મોદીએ ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ કહ્યુ કે અપેક્ષાઓની નીચે દબાવાની જરૂર નથી. તમે પૂરો પ્રયાસ કરો. તમારા 100 ટકા આપો. 

દુતી ચંદ ઓલિમ્પિકમાં છવાય જવા માટે તૈયાર છે
ભારતની દોડવીર દુતી ચંદને પણ પ્રધાનમંત્રીએ હિંમત આપી. તેમણે કહ્યું- તમારા નામનો અર્થ ચમક છે. તમે ઓલિમ્પિકમાં છવાય જવા માટે તૈયાર છો. ઓડિશાથી આવનાર એથલીટે પોતાના સંઘર્ષની કહાની જણાવી હતી. 

પીએમ મોદીએ આશીષને આપ્યુ સચિનનું ઉદાહરણ
હાલમાં પોતાના પિતાને ગુમાવનાર બોક્સર આશીષ કુમારને પીએમ મોદીએ સચિન તેંડુલકરનું ઉદાહરણ આપ્યુ અને કહ્યું કે સચિન પર વિશ્વકપ દરમિયાન દુખોનો પહાડ તૂટી પડ્યો, પરંતુ તેણમે પોતાની રમતની પિતાને શ્રદ્ધાંજલિ આપી. તમે પણ હિંમત ન હારો. 

મોહમ્મદ અલી પાસેથી લીધી પ્રેરણા
એમસી મેરીકોમને પીએમ મોદીએ તેના પસંદગીના પંચ અને ખેલાડીનું નામ પૂછ્યુ. મેરીકોમે જણાવ્યુ કે, તેને હુક પંચ લગાવવો ખુબ પસંદ છે સાથે મોહમ્મદ અલીથી તેને ઘણી પ્રેરણા મળી છે. 

પીએમ મોદીએ પીવી સિંધુને પૂછ્યો સવાલ
રિયો ઓલિમ્પિક પહેલા તમારો ફોન લઈ લેવામાં આવ્યો હતો, આઈસક્રીમ ખાવા પર પ્રતિબંધ હતો, શું આ વખતે પણ કોઈ પ્રતિબંધ લાગ્યો છે. આ સવાલ પર શટલર પીવી સિંધુએ એક ખેલાડી માટે ફિટનેસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. 

126 ભારતીય એથલીટ લેશે ભાગ
18
રમતોના 126 એથલીટ ભારત તરફથી ટોક્યોમાં જશે. આ ભારત તરફથી કોઈપણ ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથલીટોની અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.