• Home
  • News
  • Tokyo Olympics: કુવૈતના અલ રશીદીએ 58 વર્ષની વયે ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો મેડલ
post

ટોક્યો ઓલિમ્પિકમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતને અત્યાર સુધીમાં માત્ર એક જ મેડલ મળ્યો છે. પણ અમુક દેશોના એથ્લીટો ઓ રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. એથ્લીટો સતત નવા ઈતિહાસ રચી રહ્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:39:16

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં સતત નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતને અત્યાર સુધીમાં માત્ર એક જ મેડલ મળ્યો છે. પણ અમુક દેશોના એથ્લેટો રમતમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. એથ્લીટો સતત નવા ઈતિહાસ રચી રહ્યા છે. દરેક દેશના ખેલાડી એક એવા જુસ્સા સાથે જ મેદાનમાં ઉતરતા હોય છે કે મારે મેડલ જીતવાનો છે. અને તે જ આશા સાથે અલ રશીદી સાથે મેદાનમાં ઉતર્યા હતા.

અલ રશીદી યુવાન એથ્લેટ માટે બન્યા એક મિસાલ
જે વયે લોકો નિવૃત્ત થઈને આગામી સમયનું પ્લાનિંગ કરતા હોય છે. તે સમયમાં કુવૈતના અબ્દુલ્લાહ અલ રશીદીએ ટોક્યો ઓલિમ્પિકમાં શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. મેડલ જીતીને અલ રશીદીએ સાબિત કરી બતાવ્યું કે ઉંમર તે માત્ર એક નંબર જ છે. સાત વખતના મેન્સની સ્કીટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો. અલ રશીદીએ 2024માં થનારા પેરિસ ઓલિમ્પિકમાં પણ મેડલ જીતવાનો દાવો કરે છે. 2024માં અલ રશીદીની વય 60ની પાર પહોંચી ગઈ હશે.

58 વર્ષની વયે રચ્યો કીર્તિમાન
અલ રશીદીએ કહ્યું કે મે 58 વર્ષની વયે મને મળેલ બ્રોન્ઝ મેડલ મારા માટે ગોલ્ડથી કમ નથી. હું મેડલ મળવાથી ખુશ છું પણ મને આશા છે કે આગામી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીશ. મારા નસીબ ખરાબ છે કે હું ગોલ્ડ મેડલ ના જીતી શક્યો. પણ બ્રોન્ઝ મેડલથી ખુશ છું. આગામી ઓલિમ્પિકમાં હું જરૂરથી ગોલ્ડ મેડલ જીતીશ . ત્યારે મારી વય 61 વર્ષની હશે.

અલ રશીદી 2024 પેરિસ ઓલિમ્પિકમાં લેશે ભાગ
અલ રશીદીએ 1996માં પહેલીવાર એટલાન્ટા ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેમણે રિયો ઓલિમ્પિક 2016 માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે તેઓ એક સ્વતંત્ર એથ્લીટ તરીકે મેદાનમાં ઉતર્યા હતા. તે સમયે કુવૈત પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બેન લગાવ્યો હતો. 2016 ઓલિમ્પિકમાં અલ રશીદી આર્સેનલ ફૂટબોલ ક્લબની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં રમવા માટે આતુર  છે. કુવૈત માટે ઓલિમ્પિકમાં મેડલ અપાવીને અલ રશીદીએ જણાવ્યું કે રિયોમાં મેડલ જીતવાથી હું ખુશ હતો. પણ કુવૈતનો ધ્વજ ન હોવાનું મને દુ:ખ છે. અત્યારે હું ખુશ છું.કેમ કે મારા દેશનો ઝંડો છે.