• Home
  • News
  • Tokyo Olympics: ક્વાર્ટર ફાઇનલમાં હારી ભારતની બોક્સર પૂજા રાની, ઓલિમ્પિકમાં અભિયાન સમાપ્ત
post

ભારતની મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. આ સાથે તેના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 17:16:53

ટોક્યોઃ ભારતની મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની લી કિયાન સામે ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ છે. આ સાથે પૂજા રાનીના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે. તેનું મેડલ જીતવાનું સપનું પણ રોળાયું છે. આમ બોક્સિંગ ઈવેન્ટમાં મેરી કોમ બાદ ભારતની વધુ એક બોક્સર બહાર થઈ છે.  ત્રણેય રાઉન્ડમાં ચીનની બોક્સર આગળ રહી હતી. 

બીજા રાઉન્ડમાં પૂજાનો પરાજય
ચીની બોક્સરે એક બાક એક આક્રમક પંચ પૂજા પર લગાવ્યા હતા. બીજા રાઉન્ડમાં પણ પૂજા રાની 5-0થી હારી હતી. 

પ્રથમ રાઉન્ડ હારી પૂજા રાની
પ્રથમ રાઉન્ડમાં પૂજા રાનીને હાર મળી હતી. તે 5-0થી આ રાઉન્ડ હારી હતી. ચીનની લી કિયાન અહીં આક્રમક જોવા મળી હતી. 

30 વર્ષની પૂજા રાનીનો સામનો ત્રીજી રેન્ક હાસિલ ચીનની લી કિયાન સામે હતો. પૂજા બે વખત એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની સફરમાં આ ચીની બોક્સરને હરાવી ચુકી છે. પૂજા રાનીએ માર્ચ 2020માં આયોજીત એશિયા/ઓસનિયા ઓલિમ્પિક ક્વોલિફાયરની સેમિફાઇનલમાં પહોંચીને ટોક્યોની ટિકિટ હાસિલ કરી હતી. આ સાથે તે ટોક્યો ગેમ્સમાં ક્વોલિફાઇ કરનારી ભારતની પ્રથમ બોક્સર બની હતી.